કોરોનાની સાથે-સાથે ગરમીથી પણ કંટાળી ગયા છો? તો ફરી લો ભારતના આ બેસ્ટ પ્લેર પર, થઇ જશો એકદમ રિલેક્સ

ભારતમાં ફરવા માટે એવી અનેક જગ્યાઓ છે જે લગભગ પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અને ફક્ત ભારતમાંથી જ નહીં પણ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં પર્યટકો આ જગ્યાઓએ ફરવા માટે આવે છે અને પોતાની સાથે યાદગાર યાદો લઈને પોતાના દેશ પરત ફરે છે. ભારત દેશમાં ગરમીની સિઝન હોય ત્યારે લોકો હિલ સ્ટેશન ખાતે ફરવા જવાનું પસંદ કરે છે. જો કે કોરોના કાળને લીધે સરકારે લાંબા સમયથી લોકડાઉન લગાવેલું રાખ્યું હતું જેથી પર્યટકો પોતાની મરજી મુજબ ફરવા નથી જઈ શક્યા.

image source

પરંતુ હવે દેશ ધીમે ધીમે અનલોક તરફ આગળ વધી રહ્યો છે ત્યારે જો તમે પણ ગરમીનાં આ દિવસોમાં કોઈ હિલ સ્ટેશને ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો અમારો આજનો આ આર્ટિકલ તમારે માટે ઉપયોગી સાબિત થઈ શકશે. અહીં અમે તમને ભારતના અમૂક એવા હિલ સ્ટેશનો વિશે માહિતી આપવાના છીએ જ્યાં તમે તમારા મિત્રો,પરિવારજનો અને સ્નેહીઓ સાથે ફરવા જઈ શકો છો.

કસોલ

image source

કંસોલ એક ખુબસુરત હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન કુલ્લુ થી 42 કિલોમીટરના અંતરે આવેલું છે. ઊંચાઈની વાત કરીએ તો કસોલ હિલ સ્ટેશન 1640 મીટરની ઊંચાઈએ સ્થિત છે. અહીં વાતાવરણ નીચું હોવાથી હવામાં ઠંડકનો એહસાસ થાય છે અને આ કારણે જ અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. તમે અહીં આવીને હાઈકિંગ, રિવર રાફટિંગ અને ટ્રેકિંગ જેવા એડવેન્ચરનો આનંદ લઇ શકો છો.

ચંબા

image source

જો તમે પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે ઐતિહાસિક ઇમારતો અને તેના વિશેના ઇતિહાસ વિશે જાણવામાં રુચિ ધરાવતા હોય તો તમારા માટે ચંબા ફરવા માટેની એક સારી જગ્યા છે. ચંબા એક શાનદાર હિલ સ્ટેશન છે. ખાસ કરીને અહીં તમને મણીમહેશ તળાવ જોવા મળશે જ્યાં કિનારે બેસીને શાંતિની પળો માનવાનો અનુભવ જ અનેરો છે. સાથે જ તમે ચંબામાં આવેલા અનેક પ્રાચીન સ્થાનોની મુલાકાત પણ લઈ શકો છો.

કલ્પા

image source

હિમાચલ પ્રદેશમાં આવેલું કલ્પા હિલ સ્ટેશન પોતાની પ્રાકૃતિક સુંદરતાને કારણે પર્યટકોમાં પ્રસિદ્ધ છે. જો તમે દિલ્હી સુધી આવ્યા હોય તો અને અહીં આવવાની ઈચ્છા ધરાવતા હોય તો બાય રોડ 15 કલાકની મુસાફરી કરીને તમે અહીં કલ્પા આવી શકો છો. આ એટલું લાજવાબ હિલ સ્ટેશન છે કે અહીં આવીને તમારી 15 કલાકની યાત્રાનો થાક તરત ઉતરી જશે. અહીં તમને કાયમ માટે યાદગાર રહી જાય તેવા કુદરતી દ્રશ્યો પણ જોવા મળશે. અહીં બરફથી ઢંકાયેલા મનમોહક પહાડો અને સફરજનના બગીચાઓ પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

પેલિંગ

image source

સિક્કિમ રાજ્યમાં સ્થિત પેલિંગ ખાતે જો તમે એક વખત ફરવા માટે ગયા તો તમને વારંવાર અહીં આવવાનું મન થશે. પ્રકૃતિની સોળે કળા અહીં ખીલેલી જોવા મળે છે જેના કારણે અહીંના કુદરતી દ્રશ્યો જોઈને પર્યટકો રોમાંચિત થઈ ઉઠે છે. અહીં તમે રાજસી કંચનજંઘા અને આવી જ અમુક પર્વતમાળાના જોવાલાયક દ્રશ્યો માણી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!