ગંગા નદીમાં અધધધ..લાશો વહેતા ગ્રામીણોમાં ભયનો માહોલ, યુપીના ગાઝીપુરમાં મોતનો કહેર, હજુ પણ કોરોના ગયો નથી..ધ્યાન રાખજો

ગાઝીપુર-બક્સર: ગંગા નદીમાં વહી રહી હતી 100 લાશો, ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોમાં ડર

સ્થાનિક લોકોને એ વાતની આશંકા છે ગંગા નદીમાં વહીને આવેલી લાશો કોવિડ સંક્રમિત દર્દીઓની છે. કોરોના સંક્રમણ (Coronavirus in India)ના વધતા કેસોની વચ્ચે બિહાર (Bihar) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં અનેક સંદિગ્ધ લાશો, ગંગી નદી (Ganga River)માં વહેતી જોવા મળી છે.

image source

બિહારના બક્સર પછી હવે યુપીના ગાઝીપુર ખાતે ગંગા નદીમાં ઢગલાબંધ લાશો તરતી જોવા મળતા હડકંપ મચી ગયો છે. જિલ્લાના ગહમર થાણા ક્ષેત્રના નરવા, સોઝવા, બુલાકીદાસ બાબા ઘાટ ખાતે ડઝનબંધ ડેડબોડી ગંગાકિનારે તરતી જોવા મળી છે. કરંડા વિસ્તારમાં પણ અનેક ઘાટ ખાતે નદીમાં શબ તરતા જોવા મળ્યા છે. નદીમાં ૧૧૦ શબો તરતા જોવા મળતા ગામડાંનાં લોકોમાં હડકંપ મચી ગયો છે.

સત્તાવાળાઓ દોડતા થઈ ગયા છે. આ શબો કોરોના સંક્રમિતોના હોવાની આશંકાથી ગ્રામીણો ભયભીત થઈ ગયા છે. ગાઝીપુરના ડીએમ એમ પી સિંહે કહ્યું હતું કે ઘટનાની માહિતી મળતા અમારા અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને તપાસ કરાઈ રહી છે. આ શબ ક્યાંથી આવ્યા તેની માહિતી મેળવવા ટીમ બનાવવામાં આવી છે. ચૌસા જિલ્લાના સત્તાવાળાઓને શંકા છે કે આ શબ યુપીથી ગંગામાં તરતા તરતા અહીં આવ્યા છે.

image source

હમીરપુરની યમુના નદીમાં પણ શબ તરતા મળ્યાં

આ અગાઉ હમીરપુર જિલ્લામાં યમુના નદીમાં પણ ઢગલાબંધ શબ તરતા જોવા મળ્યાં હતાં. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના દેહ નદીમાં વહાવી દેવાયા હોવાનું માનવામાં આવે છે. જો કે જિલ્લા અધિકારી જ્ઞાનેશ્વર ત્રિપાઠીએ કહ્યું હતું કે કોરોના સંક્રમિતનાં શબ પેક કરેલા હોય છે ત્યારે આ શબ પેક કરેલા નહોતાં.

image source

નદીમાં તરતી લાશોની રાજ્યો તપાસ કરાવે : કેન્દ્ર

નદીઓમાં લાશો તરતી મળ્યા પછી કેન્દ્રનાં જળશક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું છે કે રાજ્યોએ આવી ઘટનાઓની જાતે ગંભીર નોંધ લઈને તપાસ કરાવવી જોઈએ. ગંગામૈયાની નિર્મળતા અને શુદ્ધિ માટે મોદી સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે આવી ઘટનાઓ આઘાતજનક છે.

image source

મૃતદેહો મુદ્દે કડકાઈ કરવા રાજ્યોને કેન્દ્રનો આદેશ

કેન્દ્ર સરકાર દ્વારા નદીમાં કોરોનાગ્રસ્ત મૃતદેહો તરતા મળવા મુદ્દે નારાજગી જોવા મળી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે મોડી રાત્રે કેન્દ્ર સરકારે ગંગા અને યમુના નદીના કિનારે આવેલા રાજ્યોને આવા મૃતદેહો તરતા હોવા મુદ્દે કડકાઈથી કામ કરવાના આદેશ આપ્યા હતા. બીજી તરફ બિહાર અને યુપી વચ્ચે હજી પણ આ મૃતદેહો મુદ્દે આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે.

image source

આ દરમિયાન બિહારે ગંગેશ નજીક નદીમાં જાળ બાંધી દીધી હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન બક્સરના અનુમંડળ અધિકારી કે.કે. ઉપાધ્યાયે જણાવ્યું કે સરહદ પર લગાવવામાં આવેલી જાળની નજીક ઉત્તર પ્રદેશથી મંગળવારે બે અન્ય લાશ ગંગા નદીમાં વહીને આવી છે જેના અંતિમ સંસ્કારની વ્યવસ્થા સરહદ પર જ કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!