Google તેના Gmail યુઝરોને આપશે કોલિંગ અને ચેટિંગની સુવિધા, જાણો નવા અપડેટ વિશે

તાજેતરમાં જ એક google update ની જાહેરાત કરવામાં આવી હતી. આ અપડેટ ના કારણે gmail નો ઉપયોગ કરતા યુઝરો માટે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. gmail દ્વારા હવે કોમ્યુનિકેશન એટલું સારું થઈ જવા રહ્યું છે કે તમારે અન્ય કોઈ એપ્લિકેશનની કદાચ જરૂર નહીં પડે.

image soucre

અસલમાં gmail હવે પોતાના યુઝરો માટે એવી સુવિધા આપી રહ્યું છે કે જેમાં gmail યુઝર અન્ય gmail યુઝરને મોબાઇલ ફોન પર કોલ કરવા, તેની સાથે ચેટીંગ કરવા અને group discussion માં સામેલ થવા માટેના નવા ફીચર્સ આપશે.

image soucre

એનો અર્થ એ થયો કે gmail નું નવું અપડેટ આવ્યા બાદ હવે તમારે કોલિંગ કે મેસેજ કરવા માટે કદાચ અન્ય કોઇ એપ્લિકેશનને ની જરૂર નહિ પડે. અસલમાં વર્ક સ્પેસ માટે ગૂગલ અપડેટ gmail inbox માં google ચેટ, google meet અને સ્પેસ માટે એક નવું ટેબ લઈને આવી રહ્યું છે. અહીં એ નોંધનીય છે કે ગૂગલ meet કંપનીની વીડિયો કોલિંગ સર્વિસ, google ચેટ કંપનીની મેસેજિંગ સર્વિસ અને ગુગલ સ્પેસ group discussion સર્વિસ છે.

ડાયરેકટ ઇનબોક્સ દ્વારા કરી શકાશે કોલ

image socure

આ નવા gmail update નો સૌથી મોટો ફાયદો એ થશે કે ગુગલ યુઝર ઇન બોક્સમાંથી અન્ય gmail યુઝરને કોલ કરી શકશે અને મિટિંગ શરૂ કરી શકશે. ફોન નંબર ને તમારા કોન્ટેક્ટ લિસ્ટ માં શોધવા કે કોઈ એપ્લિકેશન ને ઓપન કરવાના સ્થાને તમે સીધા google યુઝરના ઇમેલ એડ્રેસ દ્વારા તેને કોલ કરી શકશો. આ માટે તમારે gmail વેબસાઈટ કે મોબાઈલ એપથી સ્વીચ કરવાની જરૂર પણ નહીં રહે. એ ઉપરાંત અન્ય યુઝરને તમારા ઈ-મેલ મોકલવાને બદલે ઇ-મેલ પર આપવામાં આવેલા ચેટ ટેબ નો ઉપયોગ કરીને સીધો મેસેજ પણ મોકલી શકો છો. આ મેસેજ તમારા એ ડિવાઇસ પર પણ Sync થઈ જશે જેમાં gmail ઍપ ઇન્સ્ટોલ હોય.

કોમ્પ્યુટર પર પણ રિસીવ કરી શકાશે કોલ

image soucre

નોંધનીય છે કે વોટ્સએપ જેવી પોપ્યુલર સર્વિસ multi device support લાવવા મથી રહી છે ત્યારે google નું આ નવું અપડેટ gmail યુઝરને ફક્ત તેના ફોન પર જ નહીં પરંતુ તેના કોમ્પ્યુટર પણ કોલ રીસીવ કરી શકવાની સુવિધા આપશે. gmail ના સીનીયર ડાયરેક્ટર ઓફ પ્રોડક્ટ મેનેજમેન્ટ સનાઝ અહારી એ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ જીમેલ યુઝર પોતાના gmail ટીમ મેમ્બર્સ ને કોલ કરી શકશે. જીમેલ મોબાઇલ એપ ચલાવતા હોય એ ડિવાઇસમાં રીંગ આવશે અને તેના લેપટોપ પર પણ એક નોટિફિકેશન મોકલવામાં આવશે. જેનાથી યૂઝર સરળતાથી જવાબ આપી શકે.