છાતી પર પથ્થર બાંધેલી હાલતમાં મળી એક લાશ… હત્યા કે આપઘાત તપાસ કરાઈ શરુ…

હાલ દેશભરમાં લોકડાઉન છે અને સાથે જ ચોતરફ કોરોના વાયરસની જ ચર્ચા છે. છેલ્લા થોડા દિવસોથી જાણે અપરાધ પણ થંભી ગયા હતા. પરંતુ આજે રાજકોટમાં એક એવી ઘટના બની છે જેણે પોલીસને પણ વિચારતી કરી દીધી છે કે લોકડાઉન વચ્ચે આ ઘટના કેવી રીતે બની….

રાજકોટના ન્યારી ડેમમાં એક લાશ તરતી હોવાની જાણ ત્યાંથી પસાર થતા વ્યક્તિને થઈ હતી. આ વ્યક્તિએ આ અંગે તુરંત જ પોલીસને જાણ કરી. પોલીસને જાણ થતાં જ પોલીસ કર્મી તેમજ ફાયર બ્રિગેડના જવાનો ન્યારી ડેમ પહોંચી ગયા.

image source

 

ફાયર બ્રિગેડના સ્ટાફએ ડેમમાંથી લાશને બહાર કાઢી. લાશ બહાર આવતાં જાણવા મળ્યું કે તેના ગળામાં એક દોરડું બાંધેલું હતું અને દોરડા સાથે એક ભારે વજનદાર પથ્થર છાતિના ભાગે બાંધી દેવામાં આવ્યો હતો. આ પુરુષની લાશ હતી અને તેની ઉંમર આશરે 55 હોવાનું અનુમાન હતું. પોલીસએ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે.

હાલ તો જે હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે તેને જોતાં અનુમાન લગાવવામા આવ્યું છે કે કોઈએ આ પુરુષની હત્યા કરી છે કારણ કે તે પાણીમાંથી બહાર ન આવે તે માટે તેની સાથે પથ્થર બાંધ્યો હોય શકે. જો કે હાલ આ પુરુષ કોણ છે તેની પણ ઓળખ સામે આવી નથી. પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે.