ફિલ્મોના એ અજીબોગરીબ ડાયલોગ જેને સાંભળીને દર્શકો હસ્યાં પેટ પકડીને, પણ છે સાવ અર્થ વગરના

ફિલ્મોના એ અજીબો ગરીબ ડાયલોગ જેને સાંભળીને દર્શકો હસ્યાં પેટ પકડીને, અર્થ વગરના છે આ ડાયલોગ.

હિન્દી સિનેમામાં ફિલ્મો તો ઘણી બને છે પણ દર્શકોને વર્ષોના વર્ષ એ ફિલ્મો યાદ રહે છે જેની વાર્તા સારી હોય. દમદાર કહાની, શાનદાર અભિનય, મજેદાર ગીત અને જબરદસ્ત ડાયલોગ દર્શકો ક્યારેય ભૂલી નથી શકતા. આ જ કારણ છે કે ડોન, શોલે, દિલવાલે દુલહનિયા લે જાયેંગે, રાંઝણાં જેવી ન જાણે કેટલી ફિલ્મોના ડાયલોગ આજે પણ લોકોને યાદ છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં એવી ફિલ્મો પણ બની છે જેના ડાયલોગ સાંભળીને દર્શકોનું માથું દુઃખી જાય. તો ચાલો તમને જણાવીએ એવી જ કેટલીક અજીબોગરીબ ફિલ્મી ડાયલોગ વિશે જેને સાંભળીને તમે હેરાન થઈ જશો.

આર રાજકુમા.

image source

શાહિદ કપૂર અને સોનાક્ષી સિન્હાની આ ફિલ્મના ફક્ત ગીતો જ અજીબોગરીબ નહોતા ડાયલોગ પણ માથાની ઉપરથી નીકળી જાય એવા હતા. આમ તો આ ફિલ્મમાં ઘણા ડાયલોગ ખૂબ જ અજીબ હતા પણ સૌથી અનોખો ડાયલોગ હતો “મેરી લાઈફ મેં દો ચીજે હે…પ્યાર, પ્યાર, પ્યાર યા માર માર માર.

પ્રિન્સ.

image source

વિવેક ઓબરોય ભલે હવે ફિલ્મોમાં ઓછા જ દેખાઈ રહ્યા હોય પણ એમને હિન્દી સિનેમામાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે. જો કે વિવેક ઓબરોયે શુ વિચારીને ફિલ્મ પ્રિન્સમાં કામ કર્યું હતું એ તો આજ સુધી કોઈને ખબર નથી. હા એના ડાયલોગ સાંભળીને દર્શકો જરૂર લાંબા સમય સુધી સદમામાં રહ્યા હતા. ફિલ્મનો સૌથી ભયાનક ડાયલોગ હતો “મેને ઉસકે દિલ કે હાર્ડ ડિસ્ક મેં ફરેબ કા વાયરસ પહેલે હી ડિટેકટ કર લિયા”

હિમ્મતવાલા..

image source

અજય દેવગન બોલિવુડના એક એવા કલાકાર છે જે પોતાની આંખોથી અભિનય કરે છે. એક્શનથી લઈને કોમડી સુધી દરેક પાત્રમાં અજય દેવગન એકદમ ફિટ બેસે છે. જો કે એમને ઘણી ફ્લોપ ફિલ્મો પણ આપી છે. એમાંથી એક હિમ્મતવાલા પણ છે. આ ફિલ્મના ફ્લોપ થવા પાછળ ઘણા કારણ છે પણ એક કારણ ફિલ્મનો આ ડાયલોગ પણ છે “દુનિયા વાલો મુજે ના દિખાઓ આઈના…નહિ તો મેં બોલ દુગા મેડ ઇન ચાઈના”

પ્રેમ રતન ધન પાયો.

image source

સલમાન ખાન અને સૂરજ બળજાતયાની જોડીએ હિન્દી સિનેમામાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે. આ ફિલ્મોને દર્શકોએ ખૂબ જ પ્રેમ પણ આપ્યો. જો કે વર્ષો પછી જ્યારે આ જોડી પ્રેમ રતન ધન પાયો લઈને આવી તો એમાં રાજશ્રી વાળી વાત ન દેખાઈ. એનું એક ઉદાહરણ તમે આ ડાયલોગથી જ સમજી શકો છો. “કિસી કે હાથ ચલતે હે તો કિસી કે પેર, હમારે દોનો ચલતે હે.

રેસ 3.

image source

સલમાન ખાન, અનિલ કપૂર, જેકલીન અને ડેઝી શાહ જેવા કલાકારો વાળી આ ફિલ્મ રેસ 3 પડદા પર મોટી ફ્લોપ સાબિત થઈ હતી. જો કે આ ફિલ્મ જો દર્શકોને યાદ રહી છે તો ડેઝી શાહના બે ડાયલોગને કારણે, કારણ કે એના પર જબરદસ્ત મીમ બન્યા હતા. અવર બિઝનેસ ઇસ અવર બિઝનેસ નન ઓફ યોર બિઝનેસ. ઉસે દિલ નહિ ડેલ ખોલકર દિખાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!