GTU સહિત તમામ યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવાનો લેવાયો મોટો નિર્ણય

હાલમાં કોરોનાના પગલે જ્યારે અનલોક ચાલી રહ્યું છે ત્યારે હજુ સુધી કોરોના પર કોઈ અંકુશ લાવી શકાયો નથી. આવા સમયે યુનીવર્સીટીની પરીક્ષાઓને લઈને નિર્ણય લેવા અંગે વિચારાઈ રહ્યું છે. એવા સમયે આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં તમામ યુનિવસિર્ટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

image source

જો કે આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષાના આયોજન અંગેની જાહેરાત પણ કરી હતી. જો કે સાંજ પડતા પડતા આ નિર્ણય બદલી દેવામાં આવ્યો હતો. આ નિર્ણયને બદલવા પાછળ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને આગળ કરીને પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી દેવાઈ છે. આપને જણાવી દઈએ કે કોરોનાના આ કપરાં સમયમાં કાલથી ગુજરાત ટેક્નોલોજીક યુનિવર્સિટીની પરીક્ષાઓ યોજાવા જઈ રહી હતી, પણ અચાનક સરકાર દ્વારા આ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.

GTU સહિત અન્ય યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ મૌકુફ

image source

ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારત સરકારના શિક્ષણ સચિવે પ્રવર્તમાન સ્થિતીમાં દેશના રાજ્યોને એવા નિર્દેશો આપ્યા છે કે યુનિવર્સિટીની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે. આ નિર્ણય કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે. જો કે શિક્ષણમંત્રીએ જણાવ્યું જે દેશના તમામ રાજ્યોની યુનિવર્સિટીમાં પરીક્ષા બાબતે એકસુત્રતા તેમજ સમાનતા જળવાઇ રહે એ જરૂરી હોવાથી ભારત સરકારના શિક્ષણ વિભાગે આ પરીક્ષાઓ અનીર્ધારિત સમય માટે મુલતવી રાખવા જણાવ્યું છે.

image source

આ દિશા નિર્દેશોને પગલે મુખ્યમંત્રી સાથે પરામર્શ કર્યા બાદ શિક્ષણ વિભાગે પણ ગુજરાતમાં 2 જુલાઇથી શરૂ થનાર GTU સહિત અન્ય યુનિવર્સિટીની આગામી દિવસોમાં લેવાનારી પરીક્ષાઓને પણ મૌકુફ રાખવા અંગે નિર્ણય લીધો છે. હવે પછીની પરીક્ષા આવનારા સમયમાં નવી તારીખો આપીને લેવામાં આવશે.

ઓનલાઈન અને ઓફલાઈન માટેના વિકલ્પ અપાયા હતા

image source

આ બાબતે સૌપ્રથમ વખત શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જ આ વર્ષે તમામ યુનિવર્સિટીની છેલ્લા વર્ષની પરીક્ષા યોજવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.આ સાથે જ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટેના વિકલ્પો પણ આપવામાં આવ્યા હતા. જેમાં ઓનલાઈન, ઓફલાઈન અને બંને રીતે જો પરીક્ષા ન આપી શકે તો એવા વિદ્યાર્થી માટે અલગથી યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થી અવસર આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી.

૨ જુલાઈથી GTUની પરીક્ષાઓ નક્કી કરાઈ હતી

image source

ગુજરાત રાજ્ય ભરમાં GTUના વિદ્યાર્થીઓ માટે આવતી કાલથી એટલે કે ૨ જુલાઈથી GTUની છેલ્લા વર્ષની પરીક્ષાઓ શરુ થવાનો કાર્યક્રમ ગોઠવાઈ ચુક્યો હતો. જેમાં 350 જેટલા પરીક્ષા સાથળો ખાતે પરીક્ષા લેવામાં આવવાની તૈયારીઓ પણ થઇ ચુકી હતી. જો કે કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. જેમ કે કોરોનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સેનિટાઈઝરની વ્યવસ્થા તેમજ પોલીસ રક્ષણ સાથે પરીક્ષા લેવાશે એવું પણ નક્કી જ હતું.

સરકાર દ્વારા પરીક્ષા લેવા અંગે આ પ્રકારે નિર્ણયો લેવાયા હતા

image source

· રાજ્યની તમામ યુનિવર્સિટીઓ માટે છેલ્લા વર્ષની પરીક્ષાઓ સમયપત્રક મુજબ જ લેવાશે એવું સૌપ્રથમ નક્કી કરવામાં આવ્યું હતું. જેના પગલે GTUની પરીક્ષાની શરૂઆત કાલથી થવાની હતી.

· આ પરીક્ષા કેવી રીતે લેવી આ બાબતે વિદ્યાર્થીઓ પાસે પ્રતિભાવ પણ માંગવામાં આવ્યા હતા, આ પ્રતિભાવોમાં 54 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર થયા હતા. જ્યારે 900 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાથી ના કહી હતી.

· પરીક્ષા કેવી રીતે લેવી એ માટે વિદ્યાર્થીઓ પાસે ત્રણ વિકલ્પ હતા – ૧. ઓનલાઈન, ૨. ઓફલાઈન અને ત્રીજી વધારાની પરીક્ષા જેમાં આગળના બંનેમાં સામેલ ન થઇ શકનાર વિદ્યાર્થીઓને પરીક્ષા માટે અવસર આપવાનો હતો.

image source

· કોરોનાના પગલે પરીક્ષા કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત કરવામાં આવ્યું હતું. આ સાથે જ માસ્ક પહેરવું અને સેનિટાઈઝર માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવા કહેવાયું હતું

· આ પરીક્ષા રાજ્ય ભરમાં કુલ 350 જેટલા કેન્દ્રોમાં લેવાય એવું આયોજન કરવામાં આવ્યું હતું.

· વિદ્યાર્થીઓની પસંદગી પ્રમાણે પરીક્ષા લેવાની હોવાથી તાલુકામાં કેન્દ્ર ઉભા કરીને પણ પરીક્ષા લેવાય એવું આયોજન કરવામાં આવ્યું હતું.

· શરૂઆત ભલે GTUની પરીક્ષા દ્વારા થવાની હોય. ત્યાર બાદ રાજ્યની તમામ યુનીવર્સીટીની પરીક્ષાઓ પણ સમયપત્ર મુજબ જ લેવાય એવું નક્કી કરવામાં આવ્યું હતું.

image source

· જો કે છેલ્લા વર્ષની આ મૌકુફ રાખેલી પરીક્ષા ક્યારે લેવાશે એના ચોક્કસ સમય અંગે કોઈ નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી.

· સરદાર પટેલ યુનિવર્સિટી તેમજ ટીચર્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં યોજાયેલ પરીક્ષાની સફળતા બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત