ગુજરાતનું ગૌરવ વિદેશમાં છવાયું, મોડાસા તાલુકાના વ્રજ પટેલની ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ તરીકે નિમણુક

હવે ગુજરાતીઓ વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. કારણ કે દુનિયાના ખુણે ખુણે તેની પ્રસિદ્ધિ ફેલાવા લાગી છે અને ગુદજરાતીઓ પોતાનો ડંકો વગાડી રહ્યા છે. ત્યારે એ જ અરસામાં વધારે એક ગુજરાતીએ કારનામું કરી બતાવ્યું છે. તો આવો વિગતે વાત કરીએ કે શું ગૌરવ અપાવ્યું છે. મોડાસાના પહાડપુરના વ્રજ પટેલની ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ તરીકે નિમણૂંક થતાં માદરે વતનમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને સૌ કોઈ આનંદમા ઝૂમી ઉઠ્યા હતા.

image source

મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો પહાડપુરના અને સર્વોદય સ્કૂલમાં બાયોલોજી લેબ આસિસ્ટન્ટ નટુભાઈ પટેલના પુત્ર વિમલભાઈ વર્ષોથી ઓસ્ટ્રેલિયા સ્થાઈ થયા છે અને હાલ ઓસ્ટ્રેલિયામાં એડિલેડમાં માર્ડન સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ઓસ્ટ્રેલિયાથી વતન પહાડપુર આવતા જતા રહેતા હોવાથી તેમના પુત્ર વ્રજ પટેલને પહેલાથી પાયલોટ બનાવની પહેલાથી જ ઈચ્છા હોવાથી ઉચ્ચ અભ્યાસ કરી ઓસ્ટ્રેલિયામાં પાયલોટ તરીકે નિમણૂંક પામ્યા પછી તેની મહેનત રંગ લાવી હોય તેમ ઓસ્ટ્રેલિયાની ગ્રાઉન્ડ એકેડેમી ઓફિસર્સ ટ્રેનિંગ સ્કૂલમાં પસંદગી પામ્યા પછી સખત પરિશ્રમ પછી આખરે રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ ઓફિસર તરીકે નિમણૂંક થઈ છે. અને હાલમાં આ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

image source

ત્યારબાદની જો વાત કરીએ તો જ્યારે વ્રજ પટેલ ઓસ્ટ્રેલિયામાં યુદ્ધ વિમાનો ઉડાડશે એવી ગામના લોકોમાં જાણ થઈ ત્યારે પરિવારજનો અને ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને લોકો થીરકી રહ્યા છે. વ્રજ પટેલ અને તેના પરિવારને લોકોને અભિનંદન પાઠવી રહ્યા છે અને ગૌરવ પણ અનુભવી રહ્યા છે. આ સાથે જ જો વાત કરીએ તો વ્રજ પટેલ સાથે પારિવારિક સંબંધ ધરાવતા અને મોડાસા સર્વોદય સ્કૂલમાં કેમેસ્ટ્રી ટીચર ઉત્તમ પટેલ અને પ્રિન્સિપાલ ડોક્ટર રાકેશ મહેતાએ આ વિશે વાત કરતાં જણાવ્યું કે વ્રજ પટેલ સૌમ્ય સ્વભાવ ધરાવતો યુવાન હોવાની સાથે ખૂબ જ મહેનતુ યુવક છે. દીકરો આગામી સમયમાં હજુ પણ વધુ સિદ્ધિઓ મેળવી દેશનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. ત્યારે હાલમાં આંખુ ગુજરાત આ વાતનું ગૌરવ લઈ રહ્યું છે અને અભિનંદન પાઠવી રહ્યા છે.

image source

જો વ્રજ વિશે વધારે વાત કરીએ તો મોડાસાના વ્રજ ફિઝિક્સ અને ગણિતના શિક્ષક વિમલ પટેલનો દીકરો છે, જેઓ બે દશકા પહેલા ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયા હતા. ‘મારા પ્રપૌત્રને ધોરણ 12માં 97 ટકા આવ્યા હતા અને બાદમાં તે રોયલ ઓસ્ટ્રેલિયન એર ફોર્સમાં (RAAF) જોડાયો હતો.

image source

ધોરણ 12માં 97 ટકા મેળવ્યા બાદ વ્રજ પટેલ ઓસ્ટ્રેલિયાની એકેડેમી ઓફિસર્સ ટ્રેનિંગમાં જોડાયો હતો. ‘આ વ્રજની મહેનત અને સમર્પણ હતું, જેણે તેને આ સ્તર સુધી પહોંચાડ્યો. RAAFમાં પસંદગી પામ્યા બાદ, વ્રજે કામ કરવાનું યથાવત્ રાખ્યું હતું. તેમ પરિવારના નજીકના એક સંબંધીએ જણાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત