આ સરળ પ્રોસેસની ઘરે બેસીને બનાવડાવી લો કલર વોટર આઈડી, જાણો કયા ડોક્યૂમેન્ટ્સની રહેશે જરૂર

પહેલાના આપણા સૌના મતદાન કાર્ડ બ્લેક એન્ડ વ્હાઈટ બનાવાયા હતા. આ સમયે તેમાં જે ફોટો હતો તેનાથી સૌ કોઈ નારાજ હતા અને સાથે જ વિચારતા કે આ કાર્ડ કલરમાં હોત તો કેટલું સારું થા. કમ સે કમ ફોટો તો સારો દેખાતો. તો હવે તમે પણ ઘરે બેસીને તમારું કાર્ડ કલરિંગ બનાવી શકો છો. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેસીને સરળ ઓનલાઈન પ્રોસેસથી આ કામ કરી શકો છો.

image source

તમે પણ કલર વોટર આઈડી કાર્ડ બનાવડાવવા ઈચ્છો છો તો તમારે હેરાન થવાની જરૂર નથી. ઘરે બેસીને સરળ પ્રોસસથી તમે આ કામ કરી લેશો. તમારે ફક્ત તેના માટે 30 રૂપિયાનો ખર્ચ કરવાનો રહે છે. તો જાણી લો તેના માટેની સરળ પ્રોસેસ અને બનાવી લો તમારું મતદાન કાર્ડ કલરિંગ.

આ ડોક્યૂમેન્ટ્સની રહેશે જરૂર

image source

આમ તો કોઈ પણ વોટર આઈડી કાર્ડ માટે સૌ પહેલાં તમારી ઉંમર 18 વર્ષની હોય તે જરૂરી છે. આ સિવાય જન્મના પ્રમાણપત્રમાં તમારે બર્થ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ કે હાઈસ્કૂલની માર્કશીટ, પાસપોર્ટની કોપી વગેરે કોઈ પણ અપલોડ કરી શકાય છે.

એડ્રેસ પ્રૂફમાં જોઈશે આ વસ્તુઓ

image source

તમે એડ્રેસ પ્રૂફ માટે ડ્રાઈવિંગ લાયસન્સ, બેંકની પાસબુક, પોસ્ટ ઓફિસની પાસબુક, પાસપોર્ટ, રાશન કાર્ડ, ભાડા એગ્રીમેન્ટ, લાઈટ બિલ કે પાણી બિલને સબમિટ કરી શકો છો.

આ રીતે કરો અરજી

image source

વોટર આઈડી કાર્ડને માટે તમે ઘરે બેઠા નવા કાર્ડની અરજી કરી શકો છો. આ માટે તમારે ચૂંટણી આયોગની વેબસાઈટ http://www.nvsp.in પર વિઝિટ કરી શકો છો.

સૌ પહેલાં તો નેશનલ વોટર સર્વિસ પોર્ટલ પર જાઓ.

હવે અહીં વોટર પોર્ટલના વિકલ્પને પસંદ કરો.

વોટર પોર્ટલ પર રજિસ્ટર કર્યા બાદ તમે ક્રિએટ એકાઉન્ટનો વિકલ્પ પસંદ કરો.

હવે અહીં તમારા ઈમેલ આઈડીને ભરો અને કન્ટીન્યૂ પર ક્લિક કરો. હવે તમને એક લિંક તમારા મેલ પર મળશે.

આપવામાં આવેલી સૂચનાના આધારે તમે તેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને પૂરી કરો.

આવેદનકર્તા ફોર્મ 6માં માહિતી ભરે તે જરૂરી છે.

તમારા ફોટો અને સંબંધિત દસ્તાવેજને પોર્ટલ પર અપલોડ કરો અને ફોર્મને સબમિટ કરો.

ઘરે આવી જશે તમારું રંગીન વોટર કાર્ડ

image source

આખી પ્રોસેસ કરી લીધા બાદ અને તમામ જાણકારી મેળવી લીધા બાદ ચૂંટણી આયોગની તરફથી તમારા વિસ્તારના બીએલઓ તમારા ઘરે આવશે. આ સમયે તમારા ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન પણ કરાશે. આ પછી તેઓ તમારો રિપોર્ટ ભરી લેશે અને સાથે એક જ મહિનામાં તમને પ્લાસ્ટિકનું નવું કલર વોટર આઈડી કાર્ડ ઘરે મળી જશે.

તો હવે આ સરળ પ્રોસેસની મદદથી તમે પણ ઘરે બેઠા તમારું કલર વોટર આઈડી કાર્ડ બનાવડાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત