ભારતવંશી ગીતાંજલિનો વિશ્વમાં ડંકો, ટાઇમ એવોર્ડ કિડ ઓફ ધ યર જીત્યો, ભારતીય બાળકો માટે પ્રેરણારૂપ બની

ભારતીય લોકો વિશ્વના દરેક ખૂણે તેમની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. હવે ભારતીય અમેરિકન નાગરિક ગીતાંજલિ રાવે ટાઇમ મેગેઝિનનો ‘કિડ ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો છે. તે વર્ષ 2020 માટે ‘કિડ ઓફ ધ યર’ તરીકે ચૂંટાઈ આવી છે. પ્રથમ વખત ટાઈમ મેગેજીને કોઈ બાળકને ‘કિડ ઓફ ધ યર’ એવોર્ડ આપવામાં આવ્યો છે. ગીતાંજલિએ પાંચ હજાર બાળકોને છોડીને આ એવોર્ડ જીત્યો છે.

image source

ગીતાંજલિ પંદર વર્ષની છે અને તેણે ઉભરતા વૈક્ષાનિક તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે. એવોર્ડ જીત્યા પછી, ગીતાંજલિનો ટાઇમ મેગેઝિન માટેનો ઓનલાઇન ઇન્ટરવ્યૂ હોલિવૂડની અભિનેત્રી એન્જેલીના જોલીએ લીધો હતો. ગીતાંજલિએ જોલી સાથેની તેની જર્ની વિશેની ચર્ચા કરી અને કહ્યું કે જ્યારે તે 10 વર્ષની હતી ત્યારે તેણે કાર્બન નેનોટ્યૂબ સેન્સર ટેક્નોલોજી પર સંશોધન કરવાનું વિચાર્યું હતું. ગીતાંજલિએ કહ્યું કે આ પરિવર્તનની શરૂઆત હતી, જે કામ વિશે કોઈ નથી વિચારી રહ્યું એ કામ તે કરવા માંગે છે.

image source

ઉલ્લેખનીય છે કે ગીતાંજલિએ સાયબર બુલિંગ સાથે લડવા માટે એક એપ તૈયાર કરી છે. આ વિશે ગીતાજંલિએ કહ્યું કે તે એક એપ અને ક્રોમ એક્સ્ટેંશન છે. તે શરૂઆતથી જ સાયબર બુલિંગને પકડી શકે છે. તેનું નામ Kindly છે. ગીતાંજલિએ કહ્યું કે તે હવે વધુ લોકોને આમ કરવા પ્રેરણા આપવા માંગે છે.

image source

ટાઈમ પત્રિકાએ પણ આ વિશે વાત કરી હતી કે-આ દુનિયા એ લોકોની છે, જે તેને આકાર આપે છે.’ ટાઈમની પ્રથમ ‘કિડ ઓફ ધ યર’ માટે 5,000થી વધુ દાવેદારોમાંથીથી ગીતાંજલિની પસંદગી કરાઈ છે. ટાઈમ સ્પેશયલ માટે હોલિવુડની અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા એન્જલીના જોલીએ તેનો ઈન્ટરવ્યુ લીધો. ગીતાંજલિએ કોલોરાડો સ્થિત પોતાના ઘરેથી જોલી સાથે ઓનલાઈન વાત કરી. તેણે કહ્યું કે, ‘અવલોકન કરો, વિચારો, રિસર્ચ કરો, બનાવો અને તેને જણાવો.’ ટાઈમ મુજબ, કિશોરીએ કહ્યું કે, ‘દરેક સમસ્યાનો ઉકેલ કરવાનો પ્રયાસ ન કરો, પરંતુ એ એક બાબત પર કેન્દ્રિત કરો, જે તેમને ઉશ્કેરતું હોય. જો હું આ કરી શકું છું, તો કોઈપણ તે કરી શકે છે.’

image source

ગીતાંજલિ રાવે કહ્યું કે, તેમની પેઢી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે, જે પહેલા ક્યારેય નહોંતી આવી. તેણે કહ્યું કે, ‘પરંતુ સાથે જ , અમે જૂની સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છીએ, જે હજુ પણ રહેલી છે. જેમકે, અમે અહીં એક નવી વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યા છીએ અને અમે હજુ પણ માનવાધિકારોના મુદ્દાનો સામનો કરી રહ્યા છે. એવી સમસ્યાઓ છે, જે અમે ઊભી નથી કરી, પરંતુ તેનો હવે અમારે ટેકનોલોજી દ્વારા ઉકેલ લાવવાનો છે, જેમકે, જળવાયુ પરિવર્તન અને સાઈબર ક્રાઈમ. બીજા કે ત્રીજા ગ્રેડમાં હતી, ત્યારથી તેણે એ વિચારવાનું શરૂ કરી દીધું હતું કે, તે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કઈરીતે સામાજિક ફેરફાર લાવવામાં કરી શકાય છે.

ગીતાજંલિએ જણાવ્યું કે, તે જ્યારે 10 વર્ષની હતી ત્યારે જ તેણે પોતાના માતા-પિતાને જણાવી દીધું હતું કે, તે કાર્બન નેનો ટ્યૂબ સેન્સર ટેકનોલોજી પર ડેનવર વોટર ક્વોલિટી રિસર્ચ લેબમાં રિસર્ચ કરવા માગે છે. ખાવા વિશે પૂછવા પર ગીતાંજલિએ કહ્યું કે, અમે ઈંડાનો ઘણો ઓછો ઉપયોગ કરીએ છીએ હું ઈંડા વિનાની કૂકીઝ ખાઉં છું. મેં તાજેતરમાં જ બ્રેડ બનાવી હતી અને તે ઘણી સારી હતી. મને તેના પર ગર્વ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત