ફેસબુકને પાછળ પાડી વિશ્વમાં વધી TikTokની લોકપ્રિયતા, જાણો કોણ છે બીજા સ્થાન પર…

ભારતમાં બેન કરવામા આવેલી સોશિયલ મિડિયા એપ્લિકેશન ટિકટોકે વિશ્વસ્તર પર એક મોટો રેકોર્ડ સર્જ્યો છે. વર્ષ 2020માં ટિકટૉક વિશ્વની સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલી એપ બની ગઈ છે. તેની સાથે સાથે ટિકટૉકે સોશિયલ મડિયા પ્લેટફોર્મ ફેસબુકને પણ પાછળ પાડી દીધું છે. ફેસબુક ગયા વર્ષે નંબર વન પર હતું. જોકે આ વર્ષે ટિકટોકે ત્રણ પગથિયાની છલાંગ લગાવીને ટોપ પર પહોંચી ગયું છે.

TikTok became most Downloaded app in 2020 Facebook whatsapp App Annie
image source

આ વર્ષે વૈશ્વિક સ્તર પર ટીકટૉકે આ કારનામું કરી બતાવ્યું છે. 2020માં વૈશ્વિક સ્તર પર ટીકટૉક સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલી એપ બની ગઈ છે. મોબાઈલ એપ એલિટિક્સ ફર્મ App Annieના અહેવાલ પ્રમાણે ટીકટૉક આ વર્ષે એન્ડ્રોઇડ અને આઈઓએસ બન્ને પર સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલી એપ્લિકેશન છે. તેવામાં ચીનની આ મોબાઈલ એપની વિશ્વસ્તર પર લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકાય છે.

એક્ટિવ યુઝરમાં થઈ શકે છે વધારો

image source

ભારમતાં હાલમાં જ ટિકટૉક પર પ્રતિબંધ લગાવવામા આવ્યો હતો. ભારત સરકારનું કહેવું હતું કે ટિકટૉક ભારતની આંતરિક સુરક્ષા માટે જોખમી છે. જો કે વિશ્વમાં ટિકટૉકનો ઉપયોગ ખૂબ વધારે કરવામા આવી રહ્યો છે. આ એપ દ્વારા શોર્ટ વિડિયો બનાવી શકાય છે. તે ઉપરાંત એપ એનીએ સંભાવના વ્યક્ત કરી છે કે ટિકટોક વર્ષ 2021માં 1 અરબ માસિક સક્રિય ઉપયોગકર્તાઓના આંકડાને પણ પાર કરી શકે છે.

બીજા સ્થાન પર છે ફેસબુક

image source

તેની સાથે સાથે જ ટિકટોકે ફેસબુકને પાછળ પાડી દીધું છે અને આ વર્ષે સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલી એપ બની ગઈ છે. તે વિશ્વ સ્તર પર ટિકટૉક પછી ફેસબુક સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલી બીજી એપ્લીકેશન બની ગઈ છે. ત્યાર બાદ ત્રીજા નંબર પર વ્હોટ્સએપ છે.

ફેસબુકને ચીનમાં બેન કરવામાં આવેલ છે

image source

ભારત સરકારે માત્ર ટીકટૉક જ નહીં પણ ચીનમાં બનેલી ઘણી બધી એપ્લિકેશનન પર પ્રતિબંધ મુક્યો છે. જોકે તમને જણાવી દઈએ કે ટીકટોકને યુ.એસ.એમાં બેન કરવામાં નથી આવી પણ બીજી બાજુ ફેસબુક એપ્લિકેશનને ચીનમાં બેન કરવામાં આવી છે. પણ જો તેના પર ચીનમાં પ્રતિબંધ ન હોત તો બની શકે કે ફેસબુક ટીકટોક કરતાં વધારે આગળ હોય. આવી જ રીતે ચીનમાં વિદેશની ઘણી બધી એપ્લિકેશન બેન રાખવામાં આવી છે.

image source

આમ તે તો પોતાની એપ્લિકેશન વિદેશમાં કરોડોની સંખ્યામાં યુઝર્સ ઉભા કરી રહી છે પણ વીદેશી એપ્લિકેશનને ભાગ્યે જ પોતાના દેશમાં પ્રવેશવા દે છે. માટે તેમના યુઝર્સ વિદેશી એપ્લિકેશનને મળી શકતા નથી અને આ જ રીતે ટીકટોક વિશ્વની સૌથી વધારે ડાઉનલોડ થયેલી એપ્લિકેશન બની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત