ગજબ: ગુજરાતના આ શહેરમાં આકાશમાંથી વરસ્યા ‘સોના’નાં સિક્કા, વીણવા માટે દોડી પડ્યા લોકો અને પછી થયું…

ગુજરાતના સુરત શહેરના એક ગામમાં સોનાનો વરસાદ થયો હતો અને લોકો ઘરની બહાર સોનું લેવા માટે નીકળ્યા હતા અને રસ્તા પર આવી ગયા હતા. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગઈકાલ રાતથી સુરત એરપોર્ટ નજીક ડુમ્મસ ગામના લોકોને કેટલીક વસ્તુઓ મળી રહી છે જે દેખાવમાં એકદમ સોના જેવી જ છે.

image source

સુરતના ડુમસના કાંડી ફળિયા રોડ પરથી સોનાના સિક્કા મળ્યાની અફવા ફેલાતા લોકો ગત રાત્રે ટોર્ચ લઇને સિક્કા શોધવા નિકળી પડ્યા હતા. આ લોકો રાત્રિથી લઇને સવાર સુધી સિક્કા શોધતા નજરે પડ્યા હતા. જોકે ગામના કેટલાક લોકોને સિક્કા મળ્યા હતા પરંતુ તે પિત્તળના હોવાનું સામે આવ્યું છે. આ ધાતુ શું છે જે સોના જેવું લાગે છે, તે રસ્તા પર અને નજીકમાં ઝાડમાં ક્યાંથી આવ્યું તે જાણી શકાયું નથી. પરંતુ જેને આ વસ્તુ હાથ લાગી તેને તેઓ સોનું માનીને જ પોતાની સાથે લઇ જઈ રહ્યા છે.

image source

સોનું મળવાની વાત ગામમાં આગની જેમ ફેલાઈ હતી. લોકો સોનું ઉપાડવા માટે ડુમ્મસ ગામ તરફ આવવા લાગ્યા હતા. રાતના સમયે પણ, લોકો અહીં ફ્લેશ લાઈટ સાથે સોનાની શોધ કરે છે. સ્થાનિક લોકો કહે છે કે કેટલાક લોકો રાત્રે અહીં પગપાળા જઈ રહ્યા હતા, ત્યારે તેમને આ ચમકતી વસ્તુ મળી.

image source

તેણે ગામના બાકીના લોકોને જાણ કરી અને લોકો અહીં સોના જેવી ચમકતી વસ્તુ શોધવા નીકળી ગયા છે. કેટલાક લોકો કહે છે કે આ ઝગમગાટ કરતી વસ્તુ સોનાની અથવા પિત્તળની છે. જ્યારે કેટલાક લોકો તેને સોનુ માનીને શોધી રહ્યા છે. બીજી તરફ સિક્કા સોનાના નહીં પિતળના હોવાનું પણ જણાયું છે.

image source

રાત્રે ચાલવા આવતા યુવકોને ચમકતા સિક્કા મળ્યા બાદ અન્ય લોકો પણ નિકળ્યા હતા. સોનાના સિક્કા અગાશી માતાના મંદિર નજીકથી મળી રહ્યા હોવાની અફવા ફેલાતા લોકોએ દોડધામ કરી હતી.

image source

અહીં સોનું શોધવા આવેલા સુરતના એક રહેવાસી કહે છે કે ગઈકાલે રાત્રે કેટલાક લોકોને અહીં સોનું મળી ગયું હતું, ત્યારબાદ ધીરે ધીરે બધાને ખબર પડી. હું પણ અહીં સોનુ શોધવા આવ્યો છું. પરંતુ મને હજી સુધી કંઈ મળ્યું નથી.

image source

રસપ્રદ વાત એ છે કે તે સુવર્ણ છે કે પિત્તળ, તે હજી સુધી કોઈને ખબર નથી. પરંતુ હવે લોકો અહીં મોટી સંખ્યામાં સોનું શોધવા માટે આવી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત