આ ઓનલાઈન સ્ટેપ્સને કરો ફોલો અને કરી લો પાન કાર્ડની ડિટેલ્સને અપગ્રેડ

કોઈ પણ બિઝનેસ રિલેટેડ કે બેંક સંબંધી કામ હોય તો તમારે આધાર કાર્ડ જેટલી જ જરૂર હવે પાન કાર્ડની પણ પડે છે. સમયે જો તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો તમારે મોટી મુશ્કેલીમાં મૂકાવવાનો વારો આવે છે અને કામ માટેના તમારા ધક્કા વધી જાય છે. ખાસ કરીને બેંકની લેવડ દેવડ સાથે જોડાયેલા કામમાં પણ પાન કાર્ડની જરૂર રહે છે. જો તમે તમારું પાન કાર્ડ, નામ, સરનામું કે અન્ય કોઈ માહિતિ અપડેટ કરવા ઈચ્છો છો તો તમારે હેરાન થવાની જરૂર નથી. તમે ઘરે બેસીને જ તેને અપડેટ કરી શકો છો, તો જાણી લો આ માટેની સ્ટેપ વાઈઝ ઓનલાઈન પ્રોસેસ.

image source

આ ઓનલાઈન સ્ટેપ્સ કરશે તમારી મદદ

સૌ પહેલાં તમારે NSDL ની વેબસાઈટ પર જવાનું રહેશે.

અહીં જઈને તમારે સર્વિસ ટેબ પર જઈને PAN પર ક્લિક કરવાનું રહેશે.

image source

હવે Changes or Correction in existing PAN Data / Reprint of PAN Card પર ક્લિક કરો.

માંગવામાં આવેલી જાણકારી ભરો અને કેપ્ચા કોડ એન્ટર કરીને સબમિટ કરો.

હવે એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરો.

image source

જ્યારે e-KYC ની મદદથી તમે ડોક્યુમેન્ટ્સ જમા કરાવી શકશો. તેને માટે આધાર કાર્ડની જરૂર પડશે. e-signની મદદથી સ્કેન ફોટોને સબ્મિટ કરી શકાશે. ત્યારબાદ પેમેન્ટ કરવાનું રહેશે. તેને તમે ઓનલાઈન પણ ભરી શકો છો.

પેમેન્ટ કરવા માટે તમારે Pay Confirm પર ક્લિક કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા બાદ બેંક રેફરન્સ નંબર અને ટ્રાન્ઝેક્શન નંબર મળશે. બંને નંબર સેવ કરો અને Contunue પર ક્લિક કરો.

હવે આધાર કાર્ડની નીચે બોક્સ પર ટિક કરો અને પછી Anthenticate પર ક્લિક કરો. હવે તમારી જાણકારી આધાર કાર્ડને મળી રહી છે તો contunue with e-Sign અને e-KYC પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે Generate OTP પર ક્લિક કરવાનું રહેશે.

હવે OTP નાંખીને સબમિટ પર ક્લિક કરો અને પછી નવું પેજ ખુલશે. તેમાં તમારે એપ્લીકેશન ફોર્મ ખોલવાનું રહેશે. તેમાં PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરવાનું છે. તમે તેને મેલની મદદથી પણ મેળવી શકો છો.

image source

હવે આઈડી પ્રૂફ પણ દરેક ડોક્યૂમેન્ટ્સ તમારે NSDL e-Gov ની ઓફિસમાં મોકલવાના રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત