ઘરના રસોડામાં રહેલી આ 7 વસ્તુઓ તમને સીઝનલ સમસ્યાથી બચાવશે

આમ તો શિયાળો એવી ઋતુ છે જે દરેકને પસંદ પડે છે. આ ઋતુમાં મજા તો ખૂબ આવે છે પરંતુ આ સીઝન પોતાની સાથે ઘણી બીમારીઓ પણ લાવે છે. ઠંડા વાતાવરણના કારણે આ ઋતુમાં બૈક્ટેરિયલ ઈંફેકશનના કારણે ઉધરસ, શરદી, તાવ જેવી સમસ્યા થાય છે. ઠંડા વાતાવરણમાં રોગપ્રતિકારક શક્તિ પણ નબળી હોય છે જેના કારણે શરીર આ બીમારી સામે લડી શકતું નથી. તેવામાં આજે તમને એવા 7 નેચરલ ઉપાય વિશે જણાવીએ જે શિયાળામાં તમને આવી બીમારીથી બચાવશે. આ વસ્તુઓ એવી છે જે તમારા ઘરના રસોડામાં જ મળી જશે.

image source

આદુ – એંટી ઈંફ્લેમેટરી ગુણથી ભરપુર આદુ તેના ગુણધર્મો માટે ખુબ જાણીતું છે. તેમાં એંટીઓક્સીડેંટ ગુણ હોય છે જે ઘણી સમસ્યાઓથી રાહત અપાવે છે. શિયાળામાં સૌથી વધુ સામાન્ય સમસ્યા હોય છે ફ્લુ જેનાથી આદુ બચાવ કરી શકે છે. વાયરલ ઈંફેકશનથી બચવા માટે આદુ સહિત કેટલાક મસાલાનો ઉપયોગ પાણીમાં ઉકાળીને કરવો જોઈએ.

image source

મધ – મધમાં પણ એંટી બેક્ટીરિયલ અને એંટીમાઈક્રોબિયલ કમ્પાઉંડ ગુણ હોય છે જે શિયાળામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તે બોડીને હાઈડ્રેટ રાખે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સુધારે છે. તેમાં એંટીબેક્ટેરીયલ તત્વ હોય છે જે ઉધરસ અને ગળાની તકલીફને દૂર કરે છે. આ સિવાય લીંબૂ પાણીમાં મધ ઉમેરીને તેનું સેવન કરી શકાય છે.

image source

લસણ – લસણનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. શરદી, ઉધરસ અને તાવમાં તેનો ઉપયોગ લાભકારી રહે છે. તેમાં એવા તત્વો હોય છે જે બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે.

ચિકન સૂપ – શિયાળામાં ચિકન સૂપ હેલ્ધી અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. તેનાથી પાચન સરળ થાય છે અને તેના મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટીન અને કેલેરી પણ આપણા શરીરને ફાયદો કરે છે. તેનાથી કફ દૂર થાય છે.

યોગર્ટ – યોગર્ટમાં કેલ્શિયમ, વિટામીન, મિનરલ્સ, પ્રોટીન સહિતના ઘણા પ્રોબાયોટિક હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને સુધારે છે. તેનાથી કોમન કોલ્ડનું જોખમ ઘટે છે. જો કે શિયાળામાં તેનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ.

image source

ઓટ્સ – ઓટ્સમાં ફાયબર હોય છે જે આપણા શરીરની કાર્ડિયાક હેલ્થને બૂસ્ટ કરે છે. જેમાં ઝિંક હોય છે જે ઈમ્યૂન સિસ્ટમને સુધારે છે. ડાયટિશિયન કહે છે કે ઓટ્સના ફાયબર ઈન્ફ્લેમેશનની સમસ્યામાંથી રાહત અપાવે છે. તેનાથી પેટની તકલીફો દૂર થાય છે.

કેળા – કેળામાં પણ ફાયબર હોય છે જે આપણા શરીરના ડાયજેશનને સુધારે છે અને શરદી, ઉધરસથી લડવા માટે સક્ષમ બનાવે છે. જો કે કેટલાક લોકો માને છે કે કેળા ખાવાથી શરદી વધી જાય છે.