સોનું લેવાનું હોય તો ઉતાવળ કરો, 3 દિવસ પછી સસ્તુ થયુ છે સોનું, જાણી લો શું છે નવા ભાવ

છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો. આ પછી શુક્રવાર બાદ આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે આંતરરાષ્ટ્રિય સ્તરે સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકી ડોલરમાં આવેલા વધારાના કારણે સોનાના ભાવ ઘટીને 3 અઠવાડિયાની નીચેના સ્તરે આવ્યા છે. તેની અસર ઘરેલૂ માર્કેટમાં પણ જોવા મળી રહી છે.

જાણો આજે કેવા રહ્યા ભાવ

image source

મંગળવારે કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એમસીએક્સ પર આજે શરૂઆતના કારોબારમાં ડિસેમ્બર ડિલિવરીનું સોનું 0.55 ટકા ઘટીને 50,826 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. આ સાથે ચાંદી વાયદા 1.2 ટકા ઘટીને 62,343 પ્રતિ કિલોગ્રામ પર આવ્યું છે.

image source

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. વિદેશી બજારમાં હાજર સોનું 0.1 ટકાના ઘટાડાની સાથે 1919.51 ડોલર પ્રતિ ઓંસ પર કારોબાર કરી રહ્યું હતું. જ્યારે ચાંદીનો ભાવ 0.4 ટકા ઘટીને 25.02 ડોલર પ્રતિ ઓંસ પર રહ્યો હતો. સોનાની કિંમતોમાં મોટો ઘટાડો આવ્યો નથી કારણકે દેશ દુનિયામાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને વેક્સીનને લઈને કોઈ ડેડલાઈન નક્કી થઈ નથી.

સોનાની નવી કિંમતો

image source

એચડીએફસી સિક્યોરિટીઝના આધારે દિલ્હીના સર્રાફા બજારમાં સોમવારે સોનું 240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. અઠવાડિયા પહેલા સોનાનો ભાવ વધીને 52,073 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. તેના પહેલાં શુક્રવારે આખો દિવસ સોનાનો ભાવ 51,833 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.

ચાંદીની નવી કિંમતો

image source

સોમવારે ચાંદીની કિંમતોમાં વધારો થયો છે. ચાંદી 786 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મોંઘી થઈને 64927 રૂપિયે પ્રતિ કિલોગ્રામ પહોંચી છે. શુક્રવારે ચાંદીનો ભાવ 64141 રૂપિયે પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો છે. આ પ્રકારે આજે ચાંદીની કિંમતોમાં પ્રતિ કિલોગ્રામ 786 રૂપિયાનો વધારો થયો છે.

આગળ હવે શું થશે

એક્સપર્ટ્સનું કહેવું છે કે અમેરિકી પ્રોત્સાહન પેકેજ પર અનિશ્ચિતતા ચાલી રહી છે. આ સમયે કારોબારીઓની નજર બ્રિટેનના વ્યાપાર સમજોતા પર છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને એક યૂરોપીય સંઘ વ્યાપારમાં કરારની રૂપરેખા તૈયાર કરવા માટે ગુરુવારે એક સમય સીમા નક્કી કરાઈ હતી.

દિવાળી સુધીમાં કેટલા રહેશે ભાવ

image source

દિવાળીની વાત કરીએ તો તે સમયે ઉપરી સ્તરે સોનું 51500-52800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી રહી શકે છે. જ્યારે નીચલા સ્તરે ઘટીને 49800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહેવાની શક્યતા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત