Site icon News Gujarat

મારી લાશ વિશાલના ઘરે આપી આવજો, જેથી મારા આત્માને શાંતિ મળે એવું લખી સુરતની યુવતીએ કરી લીધી આત્મહત્યા

સુરતના કાપોદ્રામાં એક યુવતીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે આ અંગે યુવક અને તેની પત્ની સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. યુવતીના ઘરેથી એક સુસાઈડ નોટ મળી હતી, જેમાં લખ્યું હતું કે વિશાલે લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યો હતો. તેની પત્નીને જાણ હોવા છતાં સાથ આપતી હતી. આ બંનેએ મારી જિંદગી બરબાદ કરી નાખી. મારી લાશ મારા ફેમિલીને આપતાં પહેલાં વિશાલના ઘરે આપી આવજો. તો જ મારા આત્માને શાંતિ મળશે. સુસાઈડ નોટના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વિશાલ પટેલ અને તેની પત્ની સામે સુનિતાને આતઘાત કરવા માટે મજબૂર કરવા બદલ ગુનો નોંધ્યો છે. આ સાથે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

image source

મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા વિસ્તારમાં મૂળ ઉમરપાડાની સુનિતા(નામ બદલ્યું છે) ભાણેજ સાથે રહેતી હતી. ગત રોજ સવારે 10 વાગ્યા દરમિયાન સુનિતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે સુનિતાને સ્મિમેર હોસ્પિટલ લઈ ગયા હતા. પોલીસને સુનિતાના ઘરેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.

સુસાઈડ નોટમાં લખ્યું હતું કે હું પોતે સુનિતા. મારો સંબંધ પટેલ વિશાલ મનહરલાલ (રહે. ડુંગરા કામરેજ, રામજી મંદિર ટાંકી ફળિયું) સાથે હતો. હું અને વિશાલ ચાર વર્ષથી સંબંધમાં હતાં. લગ્ન કરવાની લાલચ આપી વિશાલે મારી સાથે સંબંધ બાંધ્યો હતો. વિશાલ પહેલાંથી જ પરિણીત હતા, તેમ છતાં મે તેની જોડે સંબંધ રાખ્યો. તેની પત્નીને અમારા સંબંધની માહિતી હતી, એમ છતાં એ મને અને વિશાલને સાથ આપતી હતી. હું આજે આ ખોટું પગલું ઉઠાવું છું, મારો ફાયદો ઉઠાવ્યો છે. કામિની (નામ બદલ્યું છે, વિશાલની પત્ની) અને વિશાલે મારી જિંદગી બરબાદ કરી નાખી, હું બધી રીતે હારી ગઈ છું. એટલે હું મરું તો મારી લાશ મારા ફેમિલીને આપતાં પહેલાં વિશાલના ઘરે આપી આવજો. તો મારા આત્માને શાંતિ મળશે. વધારે માહિતી માટે કામરેજ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી લેવી. ગત રાત્રે હું ત્યાં અરજી કરી આવી છું. મારાં માતા-પિતા, ભાઈ-બહેનને બસ એટલું કહીશ કે હું ખોટી હતી એટલે ખોટું કર્યું, વિશાલ મને મારતો, મેન્ટલી હેરાન કરતો, જે હું સહન ન કરી શકી.

Exit mobile version