Site icon News Gujarat

ઘરમાં ધનની ખામી માટે જવાબદાર છે આ 5 ચીજો, આજે જ કરી લો ઘરની બહાર

વાસ્તુશાસ્ત્રના અનુસાર દરેક ચીજમાં ઉર્જાનો વાસ થાય છે. આ વ્યક્તિના જીવન પર સકારાત્મક અસર અને નકારાત્મક અસર બંને લાવે છે. એવામાં તમારા અનેક કામ થતા હોય તો પણ અટકી જાય છે.

image source

જો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ છે તો ન ફક્ત ઘરના સભ્યોની તરક્કીમાં બાધા આવે છે પરંતુ દૈનિક જીવનમાં પણ અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. વાસ્તુ અનુસાર દરેક ચીજમાં ઉર્જા હોય છે. આ વ્યક્તિના જીવન પર સકારાત્મક અને નકારાત્મક અસર કરતી હોય છે. અનેક વાર તેના કારણે થતા કામ પણ અટકી જાય તેવું બને છે. જો તમે પણ આ સ્થિતિમાં છો તો તમે તેની પાછળ ગૃહદોષને કારણ માનો છો. આ સિવાય વાસ્તુ શાસ્ત્રના અનુસાર ઘરમાં રાખેલી કેટલીક ચીજો પણ સફળતામાં બાધા લાવે છે. આ સિવાય તે પરેશાની સર્જી શકે છે. તો તમે તરત જ ઘરમાંથી આ વસ્તુઓને દૂર કરો તે જરૂરી છે. જાણો કઈ ખાસ વસ્તુઓ છે આ.

ઘરમાં ન રાખો આવું પગલૂછણિયુ

image source

માન્યતા છે કે ઘરમાં ફાટેલું પગલૂછણિયું રાખવું નહીં. તેનાથી ઘરમાં આવનારા ધનમાં બાધા આવે છે અને સાથે માતા લક્ષ્મીનો વાસ થતો નથી. વાસ્તુ અનુસાર માનવામાં આવે છે કે ફાટેલા પગલૂછણિયા પર પગ રાખીને લોકો ઘરમાં પ્રવેશ કરે છે તો તેનાથી પરેશાનીઓ પણ ઘરમાં આવે છે. માટે તેને તરત જ બદલી લો તે જરૂરી છે.

ખરાબ ચીજો લાવે છે નકારાત્મક ઉર્જા

વાસ્તુ અનુસાર ઘરમાં ખરાબ થઈ ચૂકેલી ચીજો રાખવી નહીં. જેમકે ખરાબ અને બંધ થયેલી ઘડિયાળને ઘરમાં ન રાખો. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. અને સાથે અન્ય અનેક પરેશાનીઓ ઘેરી લે છે. ખરાબ ચીજો અને ઘડિયાળને ઘરથી દૂર રાખો તે આવશ્યક છે.

દાનની ચીજોને વધારે સમય સુધી ન રાખો

વાસ્તુ અનુસાર તમે જે ચીજોનું દાન કરવા ઈચ્છો છો તેને વધારે સમય સુધી ઘરમાં ન રાખો. તમે દાનના રૂપિયા કે અન્ય ચીજો રાખી છે તો તેને તરત દાન કરી લો. માનવામાં આવે છે કે દાન માટે આપવામાં આવનારી ચીજોને વધારે સમય સુધી ઘરમાં રાખવી નહીં.

પથારી નીચે ન રાખો આ ચીજો

કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ કોઈ પણ ચીજ હોય તેને પોતાની પથારી પાસે કે તેની નીચે રાખી લે છે. વાસ્તુ અનુસાર માનવામાં આવે છે કે પથારી નીચે રાખેલા જૂતા-ચંપલ કે અન્ય સામાન નકારાત્મક ઉર્જા ફેલાવે છે. માટે આ વસ્તુઓને અહીં રાખવાનું ટાળવું યોગ્ય છે.

તૂટેલી ફૂટેલી ચીજોને કરો બહાર

image source

જો તમારા ઘરમાં કોઈ તૂટેલી કે ફૂટેલી ચીજો કે વાસણ છે તો તેને ઘરમાં ન રાખો. તમે જે ચીજો યૂઝ કરતા નથી કે પછી તે તૂટી ગઈ છે તો તેને ફેંકી દેવી જોઈએ. વાસ્તુના અનુસાર ઘરમાં આવી ચીજો રાખવાથી તંગી આવે છે અને દરિદ્રતા આવે છે.

Exit mobile version