શું ચાઈનીઝ સૈનિકોએ ભારતીય જવાનોને ઢોર માર માર્યો હતો? જાણી લો આ તસવીરો પાછળની હકીકત વિશે તમે પણ

ચાઈનીઝ સૈનિકોએ શું ભારતીય જવાનોને ઢોર માર માર્યો હતો ? તસ્વીરો જોઈ તમે પણ ગુસ્સાથી લાલચોળ થઈ જશો – પણ શું આ તસ્વીર હકીકત વર્ણવે છે ખરી ?

image source

ભારત-ચીન સરહદ પર ગલવાન વેલીમાં થેયલા વીવાદના કારણે 20 ભારતીય સૈનિકોના મૃત્યુ થઈ ગયા. 18 જૂનના રોજ ચીને 10 ભારતીય જવાનોને છોડ્યા હતા જેમાંના એક લેફ્ટેનન્ટ કર્નલ છે અને બીજા 3 મેજરનો સમાવેશ થાય છે. આ હૂમલાને લઈને સોશિયલ મિડિયા પર લોકો ભારે ગુસ્સે થઈ રહ્યા છે. પણ લોકો ફેક ન્યૂઝ શેર કરવામાંથી ઉંચા નથી આવતા. હવે ફેસબુક, ટ્વિટર પર એક ઘાયલ સૈનિકની તસ્વીર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરને વ્યાપમ સ્કેમને જાગૃત કરનારા આનંદ રાયએ ટ્વિટર પર શેર કરી છે.

ડો. આનંદ રાયએ એક સૈનિકની તસ્વીર ટ્વીટ કરી છે જેની પીઠ પર ઘણી બધી ઇજાઓ થઈ છે. તસ્વીર ટ્વીટ કરતા રાયે લખ્યું છે, ‘આ તે સૈનિક છે જેણે ગલવાન વેલીમાં ચાઈનીઝ સૈનિકોની બર્બરતાનો સામનો કર્યો છે. તેના સંપૂર્ણ શરીર પર નખથી ઈજાઓ પહોંચાડવામાં આવી છે. આ જવાન સંપૂર્ણ રીતે નિશસ્ત્ર હતા પણ તેમ છતા તેમણે ચાઈનીઝ સૈનિકેનો સામનો કર્યો. સૈન્યને હથિયાર ઉઠાવતા કોણે રોક્યા હતા.’

image source

શું દાવો કરવામાં આવી રહ્યો છે ?

તસ્વીર શેર કરીને દાવો કરવામાં આવ્યો છે, ચાઈનીઝ સૈનિકોએ આપણા સૈનિકોને ભારે ઇજા પહોંચાડી છે. તસ્વીરમાં હાજર વ્યક્તિની પીઠ ઇજાઓથી ભરેલી છે. આ તસ્વીર ત્યાર બાદ શેર થવા લાગી જ્યારે ચાઈનીઝ સૈનિક દ્વારા ભારતીય જવાનોને નખ મારવાનો દાવો કરવામાં આવ્યો.

image source

હકીકત શું છે ?

તસ્વીરની જ્યારે ગુગલ પર રિવર્સ ઇમેજ સર્ચ કરવા પર જાણવા મળ્યું કે આ તસવીર 2016માં કોઈ બ્લોગ પર પોસ્ટ કરવામાં આવી હતી. જો કે તે તસ્વીરના ઓથેંટિક યુઝર અને સ્થાનની પુષ્ટી હજુ સુધી થઈ શકી નથી. પણ એટલું તો પાક્કું છે કે આ તસ્વીર તાજી નથી અને કેટલાએ વર્ષોથી ઇન્ટરનેટ પર હાજર છે.

image source

ફેક્ટ ચેક કરતાં જાણવા મળ્યું કે આ તસ્વીર પાછળની હકિકત ભલે ગમે તે હોય પણ આ તસ્વીર 2016ની છે. આ રીતે ડો. રાયે તસ્વીરે સાથે જે દાવો કર્યો છે કે આ હાલના ભારત-ચીન વિવાદથી સંબંધિત તસ્વીર છે, તે ખોટો સાબિત થાય છે. ભારત-ચીન વિવાદને લઈને સોશિયલ મિડિયા પર ઘણા બધા ફેક દાવાઓ થઈ રહ્યા છે.

ચીન અને ભારતીય સૈનિકે વચ્ચે લોહીયાળ સંઘર્ષમાં કર્નલ સંતોષ બાબુ પણ શહીદ થઈ ગયા છે. સોશિયલ મિડિયા પર તેમને શ્રદ્ધાંજલી આપતી એબીપી કાર્યકર્તાની બહેનની આ તસ્વીર શહીદની દીકરીના દાવાની સાથે વાયરલ કરવામાં આવી હતી. પણ વાસ્તવમાં તે ફેક દાવો હતો.

image source

રાહુલ, પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાની ચાઈનીઝ મહેમાનો સાથે એક તસ્વીર સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવી હતી. આ તસ્વીર સાથે ચીન સાથે ગાંધી પરિવારની મિલીભગત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે ફેક્ટ ચેક બાદ જાણવા મળ્યું કે વાયરલ ફોટો 2017નો છે. 2008માં કોંગ્રેસના તત્કાલીન જનરલ સેક્રેટરી રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીની હાજરીમાં બીજિંગમાં ચીનના ઉપરાષ્ટ્રપતિ સાથે મેમોરેંડમ ઓફ અન્ડર્સ્ટેન્ડિંગ પર સાઈન કર્યા હતા.

image source

ગાંધી પરિવાર ચાઈનીઝ નેતાઓને 2008માં મળ્યા હતા, તે દાવો સાચો છે પણ જે તસ્વીર શેર કરવામાં આવી હતી તે 2017ની હતી અને ત્યારે લેવામાં આવી હતી જ્યારે દેશમાં ચાઈનીઝ ફૂડ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો.

Source: Asianetnews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત