ઘરની અનેક ચીજોને સેફ રાખે છે આ 1 નાનું પેકેટ, ફાયદા જાણીને તમે પણ આજથી કરશો ઉપયોગ

ડેલી યૂઝનો સામાન હોય, ઇલેક્ટ્રોનિક સામાન હોય કે પછી કોઇ જરૂરી ડોક્યુમેન્ટ હોય તેને સ્ટોર કરતી સમયે અનેક સાવધાની રાખવી જરૂરી હોય છે. નહીં તો મોઇશ્ચરને કારણે તે ખરાબ થઇ શકે છે અથવા તો તેમાં સ્મેલ આવવાથી ફૂગનો ડર પણ રહે છે. આવી અનેક રોજિંદી સમસ્યાઓથી છૂટકારો મેળવવાને માટે આ એક સોલ્યુશન છે અને તે છે સિલિકા જેલનું પેકેટ. સિલિકા જેલ સિલિકન ડાઇઓક્સાઇડથી બને છે અને સાથે હવામાં રહેલા મોઇશ્ચરને ચૂસી લે છે. આજે આપને જણાવી રહ્યું છે કે કયા કયા કામમાં તેને કઇ રીતે યૂઝ કરી શકાય છે.

મોબાઇલ પાણીમાં પડે તો તરત તેને ઓફ કરીને બેટરી કાઢો અને ટોવેલથી સૂકવો. હવે ઝિપ લોક બેગમાં સિલિકા પેકેટ્સની સાથે તેના દરેક પાર્ટ્સને આખી રાત રહેવા દો.

image source

આખા મસાલમાં મોઇશ્ચર આવવાથી ફૂગ આવે છે. આ માટે તેમાં સિલિકા પેકેટ્સ રાખી શકો છો.

જૂના ફોટોગ્રાફ્સ મોઇશ્ચર આવવાથી ખરાબ થઇ જાય છે. આ માટે જ્યાં ફોટો છે ત્યાં સિલિકા જેલ પેકેટ્સ રાખો. તમે ઇચ્છો તો ફોટો ફ્રેમની પાછળ એક સિલિકા પેકેટ લગાવી દો.

ઇમ્પોર્ટેડ ડોક્યુમેન્ટમાં પણ સમયની સાથે મોઇશ્ચર આવવા લાગે છે. લોકરમાં સિલિકા જેલ પેકેટ્સ રાખવાનું ભૂલશો નહીં. તમે ઇચ્છો તો આ ડોક્યુમેન્ટ્સને ફોલ્ડરમાં પણ રાખી શકો છો.

કર્ટેન્સ, ટોવેલ કે પહેરવાના કપડાંને સ્મેલ અને ફૂગથી બચાવવા માટે કબાટ કે કેબિનેટમાં સિલિકા જેલના કેટલાક પેકેટ્સ રાખો. બધા કપડાં લાંબો સમય સુરક્ષિત રહેશે.

image source

કારના વિંડ શિલ્ડ પર ઝાકળ કે વરાળ જામે છે તો તેનાથી બચવા ડેશબોર્ડ પરકેટલાક સિલિકા પેકેટ્સ રાખો. તો રાહત મળશે.

કોઇપણ ઇલેક્ટ્રોનિક આઇટમ જેમકે બ્લેન્ડર, ફૂડ પ્રોસેસર, એક્સટર્નલ હાર્ડ ડિસ્ક અને કેમેરા રાખતી સમયે તેના બોક્સમાં સિલિકા જેલના પેકેટ્સ રાખો.

રેઝર બ્લેડ્સ વધારે સમય યૂઝ કરવી છે તો તેને નાના પ્લાસ્ટિક કંટેનરમાં સિલિકા જેલની સાથે રાખો. તેનાથી મોઇશ્ચર અને ઓક્સીડેશનનો ડર રહેશે નહીં.

image source

ગાર્ડનમાં રોપવાના કોઇ પણ સીડ્સને આવતી સીઝન સુધી સેફ રાખવા છે તો તેને સિલિકા પેકેટની સાથે રાખો. જેથી તેમાં ભેજ અને ફૂગ લાગવાનો ડર ન રહે.

લેધર આઇટમ્સ જેમકે શૂઝ, બૂટ્સ, બેગ્સ કે બેલ્ટ પણ મોઇશ્ચરથી ખરાબ થાય છે. તેને સિલિકા પેકેટ્સની સાથે રાખો. તેનાથી તે સારા રહેશે.

જૂની અને મેમોરેબલ ડીવીડી, વીડિયો કે કેસેટ્સ સ્ટોર કરતી સમયે સિલિકા પેકેટ્સની સાથે રાખો. નહીં તો મોઇશ્ચર આવવાના કારણે તે ખરાબ થાય છે.

તમને ફ્લાવર્સ કે લીવ્સના કલેક્શનનો શોખ છે તો તેને સિલિકા પેકેટ્સની સાથે રાખો જેથી તેમાં ફૂગનો ડર ન રહે.

મેકઅપ કિટ લાંબો સમય સારી રાખવી હોય અને તેને ભેજથી બચાવવી હોય તો તેને માટે સિલિકા સેશેની સાથે સ્ટોર કરો.

image source

જિમ બેગ્સ અને લોકર્સમાં મોઇશ્ચરને કારણે બેક્ટેરિયા ગ્રોથ કરે છે. આ માટે અહીં થોડા સિલિકા પેકેટ્સ રાખો.

સ્ટુડન્ટ્સે પોતાના બુક શેલ્ફમાં સિલિકા પેકેટ્સ રાખવા. જેથી મોઇશ્ચર આવવાથી તેના પેજ પીળા ન પડે અને સાથે સ્મેલ આવવાનો ડર પણ ન રહે.

પેટ્સના રહેવાના બોક્સમાં કેટલાક સિલિકાના પેકેટ્સ રાખો. અહીં મોઇશ્ચર હોવાથી પેટ્સના ફરમાં કીડા થવાનો ડર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!