કોરોના વેક્સિનને લઈ ગંભીર સમાચાર, એકવાર લેવાથી કાયમી ઉકેલ નહીં આવે, આટલા દિવસે ફરી લેવો પડશે ડોઝ!

ગુજરાતમાં કોરોના કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 810થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 804 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,43,459એ પહોંચી છે. પણ આ સાથે જ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે કે, ભારતમાં કોરોનાની રસી હવે હાથ વેંતમાં છે અને રસીને મંજૂરી ખૂબ જલ્દી મળી જાય તેવી શક્યતા છે. પરંતુ આ રસી લઇ લેવાથી અન્ય રોગોમાં જેમ કાયમી તકલીફ દૂર થઇ જાય અને રોગપ્રતિકારક શક્તિ હાંસલ થઇ જાય તેવું નથી.

image source

જો આ વાત વિશે વિગતે વાત કરીએ તો રસી વિશે નિષ્ણાંતોનું કહેવું છે કે હજુ આ રસી કેટલી અસરકારક રહેશે તે ચોક્કસ કહી શકાય નહીં પરંતુ ચોક્કસ સમય સુધી તેની સામે પ્રતિકાર થઇ શકે છે. એક વખત લીધા પછી તેના બીજા ડોઝ છ મહિને કે વર્ષે ફરી લેવા પડી શકે છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. આથી એવા લોકોના મોતિયા મરી ગયા કે જે એવું કહીને ડંફાસ મારતા હતા કે એક વખત રસી લીધા બાદ કોરોના ક્યારે આવશે જ નહીં.

image source

ગુજરાત સરકારે કોરોના રસી માટે જે ટાસ્ક ફોર્સ બનાવી છે તેના જ એક સભ્ય ડો. નિશ્ચલ ભટ્ટે સમગ્ર માહિતી આપી હતી અને વાત કરતાં જણાવ્યું કે આ રસીના ઉત્પાદકો જ કાયમી રોગપ્રતિકારક શક્તિ મળે તેવું કહેતાં નથી. તેમના જણાવ્યા પ્રમાણે એક વાર રસીના બે ડોઝ લીધાં પછી પહેલા ડોઝ લીધાને 42 દિવસે પ્રતિકારકશક્તિ પ્રાપ્ત થાય છે, પરંતુ તેની અસર છ મહિના અથવા તો વર્ષ સુધી જ રહે છે.

image source

આથી ડો. નિશ્ચલ ભટ્ટે એવું કહ્યું કે શક્ય છે કે ફરી અમુક અંતરે રસી લેતાં રહેવું પડે. હાલ જે રસી છે તે વેક્ટર અને એમઆરએનએ પ્રકારની રસી છે અને તેની અસરો ચકાસવી પડશે કે કઈ રીતે તેનો ડોઝ અસર કરે છે. તેમજ તેને ફરીથી લેવી પડશે કે પછી એક જ વખતમાં કોરોના સામે જંગ જીતી શકાય છે. એ જ રીતે જો કેવી તૈયારી ચાલી રહી છે એના વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગાંધીનગર અને રાજકોટમાં કોરોના રસીકરણને લઇને તૈયારીઓની ચકાસણી માટે ડ્રાય રન સોમવાર અને મંગળવારે હાથ ધરાયો હતો. જેમાં સોમવારે વહીવટી કામગીરી અને મંગળવારે રસીકરણને લગતી તબીબી કામગીરીનું મોકડ્રીલ થયું હતું જે નિર્વિઘ્ને પૂર્ણ થયું છે.

image source

હાલમાં ગુજરાતની પરિસ્થિતિ પ્રમાણે જો વાત કરીએ તો રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4295 એ પહોંચ્યો છે. જ્યારે 999 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 94.12 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 53,389 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

image source

જિલ્લા પ્રમાણે માહિતી મળી રહી છે કે અમદાવાદ કોર્પોરેશન 163, સુરત કોર્પોરેશન 120, વડોદરા કોર્પોરેશન 101, રાજકોટ કોર્પોરેશન 67, સુરત 36, વડોદરા 29, દાહોદ 28, રાજકોટ 24, કચ્છ 23, મહેસાણા 21, ભરૂચ 18, પંચમહાલ 18, ખેડા 15, ગાંધીનગર 13, ગાંધીનગર કોર્પોરેશન 11, બનાસકાંઠા 10, સાબરકાંઠા 10, આણંદ 9, જુનાગઢ કોર્પોરેશન 8, અમદાવાદ 7, ભાવનગર કોર્પોરેશન 7, મહીસાગર 7, પાટણ 7, જામનગર કોર્પોરેશન 6, અમરેલી 5, જુનાગઢ 5, નવસારી 5, અરવલ્લી 4, ગીર સોમનાથ 4, સુરેન્દ્રનગર 4, ડાંગ 3, દેવભૂમિ દ્વારકા 3, મોરબી 3, નર્મદા 3, જામનગર 2, પોરબંદર 2, બોટાદ 1, તાપી 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

image source

કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 7 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 3 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન, સુરત, બોટાદ અને બનાસકાંઠામાં 1-1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4295એ પહોંચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત