આ રીતે મેળવી શકો છો ગેસ સિલિન્ડરની સબ્સિડી, જાણો આ માટે કયા ડોક્યૂમેન્ટ્સની પડશે જરૂર અને શું કરવી પડશે પ્રોસેસ

How to apply for LPG subsidy again : એલપીજી એટલે કે રસોઈ માટે વપરાતા ગેસ પર સરકાર તરફથી ઓછી આવક ધરાવતા પરિવારોને સબસીડી આપવાની જોગવાઈ છે. ખાસ કરીને ઉજ્જ્વલા યોજના અંતર્ગત દેશભરમાં મોટી સંખ્યામાં લોકોને સબસિડીનો લાભ આપવામાં આવે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની Give it Up ની અપીલ કરવાથી અનેક લોકોએ ગેસ પરની સરકારી સબસીડી છોડી દીધી હતી.

image source

આ લોકોમાં એવા પણ લોકો હતા જેઓએ ભૂલથી જ પોતાની ગેસ પરની સબસીડી જતી કરી દીધી હતી. જો કદાચ એવા લોકો પૈકી હોય એટલે કે તમે પણ ભૂલથી સરકારી સબસીડી જતી હતી હોય અને હવે તમે ફરીથી સબસીડી મેળવવા ઇચ્છતા હોય તો ફરીથી એપ્લાય કરી શકો છો.

image source

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે LPG ગ્રાહકોને ગેસ સબસિડીનો સીધો લાભ આપવા માટે તેમના ગેસ કનેક્શનને બેન્કના ખાતા તેમજ આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજીયાત કરી દીધું હતું. ત્યારબાદ નબળા અને આર્થિક રીતે પછાત વર્ગ સિવાય મોટાભાગના લોકોને ગેસ સબસીડી છોડવાની અપીલ કરવામાં આવી હતી. ગીવ ઈટ અપ પહેલ અંતર્ગત સબીસીડી વાળા ગેસ સિલિન્ડર આરામથી અફોર્ડ કરનારા લોકોએ સબસીડી સરેન્ડર કરી દીધી હતી.

image source

LPG કંપનીઓ ફરીથી સબસીડી મેળવવાની તક આપી રહી છે. તેનાથી એ પરિવારોને ફાયદો થશે જેઓએ ભૂલથી LPG સબસીડી જતી કરી હતી. જો તમે પણ જે તે સમયે ગેસ સબીસીડી છોડીને હવે પસ્તાઈ રહ્યા છો તો તમે તેને ફરીથી શરુ કરી શકો છોએ. ઘણા પરિવારો એવા પણ છે જેની આવક પહેલાના સમયમાં વધુ હતી પરંતુ બાદમાં કોરોના મહામારીને પગલે તેમની આવકમાં ઘટાડો થયો હતો અને હાલમાં તેઓને સબીસીડીની ફરીથી જરૂર ઉભી થઇ છે.

image source

ફરીથી LPG સબસીડી શરુ કરવા માટે ગ્રાહકોએ પોતાની ગેસ એજન્સીનો સંપર્ક કરવાનો રહે છે. ત્યાં જઈને આઈડી પ્રુફ, એડ્રેસ પ્રુફ, ગેસ કનેક્શનના કાગળો સાથે એક અરજી કરવાની રહેશે. સાથે જ તમને તમારી આવકનું પ્રમાણપત્ર એટલે કે આવકનો દાખલો આપવાનો રહેશે ફાયનાન્શીયલ એક્સપ્રેસના એક અહેવાલ મુજબ ગેસ સબસીડી મેળવવા માટે તમારી વાર્ષિક આવક 10 લાખ રૂપિયા સુધી કે તેથી ઓછી હોવી જોઈએ. ગેસ એજન્સી તરફથી ગ્રાહકોને એક ફોર્મ પણ ભરવા માટે આપવામાં આવશે.

image source

ત્યારબાદ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવશે અને અંદાજે એક અઠવાડિયા બાદ તમારી સબસીડી શરુ કરી દેવામાં આવશે. આ બાબતે તમે તમારી ગેસ એજન્સી કે નજીકના ગેસ ડીલર પાસે જઈને માહિતી મેળવી શકો છો. ત્યાં તમને બીજી વખત ફરીથી ગેસ સબસીડી શરુ કરવા માટેની પ્રક્રિયા અને ડોક્યુમેન્ટ અંગે વ્યવસ્થિત અને સત્તાવાર માહિતી મળી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!