પ્રેમિકાએ પ્રેમીની પોલીસ ફરિયાદ કરી અને પછી પોલીસની હાજરીમાં જ લગ્ન પણ કર્યા, પૂરી ઘટના તો જાણો કેવી ફિલ્મી છે

પ્રેમિકાએ પ્રેમીની પોલીસ ફરિયાદ કરી અને પછી પોલીસની હાજરીમાં જ લગ્ન પણ કર્યા, જાણો કારણો

image source

બિહારના કૈમૂર જિલ્લામાં એક સોશિયલ મીડિયાને લગતો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આજકાલ સોશિયલ મીડિયામાં એકબીજાના પ્રેમમાં પડવું એ સામાન્ય બાબત બની ચુકી છે. આવા સમયે બિહારની આ ઘટના એની સાબિતી છે. અહી યુવક અને યુવતીની સૌપ્રથમ ફેસબૂક પર મિત્રતા થઇ હતી અને પછી વાતચીત શરૂ થઇ.

image source

આ સબંધે પ્રેમનું સ્વરૂપ લીધું હતું જે સમય સાથે શરીરક સબંધોમાં પણ ફેરવાયું હતું. જો કે બંને એકબીજાને ચાહતા હતા પણ યુવતીએ જયારે લગ્ન માટે કહ્યું ત્યારે યુવક ફરી ગયો હતો. જો કે ગુસ્સે થયેલી યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસ દ્વારા યુવકની ધરપકડ થયા પછી પોલીસ સ્ટેશનમાં સ્થિતિ મંદિરમાં એમના લગ્ન કરાવવામાં આવ્યા હતા.

ફેસબૂકમાં થયો હતો પ્રેમ

image source

બિહારના આ યુવક અશોક અને યુવતી કાજલને ફેસબૂકમાં પ્રેમ થયો હતો અને એ લોકો એકબીજા સાથે વાત પણ કરતા હતા. અશોકે કાજલ સાથે લગ્ન કરવાની ખોટી ખોટી વાત કરી અને અનેક દિવસ સુધી કાજલ સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. બંને જણા એકબીજા સાથે ખુશ હતા. પણ જ્યારે કાજલે લગ્ન કરવા દબાણ કર્યું, તો અશોક પોતાની વાતથી ફરી ગયો હતો અને એણે ત્રણ મહિના સુધી કાજલ સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું.

મહિલા પોલીસ સ્ટેશન ભભુઆમાં ફરિયાદ કરી

image source

લગ્ન કરવા તૈયાર ન થયેલા અશોક વિરુદ્ધ કાજલે ગુસ્સે થઈને મહિલા પોલીસ સ્ટેશન ભભુઆમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે અશોકે લગ્નનું કહીને પોતાની સાથે શારીરિક સંબંધ બનાવયા હતા. આ લેખિત ફરિયાદના આધારે પોલીસે આરોપી અશોકની ધરપકડ કરી હતી અને ત્યારબાદ સ્ટેશનમાં જ સ્થિત મહા કોટેશ્વર મંદિરમાં બંનેના પરિવારની હાજરીમાં એમના લગ્ન કરાવ્યા હતા.

યુવકે વાત કરવાનું બંધ કરી દીધું

image source

કૈમૂર જિલ્લાના રામગઢ ચોકી વિસ્તારના મસુહારી ગામની રહેવાસી કાજલ કુમારીનું ફેસબૂક એકાઉન્ટ હતું. ફેસબૂક પર જ કાજલને રોહતાસમાં રહેતા અશોક સાથે સબંધ બંધાયો. પહેલા વાતચીત અને પછી આ વાતચીત પ્રેમમાં બદલાઇ હતી. પ્રેમમાં પડેલા આ યુવક અને યુવતી છૂપાઇને એકબીજાને મળવા લાગ્યા. આ દરમિયાન એમણે એકબીજાને લગ્નના બંધનમાં બંધાવાનું પણ નક્કી કર્યું હતું. અશોકે આ દરમિયાન પ્રેમના કારણે ફાયદો ઉઠાવી કાજલ સાથે અનેક વખત શારીરિક સંબંધ પણ બનાવ્યા હતા. પણ કાજલે જ્યારે લગ્ન કરવા માટે અશોક પર દબાણ કર્યું તો અશોક લગ્નની વાતથી ફરી ગયો હતો. એણે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું.

પોલીસ સ્ટેશનમાં જ એમના લગ્ન થયા

image source

આપને જણાવી દઈએ કે ઓગસ્ટ 2019માં આ બંને વચ્ચે ફેસબૂક દ્વારા મિત્રતા થઇ હતી. જો કે હવે 3 મહિનાથી કાજલ તરફથી લગ્નનું કહેવાતા અશોકે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આ મામલે કૈમૂરના એસપી દિલનવાઝ અહમદે જણાવ્યું હતું કે, ‘યુવક અને યુવતી એકબીજાના પ્રેમમાં હતા. યુવક લગ્ન કરવા ઇચ્છતો ન હતો. જો કે યુવક અને યુવતી બંને બાલિક છે.

image source

પોલીસે બંને સાથે મિલાપ કરાવી પોલીસ સ્ટેશનમાં જ લગ્ન કરાવી દીધા હતા.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત