શું તમને એલપીજી ગેસ સિલીન્ડર પર સબસિડી નથી મળી રહી, તો જાણો શું છે કારણ…?

સપ્ટેમ્બર મહિનામાં ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડર ની કિંમતમાં વધારો થયો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને (આઈઓસી) નૉન સબ્સીડાઇઝ ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ ગેસ સિલિન્ડર ની કિંમતમાં પચીસ રૂપિયાનો વધારો કર્યો છે. સાથે જ ઓગણીસ કિલોગ્રામ કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પંચોતેર રૂપિયાનો વધારો થયો છે.

image source

લોકો એલપીજી ની વધતી કિંમતોના કારણે પરેશાન થઇ રહ્યાં છે. તેવામાં કેટલાંક લોકો ને એલપીજી પર સબસિડી નથી મળી રહી તેના કારણે પરેશાન છે. એલપીજી સબસિડી અંગે હવે એમઓપીએનજી ઇ-સેવા તરફ થી સત્તાવાર નિવેદન આવ્યું છે. એમઓપીએનજી ઇ-સેવા ગેસ અને તેલ ક્ષેત્રો સાથે સંબંધિત ફરિયાદોને દૂર કરવા માટેનું સત્તાવાર પ્લેટફોર્મ છે. એલપીજી સબસિડી ની માહિતી એક ટ્વીટ દ્વારા આપવામાં આવી છે.

આખરે શા કારણે નથી મળી રહી LPG સબસિડી?

image source

એક ટ્વિટરે ટ્વીટ કરી પૂછ્યું, પાછલા એક વર્ષથી વધુ સમય થઇ ગયો છે. પરંતુ અમને એલપીજી ગેસ સિલિન્ડર ની સબસિડી નથી મળી. મે ઓનલાઇન પોર્ટલ પર ફરિયાદ કરી હતી, પરંતુ ત્યાં કોઇ જવાબ ન મળ્યો. આ યુઝરનો જવાબ આપ્તાં, એમઓપીએનજી ઇ-સેવા એ ટ્વીટ કરી લખ્યુ, પ્રિય ગ્રાહક, 2020 મે થી સબસિડી વાળા અને સબસિડી વિનાના એલપીજી ની કિંમતોમાં કોઇ બદલાવ નથી થયો, તેથી કોઇપણ ગ્રાહકને સબસિડીની કોઇ રકમ ટ્રાન્સફર કરવામાં નથી આવતી.

આગળ સબસિડી મળશે કે નહીં તેના માટે આ કામ કરો :

image source

એક ટ્વીટર યુઝરે પૂછ્યું કે શું આગળ સબસિડી મળશે કે નહી. તેના પર એમઓપીએનજી ઇ-સેવા તરફથી ટ્વીટ કરીને ગ્રાહકને ડિટેલ્સ માંગવામાં આવી છે. એમઓપીએનજી ઇ-સેવા એ ટ્વીટ કરીને લખ્યુ, તમારી મદદ માટે કૃપા કરીને અમને તમારી સોળ અંકો ની એલપીજી આઇડી, એજન્સીનું નામ, જિલ્લો, સ્થાન અને તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ડીએમ કરો. જો તમે પણ તમારી સબસિડીનું સ્ટેટસ જાણવા માંગતા હોવ તો આ કામ કરો.

ગત મહિને પણ વધ્યા હતાં LPG ના ભાવ :

image soucre

હાલ ઘણાં લોકો ના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે એલપીજી પર મળતી સબસિડી ખાતામાં શા કારણે જમા નથી થઇ રહી. તેના જવાબ આજે ઓફિશિયલી મળી ગયો છે. તમને જણાવી દઇએ કે, સપ્ટેમ્બર મહિનામાં એલપીજી ના ભાવમાં વધારો થાય તે પહેલા અઢાર ઓગસ્ટે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં સાડા પચીસ રૂપિયા નો વધારો થયો હતો.