Site icon News Gujarat

કોરોના કાળમાં શાકભાજી, ફળ અને દૂધના પેકેટને આ રીતે કરો સ્વચ્છ, જાણો કામની ટિપ્સ, નહિં તો આવી જશો કોરોનાની ઝપેટમાં..

કોરોના વાયરસના પ્રકોપથી આ સમયે આખો દેશ પરેશાન છે. આ સમયે લોકોને ફરજિયાત રૂપે માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે. ત્યારે સરકાર લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપે છે. અનેક જગ્યાઓએ લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું છે.

image source

માત્ર જરૂરી સામાન લેવા માટે જ લોકોને ઘરની બહાર આવવું જોઈએ. લોકોથી સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા લોકો શાકભાજી, કરીયાણું, દૂધ જેવી ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર આવે તે ઇચ્છનીય છે. પરંતુ શું આ જીવન જરૂરી ચીજવસ્તુઓ સાથે કોરોના વાયરસ તમારા ઘરમાં પ્રવેશ કરી શકે છે ?

image source

આ સમયે દેશમાં જે હાલત છે તેના લીધે જરૂરી ચીજવસ્તુઓ સાથે તમારા ઘરમાં કોરોના વાયરસ પ્રવેશી શકે છે. એ સિવાય આ ચીજવસ્તુઓ આપનાર વ્યક્તિ પણ કોરોના સંક્રમિત થઈ શકે છે. ત્યારે આ આવશ્યક ચીજવસ્તુઓ ઘરમાં લાવ્યા બાદ તેની સાફસફાઈ કરવી ઘણી જ જરૂરી છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને બહારથી લાવેલ શાકભાજી અને ફળોને સાફ કરવા માટે અમુક કારગર ટિપ્સ જણાવી રહ્યા છીએ.

કોરોના કાળમાં બહારથી લાવેલ ફળ અને શાકભાજી આ રીતે કરો સાફ

image source

– ફળો અને શાકભાજીને એક મોટા વાસણમાં પાણી ભરી તેમાં એક એક કરીને વારાફરતી ધુઓ. એ સિવાય તમે નળ ચાલુ કરીને તેના પાણીથી પણ એક એક કરીને શાકભાજી અને ફળ ધોઈ શકો છો.

image source

– જણાવી દઈએ કે ફળો અને શાકભાજીને ધોયા માટે કોઈપણ પ્રકારના કેમિકલ જેવા કે ક્લોરીન, આલ્કોહોલ, ડિસઇન્ફેક્ટેન્સનો ઉપયોગ ન કરવો. એ સિવાય ફળો અને શાકભાજી ધોવા માટે સાબુ કે ડિટરજન્ટ પાવડરનો ઉપયોગ ન કરવો કારણ કે તેનો ઉપયોગ માણસ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને તેના કારણે માણસ બીમાર પણ પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version