વાંચી લો આ આર્ટિકલ, અને જાણી લો ગુગલમાંથી તમારો પાસવર્ડ હેક થયો છે કે નહિં

ગૂગલમાંથી તમારો પાસવર્ડ હેક થયો છે કે કેમ તે તપાસો.

ડિજિટલ ડેટા લિકની વધતી સંખ્યા પછી, હવે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સએપ પર તેની વ્યક્તિગત માહિતી ચોરી કરે તેવી સંભાવના છે. ગયા વર્ષે, પગસુસ નામના સોફટવેર દ્વારા વિશ્વભરના તમામ વોટ્સએપ વપરાશકર્તાઓના મેસેજમાં વ્યક્તિગત માહિતીની ચોરીની ધમકી મળી હતી.

image source

થોડા સમય પહેલા ફેસબુક, ગુગલ અને અન્ય સાઈટના સરેરાશ 20લાખ જેટલા પાસવર્ડની ચોરી થઈ હતી. શ્કય છે કે આ ચોરી થયેલા પાસવર્ડમાં તમારો પાસવર્ડ પણ હોઈ શકે છે. એટલે તપાસી લો કે તમારી તો કોઈ ઈર્મ્ફોમેશન લીક નથી થઈને? સિક્યોરિટી એક્સપર્ટે ચોરીને કોઈ એક જગ્યાએ રાખેલા ફેસબુક અને ગુગલના 20 લાખ પાસવર્ડ મળી ગયા છે. આ પાસવર્ડ સમગ્ર દુનિયામાં ફેસબુક, ગુગલ, ટ્વિટર અને યાહુ જેવી વેબસાઈટનો ઉપયોગ કરતા યુઝર્સના છે. આ લિસ્ટમાં સમગ્ર દુનિયાના યુઝર્સનો સમાવેશ થયો છે. એટલે શક્ય છે કે તમારો પણ પાસવર્ડ તેમા હોઈ શકે છે.

image source

જો તમે પહેલાથી હેક થઈ ચુકેલ કોઈ પાસવર્ડ વેબસાઈટ પર ઉપયોગ કરી રહ્યા છો, તો ગુગલ તમને ચેતવણી આપશે. ગુગલ હવે પાસવર્ડ ચોરી અથવા લીક થવા પર પોતાના યુઝરને તરત ચેતવણી આપશે.

ગુગલ કંપનીના CEO સુંદર પીચાઈએ એક ટ્વીટ દ્વારા જણાવ્યું કે, જો યુઝર કોઈ વેબસાઈટ પર લોગ ઈન કરે છે, તો એનો પાસવર્ડ ચોરી થવાનો ભય બની રહે છે. એના માટે એમણે ગૂગલ ક્રોમ (Google Chrome) માટે એક પ્રોટેક્શન ફીચર જાહેર કર્યું છે. આના પર ઘણા લાંબા સમયથી કામ ચાલી રહ્યું હતું.

image source

પરંતુ આ વખતે વિશ્વની સૌથી મોટા ડેટા ચોરીના કિસ્સામાં સર્ચ એન્જિન પ્લેટફોર્મ ગૂગલ તમારી મદદ કરવા આગળ આવ્યું છે.

આ ફીચરમાં ગુગલ ક્રોમ તમને ચેતવણી આપશે. જો તમે કોઈ માલવેયરથી પ્રભાવિત વેબસાઈટ પર છો અને તમારો પાસવર્ડ ચોરી શકાય છે તો તમને ચેતવવામાં આવશે.

image source

સુંદર પીચાઈએ કહ્યું કે તે માલવેયરથી પ્રભાવિત વેબસાઈટો પર જવા પર તમને સચેત કરશે અને ડેસ્કટોપ પર રિયલ ટાઈમ માટે ફિશિંગ પ્રોટેક્શનને વધારી દેશે. ગૂગલની નવી સેવા ગૂગલ પાસવર્ડ મેનેજર તમને તમારા બધા સામાજિક મીડિયા એકાઉન્ટ્સ માટે પાસવર્ડ્સ સાચવવાની મંજૂરી આપે છે.

આ ફિચરનો ફાયદો ઉઠાવવા માટે તમારે ક્રોમ સેટિંગમાં જઈને સિંક ઓપશન સિલેક્ટ કરવું પડશે. હાલમાં આ ફીચર એ બધા યુઝર્સ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમણે ક્રોમના સેફ બ્રાઉઝિંગ પ્રોટેક્શન અંતર્ગત સાઈન ઈન કર્યું છે.

image source

આ ફીચરને સૌથી પહેલા પાસવર્ડ ચેકઅપ એક્સ્ટેંશનના રૂપમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. પણ હવે ગુગલ પાસવર્ડને બચાવવા માટે રિયલ ટાઈમ વોર્નિંગ આપ્યા કરશે.

આ ઉપરાંત પાસવર્ડ મેનેજરની મુલાકાત લઈને તમે ચકાસી શકો છો કે તમારો પાસવર્ડ ચોરાયો છે, અને જો તમારો પાસવર્ડ લીક થયો છે, તો ગૂગલ પાસવર્ડ મેનેજર તમારા ફોન પર તરત જ એક સૂચના મોકલશે. આ સેવાનો ઉપયોગ કરવા માટે તમારે password.google.com પર જવું પડશે. અહીંથી તમે તમારો પાસવર્ડ સેવ કરી શકો છો. યુઝર્સના ડેટા ચોરી થવાનો ડર આજકાલ દરેક સમયે બની રહ્યો છે. ડેટામાં યુઝરના લોગ ઈન ક્રેડેન્શિયલ અને ક્રેડિટ કાર્ડ નંબર જેવી વસ્તુઓ શામેલ છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત