ગૌરવની વાત: વિશ્વના દેશોમાં ભારતનો ડંકો, અમેરિકાથી લઇને વિશ્વના આટલા દેશોમાં ભારતીયોના હાથમાં છે ‘કમાન’, નજર કરી લો આ લિસ્ટ પર

વિશ્વમાં આજે પણ ભારતનો ડંકો વાગે છે. ભારતીયો જ્યાં પણ રહે છે ત્યાં તેમનો પ્રભાવ કંઈક અલગ જ જોવા મળે છે. જો આપણે અમેરિકાની વાત કરીએ તો ત્યાં સ્થાનિક લોકો કરતાં પણ ભારતીયો વધુ સમૃદ્ધ છે. વિશ્વના લગભગ તમામ
દેશોમાં ભારતીયો રહે છે. દેશ આઝાદીની ૭૩મી વર્ષગાંઠ ઉજવશે. સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ સાથે અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી આઝાદી મળે આપણને ૭૨ વર્ષ થશે. અમેરિકા-બ્રિટેન સહિત 15 દેશમાં ભારતીયો મૂળના લોકોનો ડંકો વાગે છે જેમાં 200થી વધુ ભારતીય મૂળના લોકો કરે છે નેતૃત્વ અને 60ને તો મંત્રીમંડળમાં સ્થાન મળ્યું
છે.

વિશ્વમાં ભારતનો ડંકો

image source

સમગ્ર દુનિયામાં બધા જ દેશોમાં સારી એવી સંખ્યામાં ભારતીયો નિવાસ કરે છે અને એવામાં અમેરિકાથી લઈને બ્રિટન સુધી ભારતીયોએ પોતાની આગવી ઓળખ બનાવી છે. ત્યારે એક યાદી બહાર આવી છે જેને જોઈને દરેક ભારતીયને ગર્વ થશે.

વિશ્વના 15 દેશમાં ભારતીયો મૂળના લોકોનો ડંકો

image source

આ યાદીમાં બતાવવામાં આવ્યું છે કે દુનિયાભરના 15 દેશોમાં ભારતીયો મૂળના 200થી વધારે લોકો લોકસેવામાં ઉચ્ચ પદો પર છે. આટલું જ નહીં 60 ભારતીયોએ તો મંત્રીમંડળમાં પણ જગ્યા બનાવી લીધી છે. આ જાણકારી ‘2021 ઇન્ડિયાસ્પોરા ગવર્નમેન્ટ લીડર્સ’માં આપવામાં આવી છે.

અમેરિકા-બ્રિટેન સહિત 15 દેશમાં કરે છે નેતૃત્વ

સરકારી વેબસાઇટ અને જાહેર જીવનમાં ઉપલબ્ધ સંસાધનોની મદદથી આ યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં 200 ભારતીય વિશ્વમાં એક લીડર તરીકે કામ કરી રહ્યા છે અને 60ના હાથમાં સત્તામાં છે. ઈન્ડિયાસ્પોરાના સંસ્થાપક, ઉદ્યોગપતિ એમઆર રંગાસ્વામી છે. આ અવસર પર તેમણે કહ્યું કે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે કે દુનિયાના સૌથી જૂના લોકતંત્ર દેશ અમેરિકાની પહેલા મહિલા અશ્વેત ઉપરાષ્ટ્રપતિ ભારતીય મૂળના છે.

60 ભારતીય મૂળના લોકોએ કેબિનેટમાં મેળવ્યું છે સ્થાન

image source

નોંધનીય છે કે આ લીસ્ટમાં યુકેના મંત્રી પ્રીતિ પટેલ, ઋષિ સુનક અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું નામ સામેલ છે. આ સિવાય આ યાદીમાં આલોક શર્માને પણ સામેલ કરવામાં આવ્યા છે જે યુકેના કેબિનેટ મંત્રી અને યુનાઈટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ-કોપ26ના અધ્યક્ષ પણ છે. ઉપરાંત મોરીશસના વડાપ્રધાન પ્રવિન્દ જગન્નાથને પણ સામેલ કરવામાં આવ્યા છે જેમનું મૂળ વતન યુપી છે. આ જ રીતે સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીને સૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે જેમણે સંસ્કૃત ભાષામાં શપથ લીધી હતી.

image source

કેનેડાના રક્ષામંત્રી હરજીત સિંહ સજ્જન અને ભારતીય મૂળના અર્થશાસ્ત્રી લોર્ડ મેઘનાદ પણ આ લિસ્ટનો હિસ્સો છે.

5થી વધુ દેશમાં લોક સેવાના ઉચ્ચ સોપાન પર પહોંચ્યા છે ભારતીયો

image source

આ લિસ્ટમાં નામ સામે આવ્યા બાદ અમેરિકાના સાંસદ અમી બેરાએ કહ્યું કે આ લિસ્ટમાં મારુ નામ આવવું એ ગર્વની વાત છે. સંસદમાં સૌથી લાંબી સેવા આપી રહેલા સાંસદના નાતે મને ભારતીય-અમેરિકન સમાજના નેતા બનીને ગર્વ છે. આ સમુદાય હવે અમેરિકાના જીવન અને સમાજનું અભિન્ન અંગ બની ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!