આજે અંગારક ચોથના દિવસે ગણેશજીની સાથે આ દાદાની ખાસ કરો પૂજા, થશે ધન લાભ અને ક્યારે નહિં પડે આર્થિક તકલીફ

2 માર્ચના રોજ મહા મહિનાના વદ પક્ષની અંગારક ચોથ છે. આજે મંગળવારના દિવસે આવેલી ચોથના કારણે તેને અંગારકી ચતુર્થી પણ કહેવામાં આવે છે. આજના દિવસે ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે.

સામાન્ય રીતે દર મહિનામાં બે ચતુર્થી આવે છે. બંને ચતુર્થી ભગવાન ગણેશને સમર્પિત હોય છે. શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચોથ કહેવાય છે જ્યારે કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટ ચોથ કહેવાય છે.

image source

અંગારકી ચોથના દિવસે ગણેશજીનું વ્રત અને પૂજા પાઠ કરવાથી ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. મંગળવારના દિવસે ગણેશજી સાથે હનુમાનજીની પૂજા કરવાથી પણ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત મંગળવાર મંગળ ગ્રહ સાથે સંબંધિત હોવાથી જેમની કુંડળીમાં મંગળ દોષ હોય તેમણે આજે આ ગ્રહની શાંતિ માટે પણ ઉપાય કરવા જોઈએ. તેનાથી લાભ થાય છે. વળી મંગળવારના દિવસે જ હનુમાનજીનો જન્મ થયો હોવાથી દર મંગળવારે હનુમાનજી સમક્ષ દીવો કરવાથી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ લાભ થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહએ નવ ગ્રહોના સેનાપતિ ચે. આ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી પણ છે. અંગારક ચોથના દિવસે ગણેશ પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે શિવલિંગ પર લાલ ફૂલ અને ગુલાલ ચઢાવવું જોઈએ. તેનાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે.

image source

અંગારક ચોથના યોગમાં મંગળ ગ્રહની શાંતિ માટે વિશેષ પૂજા પણ કરવમાં આવે છે. આ પૂજામાં ભાતનો ઉપયોગ થાય છે. જેમાં શિવલિંગને પકાવેલા ચોખા એટલે કે ભાતથી શણગારવામાં આવે છે અને પછી 108 વખત ઓમ અં અંગારકાય નમ : મંત્રનો જાપ કરવાનો હોય છે. આ દિવસે ગાયોને લીલું ઘાસ ખવડાવવાથી પણ લાભ થાય છે.

અંગારક ચોથને શુભ ફળ આપનાર બનાવવા માટે ઘરના મંદિરમાં કે ગણેશ મંદિરમાં જઈ ધૂપ-દીપ પ્રગટાવો. ગણેશજીને સિંદૂર, દૂર્વા અને જાસૂદનું ફૂલ ચઢાવી તેમની પૂજા કરી પ્રસાદ ધરાવો. આ સાથે જ શ્રી ગણેશાય નમ: મંત્રનો જાપ કરો. ગણેશજીને જનોઈ અચૂક ચઢાવવી. આ દિવસને વધુ ફળદાયી બનાવવા માટે ગણેશજીના 12 નામના પણ 108 વખત જાપ કરી શકાય છે. આ દિવસે વ્રત કરનારે આખો દિવસ અનાજ ગ્રહણ કરવું જોઈએ નહીં. માત્ર ફળાહાર કરવો અને સાંજે ગણેશજીની પૂજા કરી આરતી કરી પ્રસાદ ધરાવવો.

image source

ગણેશજીના 12 નામ

  • ૐ સુમુખાય નમઃ
  • ૐ એકદંતાય નમઃ
  • ૐ કપિલાય નમઃ
  • ૐ ગજકર્ણાય નમઃ
  • ૐ લંબોદરાય નમઃ
  • ૐ વિકટાય નમઃ
  • ૐ વિઘ્નનાશાય નમઃ
  • ૐ વિનાયકાય નમઃ
  • ૐ ધ્રૂમકેતવે નમઃ
  • ૐ ગણાધ્યક્ષાય નમઃ
  • ૐ ભાલચંદ્રાય નમઃ
  • ૐ ગજાનનાય નમઃ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ