ગુજરાતનું ગૌરવ : અમેરિકામાં ચાલતા કોરોના રસી અંગેના રિસર્ચમાં જોડાયા વડોદારના આ મહિલા

સમગ્ર વિશ્વ અત્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે. આ વચ્ચે કેટલાક દેશોમાં કોરોનાની રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે. તો વિશ્વના ઘણા દેશોમાં કોરોના વેક્સિન અંગે સંશોધનો અને ટ્રાયલ ચાલી રહ્યા છે. એવામાં ગુજરાતી લોકો માટે એર ગૌરવના સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેરના પૂર્વ મેયર ઉમાકાંત જોષીના પુત્રવધુ ખ્યાતી જોષી જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીમાં ચાલતી કોરોના વેક્સિનના રિસર્ચમાં જોડાયા છે.

હાલ તેમનો પરિવાર અમદાવાદ રહે છે

image source

આ અંગે તેમણે કહ્યું કે, તેમનો પરિવાર મૂળ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં રહેતો હતો. તેમનો જન્મ વડોદરામાં થયો હતો, પરંતુ, પિતાની નોકરીમાં બદલી થતા પરિવાર અમદાવાદના નારાયણપુરાના ઘરડાઘર પાસે આવેલા સમર્પણ ટાવર ખાતે શિફ્ટ થયો હતો. હાલ તેમનો પરિવાર અમદાવાદ રહે છે અને પરિવારમાં ભાઈ અને ભાભી પણ મેડિકલની કામગીરી સાથે જોડાયેલા છે.કોરોનાને હરાવવા માટે આખા વિશ્વમાં જંગ ચાલી રહ્યો છે ત્યારે અમેરિકામાં કોરોના વેક્સિન માટે ચાલી રહેલા રિસર્ચની ટીમમાં વડોદરાની પુત્રવધૂ પણ જોડાઇ છે, વડોદરા અને ગુજરાત માટે ગૌરવની વાત છે.

અમારૂ આ ટ્રાયલ દરેક દર્દી પર અંદાજે બે વર્ષ સુધી ચાલશે

image source

ખ્યાતિ જોષીએ જણાવ્યું હતું કે, અમેરિકામાં લોન્ગ બીચમાં વિવિધ એજ ગ્રુપના લોકો પર હાલ કોરોનાનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. એવું અનુમાન છે કે, અમારૂ આ ટ્રાયલ દરેક દર્દી પર અંદાજે બે વર્ષ સુધી ચાલશે. અમેરિકન અને અહીં વસતા અન્ય દેશોના નાગરિકો પર રસીની કેવી અસર થઇ રહી છે? એ અંગે પણ અમે હાલ તપાસ કરી રહ્યા છીએ. દર્દીને અમે રસી આપ્યા બાદ ઓછામાં ઓછો અડધો કલાક અમારે ત્યાં જ રાખીએ છીએ, જેથી રસીની કદાચ કોઈના પર આડઅસર થાય તો તરત એને અહીં સારવાર મળી શકે.

વડોદરામાં રહીને સ્ટેમસેલ રિસર્ચ કર્યું હતું

image source

તેમના અભ્યાસ અંગે વાત કરીએ તો ખ્યાતિ જોષીએ ગણપત યુનિવસટીમાંથી એમએસસી બાયોઇન્ફોર્મેટિક્સમાં અભ્યાસ કર્યો હતો, ત્યાર બાદ ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન ગાંધીનગરથી સ્ટેમસેલનો અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે વડોદરામાં રહીને સ્ટેમસેલ રિસર્ચ કર્યું હતું. જે પછી તેઓ પતિ સાથે અમેરિકામાં સ્થાયી થયા અને ત્યાં તેમણે બાયોટેકનોલોજીમાં માસ્ટર્સ કર્યું હતું. તેમણે એક વર્ષ સ્ટેમસેલ એમ્ફેસસી કર્યું જે પછી યુનિવર્સિટી સધન કેલિફોર્નિયામાં તેમણે સ્ટેમસેલ પર રિસર્ચ કર્યું હતું. જ્હોનસન એન્ડ જ્હોનસન ઉપરાંત તેઓ બીજી પણ કંપનીમાં ક્લિનિકલ ટ્રાયલ કરવાની કામગીરીમાં સહભાગી બનેલા છે.

કેટલીક કંપનીની રસી સતત 24 કલાક ફ્રીઝરમાં રાખવી પડતી હોય છે

image source

વધુમાં તેઓએ જણાવ્યું કે, અહીં ટ્રાયલ માટે આવતા દર્દીની તમામ વિગત અત્યંત ગુપ્ત રાખવામાં આવતી હોય છે. પ્રથમવાર દર્દી આવે એ પછી તે દર્દીનું નામ કે સરનામું રસી આપનારને જણાવવામાં આવતું નથી. અહીં એક આઇડી જનરેટ થાય છે અને એ આઈડી જ એ દર્દીની ઓળખ બનતી હોય છે. રસી આપતાં અગાઉ અમે દરેક દર્દીને રસી લેવાથી થતી આડઅસરોની પણ સમજ આપીએ છીએ અને તે બાદ તે સંપૂર્ણ તૈયાર હોય એ પછી જ એને રસી આપવામાં આવે છે. સામાન્ય રીતે વ્યક્તિને આડઅસરમાં દર્દીને માથું દુ:ખવું, તાવ આવવો અથવા અત્યંત ગંભીર પરિસ્થિતિમાં તેનું નિધન થવું એવી આડઅસર થતી હોય છે. જ્હોનસન એન્ડ જ્હોનસન દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી રસીને વખાણતા તેણે ઉમેર્યુ કે, અમારી કંપનીની રસી સામાન્ય ફ્રીજમાં મૂકીને 28 દિવસ સુધી રાખી શકાય છે જ્યારે અન્ય કેટલીક કંપનીની રસી સતત 24 કલાક ફ્રીઝરમાં રાખવી પડતી હોય છે. હાલ ઘણી કંપનીની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.

કોરોના વેક્સિનમાં અપાતી દવાનો ડોઝ હોતો નથી

image source

જ્હોનસન એન્ડ જ્હોનસન અમેરિકા ઉપરાંત યુકે, યુરોપ સહિતના દેશોમાં કોરોના વેકશીન પર ગ્લોબલ સ્ટડી કરી રહ્યું છે. તેનું અનુમાન છે કે જ્યારે રસી સફળ થશે તે બાદ સૌપ્રથમ અમારા જેવા ફ્રન્ટલાઈન વોરિયર્સને તેનો ચોક્કસ લાભ આપવામાં પ્રાથમિકતા મળશે. ખ્યાતિએ એમ જણાવ્યું કે, અમારી ચાલી રહેલી ક્લિનિકલ ટ્રાયલમાં તમામ લોકોને રસી આપવામાં આવતી નથી. અહીં આવતા ઘણા લોકોને પેશિબો (સુગર પિલ અને પાણી) આપવામાં આવે છે. એટલે કે આ લોકોને એક વાઈટ કલરની રસી આપવામાં આવતી હોય છે, જેમાં સામાન્ય દવા હોય છે, કોરોના વેક્સિનમાં અપાતી દવાનો ડોઝ હોતો નથી, પરંતુ, કયા દર્દીને રસી અપાઇ અને કોને પેશિબો અપાયું તે બાબતની જાણ માત્ર સ્ટડી સ્પોન્સર્સ અને ફાર્માસિસ્ટને જ ખબર હોય છે.

રસી આપવાનો મુખ્ય ઉદ્દેશ શરીરમાં ઈંમ્યુનિટી વધારવાનો

image source

દર્દીને પણ તેની જાણ કરવામાં આવતી નથી. આ પાછળ કંપનીનું એવું તર્ક છે કે, રસી લેનાર અને માત્ર પેશિબો લેનાર પર થનારી અસરમાં શું તફાવત જોવા મળી રહ્યો છે? તેનો સરળતાથી ખ્યાલ આવી શકે. દરેક દર્દીને રસી આપતા પહેલા તેને અન્ય કોઈ બીમારી છે કે નહીં? તેની પણ પૂછપરછ કરવામાં આવતી હોય છે. તેમણે એમ પણ જણાવ્યું કે, બે વર્ષની ટ્રાયલ દરમિયાન દર્દીએ ચોક્કસ સમયગાળા અંતે અમારે ત્યાં આવવું પડતું હોય છે પરંતુ દર વખતે તેને રસી આપવામાં આવતી નથી. મોટેભાગની વિઝિટમાં તેના લોહીના નમૂના તેમજ RTPCR ટેસ્ટ કરવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. રસી આપવાનો મુખ્ય ઉદ્દેશ શરીરમાં ઈંમ્યુનિટી વધારવાનો હોય છે. જેનાથી લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે અને તેઓ વાયરસ સામે લડવા સક્ષમ બને.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત