અઘરૂ થયું, આ રાજ્યમાંથી આવી ગુજરાતમાં જાન, બધાનો કોરોના ટેસ્ટ કરાતા કન્યાનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ અને પછી જે થયુ એ…

ગુજરાતમાં કોરોના મહામારીના કેસનો રાફડો ફાટ્યા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ અને રાજ્યના ચાર શહેરોમાં રાત્રિ કરફ્યૂ લાદી દીધુ. ત્યારબાદ લગ્નના નિયમોમાં પણ સરકાર 3 દિવસે ને 3 દિવસે ફેરફાર કરીવ રહી છે. દિવાળી બાદ ગુજરાતમાં કોરોના ફરીથી કહેર વર્તાવી રહ્યો છે ત્યારે હાલમાં તંત્ર અને પ્રજાની ઊંઘ હરામ થઈ ગઈ છે. તો રાજ્ય સરકાર દ્વારા ઠેર-ઠેર બૂથ ગોઠવીને કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે વલસાડમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. વલસાડનો આ અજીબો ગરીબ કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો ત્યારથી લોકોમાં ફફડાટ મચી ગયો છે.

image source

મળતી માહિતી અનુસાર વાત કરીએ તો વલસાડના મોટાબજારમાં રહેતી એક યુવતીની સગાઇ મુંબઇના યુવાન સાથે થઇ હતી. જો કે, ત્યારબાદ લગ્ન લેવાના હોવાથી આ માટે તેઓ 10 નવેમ્બરના રોજ મુંબઇ ખરીદી માટે ગયેલ અને શુક્રવારે તેના લગ્ન યોજાયા હતા. ત્યારબાદ રાજ્યની હિસ્ટ્રીના આધારે આજરોજ આરોગ્યની ટીમ લગ્ન સ્થળે પહોંચી હતી અને જાનૈયાઓના આરોગ્ય વિભાગે રેપિડ ટેસ્ટ કરતા કન્યાનો જ રિપોર્ટ પોઝિટિવ આવતા જાનમાં સોંપો પડી ગયો હતો. ત્યારે કન્યા સાસરે જવાને બદલે પિતાના જ ઘરે ક્વોરન્ટાઇન કરવામાં આવી હતી. જો કે, લગ્નમાં તમામ લોકોએ કોરોના વાયરસની ગાઇડલાઇનનું ચુસ્‍ત પણે પાલન કર્યુ હતું.

image source

વાંધો એ આવ્યો કે જાન મહારાષ્‍ટ્ર રાજયમાંથી આવેલ હોવાથી સ્થાનિક આરોગ્‍ય વિભાગની ટીમ દ્વારા જાનમાં હાજર સગા સબંધીઓનો રેપિડ ટેસ્‍ટ કરવામાં આવ્‍યો હતો અને કન્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને ત્યારે જ આવું થતાં વધુ સાસરેની જગ્યાએ પિયરમાં જ રહી ગઈ.

image source

ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં કોરોના મહામારીના કેસનો રાફડો ફાટ્યા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ અને રાજ્યના ચાર શહેરોમાં રાત્રિ કરફ્યૂ લાદી દીધુ. તે છતા હાલમાં કોરોનાના કેસ બેકાબૂ છે, ગઇ કાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 1560 કેસ આવતા હાહાકાર મચી ગયો છે. જોકે રાજ્ય સરકાર કોરોના મહામારીને કાબૂમાં લેવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. પરંતુ સ્થિતિ કાબૂ બહાર જઇ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાના વડાલી શહેર માં કોરોના વાયરસના કેસ વધતા સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે.

image source

એ જ રીતે વધતા કોરોનાના કેસના પગલે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે શહેરની વધુ ૨૮ સોસાયટીને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાનો નિર્ણય કર્યો છે જ્યારે પાંચ સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરી છે. શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા ૨૭૯ થઇ ગઇ છે.

image source

અમદાવાદ શહેરના પૂર્વ પટ્ટામાં નિકોલ અને વસ્ત્રાલમાં કેસ વધી રહ્યાં છે તો પશ્ચિમ વિસ્તારમાં બોડકદેવ બાદ ગોતા અને પાલડીમાં સતત કેસ વધી રહ્યાં છે. આજે પાલડીની પાંચ સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાઇ હતી જ્યાં ૨૫ જેટલા કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે નિકોલમાં ત્રણ અને વસ્ત્રાલમાં ત્રણ સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવાનો નિર્ણય કરાયો છે. આ છ સોસાયટીઓમાં ૨૫થી વધુ કેસ સામે આવ્યા છે. શહેરના ગોતાની તિરૂપતિ આકૃતિ ગ્રીન, આકાશ પરિસર અને શ્યામ સત્તાધાર નામની ત્રણ સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકી દેવાઇ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત