પિતા પણ આટલા ક્રુર બની શકે ખરા, જાણો 8 વર્ષના દિકરા સાથે ક્રુર પિતાએ શું કર્યુ..

ક્યારેય સાંભળ્યુ છે કે એક પિતા પોતાના દિકરા સાથે માનવતા ભૂલીને આવુ ક્રુત્ય કરી શકે! જાણો આ કિસ્સા વિશે

એક તરફ દેશમાં કોરોનાને લઈ મહામારી ચાલી રહી છે અને એવામાં કંઈ રીતે બચી શકાય તે માટે તમામ લોકો પ્રયત્ન કરી રહ્યાં છે ત્યારે એવી ઘટનાઓ સામે આવે છે જે ખરેખર ચિંતાજનક છે. કોઇ પિતા ક્યારેય પોતાના સંતાનને મારી નાંખે એવું શક્ય છે! મધ્યપ્રદેશના બાલાઘાટમાં હૃદયને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ માસૂમ દીકરાની હત્યા કર્યાં પહેલા પિતા તેને બજારમાં લઇ ગયો હતો. આરોપીની મોટી દીકરીનો જન્મદિવસ હતો તો કેક લેવાના બહાને આરોપી પિતા દીકરાને સાથે લઇ ગયો.

image source

પહેલા તેણે દીકરાના બંને હાથ બેલ્ટથી બાંધી દીધા ત્યાર બાદ માસૂમ દીકરાને નદીમાં ડૂબાડીને મારી નાખ્યો. ઘટના બાદ હત્યારો પિતા પહેલા તેના ઘરે ગયો અને દીકરાને નદીમાં ડુબાડી દેવાની વાત કરી. ત્યારબાદ પિતા ખુદ પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને દીકરાની હત્યાનો ગુનો કબૂલ કરતા પોલીસને જણાવ્યું કે, મેં મારા દીકરાને નદીમાં ફેંકીને મારી નાખ્યો અને વંશ ખતમ કરી નાખ્યો. જ્યાં એક પિતાએ તેમના જ ૮ વર્ષના માસૂમ દીકરાના બંને હાથ બાંધીને વૈનગંગામાં ડુબાડી દીધો.

ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ કબ્જે કર્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. દીકરી ઘરે કેકની રાહ જોતી હતી પરંતુ ત્યાં તો સમાચાર મળ્યાં કે તેનો ભાઇ હવે આ દુનિયામાં નથી. મોતના સમાચાર મળતાં જ ઘરમાં આઘાત અને મૌન છવાઇ ગયો હતો. પરિવાર પર દુ:ખના વાદળ છવાઇ ગયા હતાં. માસૂમની યાદમાં પરિવારના આંસુ રોકાતા નહોતા. બીજી તરફ પોલીસે આરોપીને ધરપકડ કરી લીધી છે.

image source

આરોપીએ જણાવ્યું કે, તેની પાસે કોઇ કામ નથી. તેથી તેના વંશને ખતમ કરી દીધો. આરોપીના દીકરાનો જન્મદિવસ હતો અને કેક લાવવાના બહાને દીકરને સાથે લઇ ગયો અને હાથ બાંધીને તેને નદીમાં ડુબાડી તેની હત્યા કરી નાખી. બાલઘાટના ટીઆઇ ટાઉન ઇન્સ્પેક્ટર વિજય પરસ્તે જણાવ્યું કે, સુનિલ જાયસવાલ નામના આ શખ્સે તેના દીકરાને નદીમાં ડૂબાડીને મારી નાખ્યો. હાલ આરોપીની ધરપરક કરીને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

image source

આરોપી પિતાએ પોલીસ સમક્ષ ગૂના કબૂલ કરતા જણાવ્યુ હતું કે, તેની પાસે કોઇ કામ ન હોવાથી તે પરિવારનું ગુજરાન ચલાવવા માટે સક્ષમ ન હતો. આ કારણથી જ બાળકની હત્યા કરીને વંશને ખતમ કરી દીધો. તો આરોપીના પરિજનોએ આરોપી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, તે બેરોજગાર હોવાથી ખૂબ પરેશાન હતો અને સતત તણાવમાં રહેતો હતો. આ ડિપ્રેશનને લીધે તેના મગજમાં આવો વિક્રુત વિચાર આવતા આ આખી ઘટના બની અને એક નિર્દોષ માસૂમનો જીવ ગયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત