જોઇ લો આ વિડીયોમાં જેમાં હાથી બેસી જાય છે કારના બોનેટ પર અને પછી….

રસ્તા પર જતી કારના બોનેટ પર બેસી ગયો હાથી, કારની હાલત જોવા જુવો વિડિઓ.

image source

તમે કાર લઈને ક્યાંક ફરવા જાવ છો અને રસ્તામાં તમને હાથીઅથવા તો કોઈ જંગલી પ્રાણી મળે અને તે તમારી કારના બોનેટ પર બેસી જાય તો તમારી કારની હાલત કેવી થાય? બસ હાલમાં જ એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે. વિડિઓ ક્યાંનો છે તે જાણવા નથી મળ્યું પણ તેમાં એક હાથી કારના બોનેટ પર બેસવાની કોશિશ કરે છે. એક મિનિટ કરતા પણ ઓછી સેકન્ડનો આ વિડિઓ તમને જણાવશે કે એક હાથી તમારી કારની કેવી હાલત કરવા સક્ષમ છે.

image source

આ વિડિઓ ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ લોકોને હેરાન કરી રહ્યો છે. દુનિયામાં ઘણા બધા લોકો એવા રસ્તા પરથી પસાર થાય છે જ્યાં તેમનો ભેટો જંગલી પ્રાણીઓથી થઇ જાય છે. આ વીડિયો પણ એક આવી જ ઘટનાનો છે. તેમાં એક કાર ચાલક હાથીને જોઇને ગાડી ઉભી રાખી દે છે. પરંતુ તેને બિલકુલ અંદાજો નહોતો કે હાથી ત્યાંથી ચુપચાપ નીકળી જવાની જગ્યાએ ગાડીમાં રસ દેખાડશે. જી હા હાથી કાર પર પોતાનો એટલું દબાણ કરે છે કે કારનું બોનેટ કચકડાની જેમ તૂટી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થયો છે.

રસ્તા પર કાર ઉભી રહી જાય છે અને તેના આગળના ટાયર પર હાથી પોતાનો એક પગ મૂકી દે છે. તે એકદમ જોરથી ગાડીને હચમચાવી દે છે. ત્યારબાદ તે કારના બોનેટની તરફ આગળ વધે છે અને તેના પર બેસી જાય છે. હાથીના ભારથી ગાડી આગળની બાજુએ ઝૂકી જાય છે. પરંતુ હાથી આટલાથી સંતુષ્ટ થતો નથી તે ગાડીના બોનેટ પર એક પગ મૂકીને ઉભો રહી જાય છે. કાર દબાવા લાગે છે. કારનો કેટલો હિસ્સો તૂટી જાય છે. ત્યારબાદ જેવી તક મળે છે તે તરત જ કારને રિવર્સમાં લઇને કારચાલક ત્યાંથી ભાગવામાં સફળ થાય છે. આ વીડિયો કયારે અને કયાં શૂટ થયો છે તેની કોઇ માહિતી નથી.

image source

હાથી અને તેનું ટોળું ક્યારેક આવી રીતે રસ્તે નીકળતા લોકો પર હુમલો કરી બેસે છે. ત્યારે ત્યાંથી શાંતિ પૂર્વક અને સાવધાની પૂર્વક નીકળી જવું જ હિતાવહ રહે છે. વિડીઓમાં દેખાય તે મુજબ એક હાથી તમારી લાખોની કારને રમકડાં જેવી બનાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત