માત્ર 250 રૂપિયા સુશાંતની હતી પહેલી કમાણી, જાણો સખત મહેનત કરીને કઇ સાલમાં લીધી હતી ચંદ્ર પર જમીન

ધરતીથી ચંદ્ર સુધી સુશાંત, જ્યારે સ્ટાર બન્યો ત્યારે ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો.

image source

સુશાંતની આત્મહત્યાના સમાચાર સાંભળીને બોલિવૂડ સેલેબ્સ પણ ચોંકી ગયા છે. અક્ષય કુમારે ટ્વીટ કર્યું, ‘હું ખૂબ જ આઘાત પામ્યો છું અને મારે કહેવા માટે કંઈ નથી. મેં તેની છેલ્લી ફિલ્મ છીછોરે જોઈ હતી અને મેં તેના નિર્માતા સાજિદને કહ્યું હતું કે આ ફિલ્મ જોઈને મને ખુબજ મજા આવી છે. તે ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા હતો’

સુશાંત રાજપૂતના આકસ્મિક નિધનથી ચાહકો અને બોલિવૂડને ઘેરો આઘાત લાગ્યો હતો. તેણે પોતાના ફ્લેટમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. બિહારમાં જન્મેલા 34 વર્ષીય સુશાંતે બોલિવૂડમાં શરૂઆતમાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. તેની પહેલી કમાણી 250 રૂપિયા હતી. જ્યારે તે સ્ટાર બની ગયો ત્યારે તેણે ચંદ્ર પર માત્ર પ્લોટ જ ના ખરીદ્યો પરંતુ તેને જોવા માટે દૂરબીન પણ ખરીદ્યું હતું.

image source

સુશાંતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સ્ટ્રગલના દિવસોમાં તે છ લોકોની સાથે રૂમ શૅર કર્યો હતો. આ સમય દરમિયાન તેને એક નાટકમાં કામ કરવાના 250 રૂપિયા મળ્યાં હતાં. એક સમયે તે એક્સ્ટ્રા ડાન્સર તરીકે કામ કરતો હતો. શરૂઆતમાં ડાન્સર અને ત્યારબાદ મને નાના રોલ મળ્યા હતા.

શરૂઆતમાં ખુબજ સ્ટ્રગલ કર્યા બાદ થોડું થોડું કામ મળવાની શરૂઆત થઈ હતી. મુંબઈમાં ઘણાં વર્ષ સુધી સ્ટ્રગલ કર્યાં બાદ સુશાંતે 2008માં ટીવી પર પહેલો શો ‘કિસ દેશ મેં હૈં મેરા દિલ’ કર્યો હતો. જોકે, તેને ખરી ઓળખ 2009થી 2011માં આવેલા ટીવી શો ‘પવિત્રા રિશ્તા’થી મળી હતી. 2013માં સુશાંતે ‘કાઈ પો છે’ ફિલ્મ કરી હતી. ત્યારબાદ તેની કરિયર ધીમે ધીમે આગળ વધી હતી. કાઈ પો છે એક ગુજરાતના વ્યક્તિની કહાની હતી.

image source

સુશાંતની પહેલી ફિલ્મ બાદ તેને ધીમે ધીમે બીજા કામ મળવાના શરૂ થઈ ગયા અને તેની એક સફળ ફિલ્મ કહાની શરૂ થઈ હતી. આ બાદ તેને એક પેન્ટહાઉસ પણ ખરીદ્યું હતું. એક સમયે મુંબઈના મલાડમાં 2BHK અપાર્ટમેન્ટમાં રહેતા સુશાંતે 2015માં પાલી હિલમાં એક પેન્ટહાઉસ ખરીદ્યું હતું. તેણે 20 કરોડમાં આ પેન્ટ હાઉસ ખરીદ્યું હતું. સુશાંત પોતાના ઘરના લિવિંગ રૂમને ટ્રાવેલિંગ રૂમ કહેતો હતો. તેણે ઘરની દીવાલો પર પેઈન્ટિંગ્સથી લઈ એન્ટિક આઈટમ લગાવીને રાખી હતી. સુશાંતના ઘરમાં એક મોટું ટેલિસ્કોપ હતું, જેને તે ટાઈમ મશીન કહેતો હતો. તે અલગ અલગ ગ્રહો તથા ગેલેક્સીને ઘરમાં બેસીને જોતો હતો.

image source

સુશાંત સિંહ ફિલ્મમાં કરોડો રૂપિયા ફી લેતો હતો. સુશાંતે ‘એમ એસ ધોની’ તથા ‘કેદારનાથ’ જેવી હિટ ફિલ્મ આપી હતી. ‘પીકે’માં પણ તેણે કામ કર્યું હતું. હાલમાં સુશાંત પાંચથી સાત કરોડ રૂપિયા ફી લેતો હતો. ફિલ્મ ઉપરાંત તે જાહેરાત તથા સ્ટેજ શોમાં કામ કર્યું હતું. તેની છેલ્લી ફિલ્મ છિછોરે હતી.

સુશાંતના કાર કલેક્શનમાં 1.5 કરોડની લક્ઝૂરિયસ કાર હતી. તેની પાસે BMW બાઈક હતી. તેની કિંમત 25 લાખ રૂપિયા હતી.

image source

સુશાંતે 2018માં ચંદ્ર પર જમીન ખરીદી હતી. આ પ્લોટ ‘સી ઓફ મસકોવી’માં છે. નવાઈની વાત એ છે કે તે પોતાના પ્લોટ પર નજર રાખવા માટે એક દૂરબીન ખરીદ્યું હતું. તેની પાસે એડવાન્સ ટેલિસ્કોપ 14LX00 હતું. સુશાંતે આ જમીન ઈન્ટરનેશનલ લૂનર લેન્ડ્સ રજિસ્ટ્રી પાસેથી ખરીદી હતી.

સુશાંતે 25 જૂન, 2018માં આ પ્રોપર્ટી પોતાના નામે કરી હતી. જોકે, તેમાં અનેક આંતરરાષ્ટ્રીય સંધિ છે. આ પ્રમાણે, કાયદાકીય રીતે આના પર માલિકી હક મળી શકે નહીં, કારણ કે પૃથ્વીની બહારની દુનિયા માનવજાતિની છે અને તેમાં એક દેશ હકદાવો કરી શકે નહીં. સુશાંત પહેલો એવો એક્ટર હતો, જેણે ચંદ્ર પર જમીન ખરીદી હતી.

image source

આ ઉપરાંત સુશાંત સિંહ ખુબજ સફળ રહ્યો છે અને હાલમાં તેને ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે વિશે કોઈ ખ્યાલ નથી. અભિનેતાના મૃત્યુ પાછળનું કારણ કોઈને ખબર નથી. પોલીસ હાલમાં તેના મૃત્યુ પાછળનું કારણ શોધવામાં પડી છે. હાલમાં તો આત્મહત્યાનો કેસ દાખલ કરીને તપાસ આગળ વધારી રહી છે.

જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતની એક્સ મેનેજર દિશા સલિયાને થોડા દિવસો પહેલા આત્મહત્યા કરી હતી. સુશાંતે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં દિશા વિશે લખ્યું, ‘આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. દિશાના પરિવાર અને મિત્રો પ્રત્યેની મારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે. હાલમાં આ બન્નેના આત્મહત્યાના સમાચારે ફરી એકવાર સનસનાટી ફેલાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત