1 એપ્રિલથી પડશે મોંઘવારીનો માર, આ વસ્તુઓના ભાવમાં થશે તોતિંગ વધારો, જાણો ખિસ્સા પર કેટલો ભાર પડશે

1લી એપ્રિલે નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ જશે પણ નવા નાણાકીય વર્ષમાં સામાન્ય માણસને મોંઘવારીનો ભારે ઝટકો લાગવાનો છે. કારણ કે રોજબરોજના વપરાશમાં આવતી વસ્તુઓ મોંઘી થવાની છે. તો ચાલો જાણી લઈએ કઈ કઈ વસ્તુઓ 1લી એપ્રિલથી મોંઘી થઈ જશે.

દરેક પ્રકારના વાહનો થઈ જશે મોંઘા. મારુતિ સુઝુકી સહિત તમામ ઓટો કંપનીઓએ 1લી એપ્રિલ 2021થી કાર અને બાઇકની કિંમતમાં વધારાની ઘોષણા કરી છે.ભાવ વધારાની પાછળ ખર્ચો વધવાની વાત જણાવવામાં આવી રહી છે.મારુતિ સુઝુકી સિવાય Nissan અને રેનોની કાર પણ 1લી એપ્રિલથી મોંઘી થઈ જશે તો હીરોના ટુ વહીલરના ભાવ વધારવાની ઘોષણા કરી દીધી છે તો ખેડૂતોને પણ ઝટકો લાગવાનો છે કારણ કે ટ્રેક્ટરના ભાવ પણ વધી રહ્યા છે.

ટીવી થઈ જશે મોંઘું.

image soucre

1લી એપ્રિલથી ટીવીના ભાવ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ટીવીના ભાવ વધી રહ્યા છે. 1લી એપ્રિલ 2021થી ટીવીના ભાવ 2000 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધી વધે તેવી શક્યતાઓ છે. ચીનથી આયાત પર બેન પછી ટીવીની કિંમતમાં ઉછાળો આવ્યો છે.

મોબાઈલ ફોન થઈ જશે મોંઘા.

image source

1લી એપ્રિલથી મોબાઈલ પણ મોંઘા થઈ જશે. નાણાં મંત્રી નિર્મલા સિતારમણએ બજેટમાં ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાની ઘોષણા કરી હતી. જેમાં મોબાઈલ પાર્ટ્સ, મોબાઈલ ચાર્જર, એડોપટર, બેટરી અને હેડફોન વગેરે સામેલ છે. ઈંપોર્ટ ડ્યુટીમાં વધારા પછી પ્રીમિયમ રેન્જ સ્માર્ટફોન સૌથી વધુ મોંઘા થઈ જશે.

Ac થઈ શકે છે મોંઘાં.

image soucre

આ ગરમીમાં એસી અને રેફ્રિજરેટર ખરીદનારને ઝટકો લાગવાનો છે. નવા નાણાકીય વર્ષમાં એસી અને રેફ્રિજરેટરનો ભાવ વધવાનો છે. કંપનીઓએ રો મટીરીયલના ભાવમાં વધારો જવાબદાર ઠેરવ્યો છે. એસીનો ભાવ 1500થી લઈને 2000 રૂપિયા સુધી વધી શકે છે. ગયા મહિને માર્કેટમાં ઓપન સેલ પેનલનો ભાવમાં 35ટકાનો વધારો થયો છે.

હવાઈ મુસાફરી થઈ જશે મોંઘી.

image soucre

DGCAએ પહેલી એપ્રિલથી એર સિક્યોરિટી ફીમાં વધારાની ઘોષણા કરી છે. જેમાં હવાઈ મુસાફરી મોંઘી થઈ જશે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ભાડું ઓછામાં ઓછું 5 ટકા વધી જશે. ડોમેસ્ટિક યાત્રા કરનાર યાત્રીઓને એરપોર્ટ સિક્યોરિટી ફીના નામે 200 રૂપિયા અને વિદેશી યાત્રીઓએ 12 ડોલર આપવા પડશે.

ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં વધારાની શક્યતાઓ.

image soucre

વીમા કંપનીઓ 1લી એપ્રિલથી ટર્મ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ મોંઘું કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવા નાણાંકીય વર્ષ 2021- 22માં ટર્મ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમમાં 10થી 15 ટકા વધારો થઈ શકે છે. અસલમાં કોરોના સંકટ દરમિયાન કંપનીઓનો વીમા ખર્ચ ઘણો વધી ગયો છે.

યુપીમાં દારૂ થઈ જશે મોંઘો.

image soucre

ઉત્તરપ્રદેશમાં દારૂની કિંમત 1લી એપ્રિલ 2021થી વધી રહયા છે. ઉત્તરપ્રદેશમાં 1લી એપ્રિલથી નવું આવકારી સેશન શરૂ થશે જે હેઠળ હવે નવા ભાવે દારૂ વેચાશે. ખબરો અનુસાર રાજ્યમાં 1 એપ્રિલથી દેશી અને વિદેશી દારૂ મોંઘી થઈ જશે. રાજ્ય સરકારે બીજા દેશમાંથી આવતા એટલે કે ઇમ્પોર્ટડ દારૂ, સ્કોચ વાઈન અને વોડકાની પરમિટ ફી વધારી દીધી છે.

સ્ટીલની કિંમતમાં વધારાનો સંકેત.

image soucre

સ્ટીલ બનાવનારી કંપનીઓ ભાવ વધારવાની તૈયારીમાં છે. જેએસડબલ્યુ સ્ટીલ,જેએસપીએલ, એમ/એનએસ અને ટાટા સ્ટીલ હોટ રોલ્ડ કવાયલ એટલે કે એચઆરસીના ભાવમાં 4000 રૂપિયા ટનનો વધારો થઈ શકે છે. ડોમેસ્ટિક માર્કેટમાં રોમટિરિયલમાં ઝડપી વધારો અને ઓડિશામાં ઉત્પાદનમાં ઘટાડાના કારણે સ્ટીલના ભાવ વધી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : दैनिक भास्कर )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!