જાણો હવેથી લગ્ન અને અંતિમ સંસ્કારમાં કેટલા લોકો આપી શકશે હાજરી…

લગ્નમાં આટલા લોકો રહી શકશે હાજર – ગૃહ મંત્રાલયે ઓફિસોને કર્યું સૂચન – વિગત માટે અંદર વાંચો

image source

કોરોના વાયરસના કારણે 3જી મેના રોજ પુરા થતાં લોકડાઉનને લંબાવીને 17મી મેં સુધી ખેંચવામાં આવ્યું છે. બીજી બાજુ સમગ્ર દેશમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અને આગળના દિવસોને ધ્યાનમાં લઈને ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વરાા જણાવવામાં આવ્યું છે કે સરકાર વિદેશી ધરતી પર ફસાયેલા ભારતીઓને પાછા લાવશે. અને તેમને વતન પરત લાવવાની પ્રક્રિયા 7મીમેના રોજ શરૂ થશે. તેમજ વિદેશથી ભારત આવનાર આ લોકોને 14 દિવસના ક્વોરેન્ટાનમાં રાખવામાં આવશે.

ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જે પણ કાર્યાલયો ચાલુ છે તેમણે પોતાના કર્મચારીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે. આ ઉપરાંત આવા કાર્યાલયોમાં માસ્ક તેમજ સેનેટાઇઝરનો સ્ટોક પણ જાળવવાનો રહેશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પણ પાલન કરવાનું રહેશે. તેમજ આ કર્મચારીઓએ આરોગ્ય સેતુ એપ્લિકેશન પર નોંધણી પણ કરાવેલી હોવી જોઈશે.

લગ્ન માટે આ નિયમોનું કરવું પડશે પાલન

આ ઉપરાંત સંયુક્ત સચિવે જણાવ્યું હતું લગ્ન જેવા કાર્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને 50થી વધારે લોકોને ભેગા થવા દેવાની મંજૂરી નથી. તેમજ મરણ જેવા પ્રસંગે અત્યેષ્ઠિ દરમિયાન 20થી વધારે લોકોને પણ ભેગા થવાની મંજૂરી નથી.

જેમ જેમ લોકડાઉન વધારે લંબાતું જઈ રહ્યું છે તેમ તેમ દેશને એક મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. અને બની શકે કે હવે પછી લોકડાઉનને લંબાવવું ભારત સરકારને પોસાય નહીં અને ધંધા રોજગાર કેટલીક શરતોને આધીન ફરી શરૂ કરવામાં આવે, પણ આવા સમયે એક જાગૃત નાગરીક તરીકે આપણે બધાએ ચેતતા રહેવાની જરૂર છે. અને લેકડાઉન જો ઉઠી જાય તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન તો કરવું જ પડશે જે આપણા જ હિતમાં છે.

image source

આજનો કોરોના વાયરસનો આંકડો જોવા જઈએ તો આજે સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3.66 મિલિયન એટલે કે 30 લાખ અને 66 હજાર સુધી પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક પણ 2.57 લાખ સુધી પહોંચી ગયો છે. ભારતમાં પણ કેસની સંખ્યા વધી રહી છે. આજનો આંકડો જોઈએ તો ભારતમાં સંક્રમીતોની સંખ્યા47,391 છે જ્યારે મૃત્યુઆંક 1694 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં પણ કેસોમાં વધારો થઈ રહ્યો છે. 5804 લોકો ગુજરાતમાં સંક્રમીત છે જ્યારે વાયરસથી ગુજરાતમાં 319 લોકોના મૃત્યુ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત