Site icon News Gujarat

આ ફેશનેબલ કબૂતરોના જીવન પર થાય છે લાખોનો ખર્ચ, વાંચો આ લેખ અને જાણો તમે પણ

કેટલાક લોકો તેમના પાલતુ પ્રાણીઓ પાછળ પાગલ હોય છે. તેમને સારી સુવિધાઓ, ખોરાક આપે છે. તેઓ તેમના પર ખુબ જ પ્રેમ વરસાવે છે. લિંકન શાયર માં રહેતી એક છોકરી મેગી જોહ્ન્સન પણ તેમાંથી એક છે. તે તેના બે કબૂતરો પર દર મહિને ત્રીસ હજાર થી ચાલીસ હજાર રૂપિયા ખર્ચ કરે છે. એટલું જ નહીં, તેના કબૂતર પણ ખૂબ ફેશનેબલ છે. તેમનું વોર્ડરોબ જોઈને કોઈ પણ તેમના પર ઈર્ષા કરી શકે છે.

વૈભવી લાઈફ જીવે છે કબૂતર :

image soucre

મેગી જોહ્ન્સન પ્રાણીઓ અને પક્ષીઓ ને ખૂબ પ્રેમ કરે છે. તેને થોડા સમય પહેલા બે ઘાયલ કબૂતરો મળ્યા હતા. તે તેને ઘરે લઈ આવી અને તેની ખૂબ કાળજી લીધી. બાદમાં તેણે તેમનું નામ સ્કાય અને મૂસ રાખ્યું. તે બંને માટે ડિઝાઇનર ડ્રેસ બનાવે છે અને તેમના પર હજારો રૂપિયા ખર્ચ કરે છે.

અત્યાર સુધી ખર્ચ્યા લાખો રૂપિયા :

image soucre

મેગી આ કબૂતરો ની ખરીદી, ખોરાક અને અન્ય સુવિધાઓ પર દર મહિને લગભગ ચાલીસ હજાર રૂપિયા ખર્ચ કરે છે. તેના કપડામાં સારું કલેક્શન છે. જેમાં કબૂતરો ના સુંદર ડિઝાઇનર ડ્રેસ છે. તેણે અત્યાર સુધીમાં આ કબૂતરો પર લાખો રૂપિયા ખર્ચ્યા છે.

દરરોજ ફરવા લઈ જાય છે :

image soucre

મેટ્રો યુકે ના એક રિપોર્ટ અનુસાર, ત્રેવીસ વર્ષીય મેગી કબૂતરો ની સંભાળ અંગે ખૂબ જ સાવધ છે. તે તેમના આરામ ની સંપૂર્ણ કાળજી લે છે. તેણી તેમને નિયમિત ધોરણે ફરવા પણ લઈ જાય છે.

કબૂતર પાસે છે અલગ બેડરૂમ :

image soucre

તમને સાંભળી ને નવાઈ લાગશે કે મેગીએ આ કબૂતરો માટે અલગ બેડરૂમ પણ બનાવ્યો છે. તેમના માટે સોફ્ટ રમકડાં છે જેથી કબૂતરો તેમની સાથે રમી શકે. મેગી તેના કબૂતરોનું ખુબ સારી રીતે ધ્યાન રાખે છે.

ઘાયલ હાલતમાં જમીન પર પડેલા મળી આવ્યા હતા :

image soucre

મેગી ને આ બે કબૂતરો ઘાયલ હાલતમાં ક્યાંક પડેલા મળ્યા હતા. ત્યાર થી તેણે તેમની ખૂબ કાળજી લીધી. તેમને ઘણા અઠવાડિયા સુધી ટ્યુબ ની મદદથી ખાવાનું ખવડાવ્યું. આમાંથી મૂસ નામના કબૂતરને માત્ર એક જ આંખ છે. મેગી કહે છે કે આવી પરિસ્થિતિમાં તેના માટે બહાર ઉડવું સલામત નથી. મેગી પાસે પણ આ જ રીતે બચાવેલ એક કૂતરો પણ છે.

Exit mobile version