Google Pay યુઝ કરનારને હવે લાગશે મોટો ઝાટકો, જાણો કંપનીએ શું લીધો મોટો નિર્ણય, સાથે જાણો શું પડશે એની તમારા ખિસ્સા પર અસર

જો તમે ટ્રાન્ઝેક્શન માટે યુપીઆઈ મોડમાં ગૂગલ પેનો ઉપયોગ કરો છો તોએલર્ટ થઈ જાવ. ગૂગલ પેથી નાણાં ટ્રાન્સફર કરવાનું હવે ફ્રી નહી રહે. કંપનીએ નિર્ણય લીધો છે કે હવે બેંકથી બેંક ટ્રાન્સફર માટે ફી લેવામાં આવશે. આ માટે કંપનીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

શું છે આખી ઘટના

image source

ટેક સાઇટ બિઝનેસ ઇનસાઇડર અનુસાર, Google Pay જાન્યુઆરી 2021 થી પીયર ટૂ પીયર પેમેન્ટ સુવિધા બંધ કરવા જઈ રહી છે. તેના બદલે, કંપની દ્વારા ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર પેમેન્ટ સિસ્ટમ ઉમેરવામાં આવશે. આ પછી, યુઝર્સે પૈસા ટ્રાન્સફર કરવા માટે ફી ચૂકવવી પડશે. જોકે, કંપનીએ હજી સુધી જણાવ્યું નથી કે આના માટે યુઝર્સ પાસેથી કેટલું ચાર્જ લેવામાં આવશે.

ગૂગલ વેબ એપ્લિકેશનને બંધ કરશે

image source

હાલમાં, ગૂગલ પે વપરાશકર્તાઓને મોબાઇલ અથવા વેબ પેજ દ્વારા નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. તાજેતરમાં જ કંપનીએ તેની વેબ એપ્લિકેશન બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, હવે લોકો પૈસા મોકલવા અથવા પ્રાપ્ત કરવા માટે pay.google.com નો ઉપયોગ કરી શકશે નહીં. પૈસા ટ્રાન્સફર કરવા માટે ફક્ત ગૂગલ પે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે. સાથે જ ગૂગલે સ્પષ્ટતા કરી છે કે ગૂગલ પેનું સપોર્ટ પેજ પણ આવતા વર્ષે જાન્યુઆરીથી બંધ થઈ જશે. જણાવી દઈએ કે જ્યારે તમે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા મોકલો છો, ત્યારે એકાઉન્ટમાં રકમ પહોંચતા એકથી ત્રણ દિવસનો સમય લાગે છે તો બીજી તરફ ડેબિટ કાર્ડથી પૈસા તુરંત ટ્રાન્સફર થઈ જાય છે.

Android, IOS વપરાશકર્તાઓ માટે રજૂ કર્યા નવા ફિચર્સ

image source

ગૂગલે સપોર્ટ પેજ પરથી જાહેરાત કરી છે કે જ્યારે તમે ડેબિટ કાર્ડથી પૈસા ટ્રાન્સફર કરો છો ત્યારે 1.5 ટકા અથવા 0.31 ડોલર (જે વધારે હોય) ફી લાગે છે. આવી સ્થિતિમાં ગૂગલ દ્વારા ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર(Instant Money Transfer)પર ચાર્જ વસુલી શકાય છે. ગયા અઠવાડિયે ગૂગલ દ્વારા ઘણી નવી સુવિધાઓ રજૂ કરવામાં આવી છે. આ તમામ સુવિધાઓ અમેરિકન એન્ડ્રોઇડ અને આઇઓએસ વપરાશકર્તાઓ માટે રોલ આઉટ કરવામાં આવી છે. આ ઉપરાંત કંપનીએ ગૂગલ પેનો લોગો પણ બદલી નાખ્યો છે.

Google Payનો લોગો બદલી ગયો

image source

ગૂગલે પોતાની પેમેન્ટ એપ Google Pay ને નવા ક્લેવરની સાથે રજૂ કરી છે. હાલમાં કંપનીએ પોતાના લોગોમાં પણ ફેરફાર કર્યો હતો. નવા વર્ઝનમાં Google Pay એપમાં નવો લોગો પણ સામેલ કરવામાં આવ્યો છે. Google Payનું રીડિઝાઇન વર્ઝન એન્ડ્રોયડ અને આઈઓએસ બંન્ને માટે ઉપલબ્ધ થશે. હાલ આ એપની નવી ડિઝાઇન અમેરિકામાં લોન્ચ કરવામાં આવી રહી છે. ભારતીય યૂઝર્સ માટે Google Payનો લોગો બદલી ગયો છે અને કેટલાક નવા ફીચર્સ મળ્યા છે. પરંતુ અહીં એપને સંપૂર્ણ રીતે રીડિઝાઇન કરવામાં આવી નથી.

આગામી વર્ષે કંપની PLEX લોન્ચ કરશે

image source

Google Payમા આપવામાં આવેલા નવા ફીચર્સની વાત કરીઓ તો હવે અમેરિકામાં આ એપ દ્વારા યૂઝર્સ ફૂડ ઓર્ડર કરી શકે છે. ગૂગપ પેમાં હવે બિલ મિત્રો વચ્ચે વેચવાનું નવુ ફીચર આપવામાં આવ્યું છે. રેન્ટ, ફૂડ બિલ અને બીજા ખર્ચાઓ માટે ગ્રુપ બનાવી બિલને બધા સાથે શેર કરી શકાય છે. પેમેન્ટ ફીચરને પણ રીડિઝાઇન કરવામાં આવ્યું છે અને અમેરિકામાં પેટ્રોલ પંપની સાથે કંપનીએ ભાગીદારી કરી છે. 30 હજાર લોકેશન પર આ ઉપલબ્ધ હશે.

image source

Google Payમા Explore ટેબ એડ કરવામાં આવ્યું છે, જેમાં યૂઝર્સોની આસપાસ મળતી ડીલ્સ વિશે જણાવવામાં આવશે. આ સિવાય Explore મા ઇનસાઇટ ફીચર પણ આપવામાં આવ્યું છે. આ હેઠળ પેમેન્ટ બિહેવિયર વિશે જાણકારી મળશે. ગૂગલે કહ્યું કે, આગામી વર્ષે કંપની PLEX લોન્ચ કરશે. આ બેન્કિંગ સર્વિસ છે અને તે માટે કંપની બેન્કોની સાથે ભાગીદારી કરશે. આ હેઠળ બેન્કને પણ ગૂગલ પેની સર્વિસ આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત