ગરમીમાં શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે કરો આ ચીજનું સેવન, મળશે કમાલના ફાયદા

શરીરને સ્વસ્થ રાખવા માટે દરેક સીઝનમાં પાણીનું ખાસ મહત્વ ગણાવાયું છે. આ જરૂરિયાત ગરમીના દિવસોમાં વધી જાય છે. સ્વસ્થ વ્યક્તિને પણ ગરમીમાં 8-10 ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. અનેક એવા લોકો હોય છે જે જાણે છે કે પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાથી શરીરને મોટો ખતરો રહે છે. એવામાં લોકો પાણીની ખામી પૂરી કરવા માટે અને તેને ડિટોક્સ કરવા માટે ઈન્ફ્યૂઝ્ડ સોડિયમની મદદ લઈ રહ્યા છે. આ શરીરમાં પાણીની ખામી પૂરી કરે છે અને સાથે પોષક તત્વોને પણ શરીરમાં પહોંચાડવામાં મદદ કરે છે. તેને તમે પોતાના ટેસ્ટ અને સુવિધા અનુસાર તૈયાર કરી શકો છો. તો જાણો ગરમીમાં શરીરને હાઈડ્રેટેડ કેવી રીતે રાખી શકાય છે.

જાણો શું હોય છે ઇન્ફ્યુઝ્ડ વોટર અને કેવી રીતે બનાવાય છે.

image soucre

ઈન્ફ્યૂઝ્ડ વોટરને અલગ અલગ પ્રકારના ફળ, શાક અને જડીબુટ્ટીના અર્કથી તૈયાર કરાય છે. તેને બનાવવા માટે તમે તમારી પસંદના સ્વાદના અનુસાર તેને તૈયાર કરી શકો છો. આ માટે ફળ, શાક અને જડીબુટ્ટીને થોડા કલાક સુધી પાણીમાં પલાળી રાખવામાં આવે છે. પછી તેને ગાળી લેવામાં આવે છે. આ રીતે તે ચીજના પોષક તત્વો પાણીમાં આવી જાય છે. તેનાથી પાણી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે. ઈન્ફ્યુઝ્ડ વોટર બનાવવા માટે જે ચીજનો ઉપયોગ સૌથી વધુ થાય છે તે અહીં અમે જણાવી રહ્યા છીએ.

તુલસી

image soucre

તુલસીના 25 પાન લઈને તેને ધોઈને એક જગ પાણીમાં મિક્સ કરો. તેને ચારેક કલાક રહેવા દો. તમે ઈચ્છો તો તેને ફ્રીઝમાં પણ રાખી શકો છો. પછી આ પાણી ગાળીને તેનું સેવન કરો.

તુલસી અને લીંબુ

image soucre

તુલસીના 25 પાન લઈને તેને ધોઈને એક જગ પાણીમાં મિક્સ કરો. હવે તેમાં એક લીંબુની પાતળી સ્લાઈસ કરીને તેમાં નાંખો. પાણીને ચારેક કલાક રહેવા દો. પછી તેનું સેવન કરો.

ખીરા, લીંબુ અને ફૂદીનાના પાન

image soucre

એક ખીરા, એક લીબું અને 20-25 ફૂદીનાના પાનને ધોઈને રાખો. કાકડી અને લીંબુના પાતળી સ્લાઈસ કાપી લો. આ ચીજને 3-4 કલાક માટે એક જગ પાણીમાં નાંખો. તેને ગાળીને તેનો ઉપયોગ કરો.

લીંબુ, ખીરા, ફૂદીનો અને સ્ટ્રોબેરી

image soucre

લીંબુ, ખીરા અને સ્ટ્રોબેરીને ધોઈને પાતળી સ્લાઈસ કરી લો. ફૂદીનાના વીસ પાન લો. તેને ધોઈ લો. આ દરેકને પાણીમાં નાંખો અને તેમાં ચારેક કલાક રહેવા દો. આ પાણીને તમે ઈચ્છો ત્યારે ગાળીને પી શકો છો.

આદુ, તજ, લીંબુ

image soucre

2 ઈંચ આદુનો ટુકડો, એક લીબુ અને બે ઈંચ તજનો એક ટુકડો લો. આદુ અને લીંબુના પાતળી સ્લાઈસ કરીને કાપી લો. એક જગ પાણીમાં તેને તજની સાથે ઉમેરો. 3-4 કલાક બાદ તેનું પાણી ગાળીને પીઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ