ગુજરાતીઓ માટે સારા સમાચાર, સી-પ્લેનનું ભાડું 4800 રૂપિયા નથી, સ્પાઈટ જેટે કહ્યો સાચો ભાવ, જાણો હવે કેટલા થશે

હાલમાં ગુજરાતમાં સી પ્લેનની જેટલી ચર્ચા થઈ રહી છે. એટલી જ ચર્ચા તેના ભાડાને લઈને થઈ રહી છે. ત્યારે હાલમાં સી પ્લેનના ભાડાને લઈ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે જે દરેક ગુજરાતીને ખુશ કરી દેશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે સી-પ્લેન સર્વિસનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે સ્પાઈસ જેટે બુધવારે અમદાવાદ (સાબરમતી રિવરફ્રન્ટ) અને કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેન સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ફ્લાઈટની સર્વિસ સ્પાઈસ જેટની પેટાકંપની સ્પાઇસ શટલ દ્વારા કાર્યરત થશે. અમદાવાદ-કેવડિયા રૂટ પર દરરોજ બે ફ્લાઇટ ઓપરેટ થશે, જે 31 ઓક્ટોબરથી શરૂ થશે. ત્યારે સૌ પ્રથમ જાણી લો કે આ ફ્લાઈટનું શિડ્યુલ શું હશે

image source

સ્થળથી સ્થળ સુધી પ્રસ્થાન આગમન ફ્રિક્વન્સી

અમદાવાદ કેવડિયા 10.15 10.45 દરરોજ

કેવડિયા અમદાવાદ 11.45 12.15 દરરોજ

અમદાવાદ કેવડિયા 12.45 13.15 દરરોજ

કેવડિયા અમદાવાદ 15.15 15.45 દરરોજ

image source

ક્યારે બુકિંગ કરવું અને કઈ રીતે થશે તેને લઈને તમને જણાવી દઈએ કે આ માટેની ટિકિટ 30 ઓક્ટોબર, 2020થી www.spiceshuttle.com પર ઉપલબ્ધ થશે. સ્પાઇસ જેટ આ ફ્લાઇટ માટે 15-સીટર ટ્વિન ઓટ્ટર 300 એરક્રાફ્ટનો ઉપયોગ કરશે.

image source

સૌથી મોટી વાત એ છે જ્યારે સી પ્લેન આવવાનું છે એવી ખબરો વહેતી થઈ ત્યારે આ અગાઉ વન-વે ભાડું 4800 રૂપિયા છે એવી ઘણી અટકળો મીડિયા અને સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી, જોકે સ્પાઈસ જેટ તરફથી ભાડાંની સ્પષ્ટતા પણ હવે કરી દેવામાં આવી છે. ઉડાન યોજના અંતર્ગત ઓલ-ઇન્ક્લૂસિવ વન-વે ટિકિટ રૂ.1500/-થી શરૂ થશે. આ સમાચાર આવતા જ લોકોમાં રાહત જોવા મળી હતી કે હવે ભાડું આટલું છે.

image source

ખુબ ઓછા લોકોને જાણ હશે કે સ્પાઇસ જેટે વર્ષ 2017થી અત્યારસુધીમાં ભારતમાં સી-પ્લેનનાં પરીક્ષણો હાથ ધર્યાં છે અને આંતરિક જળમાર્ગો કે નદીઓ જેવાં જળાશયો પર એર કનેક્ટિવિટી ચકાસનાર એકમાત્ર ભારતીય એરલાઇન છે. જ્યારે પ્રથમ તબક્કા અંતર્ગત પ્લેનના ઉતરાણનાં પરીક્ષણો નાગપુર અને ગુવાહાટીમાં હાથ ધરવામાં આવ્યાં હતાં, ત્યારે બીજા તબક્કામાં એમ્ફિબિયસ વિમાન સંકળાયેલાં હતાં, જે માટેનું પરીક્ષણ મુંબઈની ગુડગાંવ ચોપાટી પર હાથ ધરવામાં આવ્યું હતું. સ્પાઇસ જેટે ટ્વિન ઓટ્ટર 300 માટે પ્રતિબદ્ધતા, સલામતી અને જાળવણી માટેનું સમાન સ્તર સુનિશ્ચિત કર્યું છે. આ વિમાન ઉડાનમાં સલામત હોવાની સાથે દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય અને વધુ ઉપયોગમાં લેવાતું વિમાન છે. એની વિશ્વસનીયતા, મજબૂત નિર્માણ, અભૂતપૂર્વ રીતે શોર્ટ ટેક-ઓફ અને ઉતરાણની ક્ષમતા, પેલોડ ક્ષમતા અને ઉત્કૃષ્ટ બાહ્ય વિઝિબિલિટી માટે પ્રસિદ્ધ છે.

image source

સી પ્લેન વિશે વધારે વિગતવાર વાત કરીએ તો વિમાનનું નિયમિતપણે મેઇન્ટેનન્સ, ઓવરહોલિંગ અને સીટ રિફર્બિશમેન્ટ થાય છે તથા માન્ય એરવર્થીનેસ રિવ્યુ સર્ટિફિકેટ (એઆરસી) ધરાવે છે. આ ફ્લાઇટ ઓપરેટ કરવા જરૂરી તમામ SoPs સી-પ્લનની કામગીરીની કાર્યકારી માર્ગદર્શિકા સાથે સુસંગત છે. ટ્વિન ઓટ્ટર 300માં નોંધપાત્ર રીતે કાર્યદક્ષ ટ્વિન ટર્બોપ્રોપ પ્રાટ્ટ એન્ડ વ્હિટ્ની PT6A-27 એન્જિન ફિટ છે, જે એની વિશ્વસનીયતા માટે જાણીતું છે. વિમાન અભૂતપૂર્વ એક્સિડન્ટ ફ્રી હિસ્ટ્રી ધરાવે છે તથા એમાં નવાઈ નથી કે આ માલદીવ્સની સાથે દુનિયાભરમાં ઉડાનનો શ્રેષ્ઠ અનુભવ મેળવવા સૌથી વધુ પસંદગીનું વિમાન છે.

સી પ્લેનના કેપ્ટન અજય ચૌહાણે મીડિયાને આ વિશેની વધુ માહિતી આપી છે જે નીચે મુજબ છે.

અમદાવાદ આવેલા આ ટ્વિન-ઓટર્સ સી-પ્લેનનું વજન 3377 કિલોગ્રામ છે.

image source

1419 લીટર ક્ષમતાની બળતણ ટાંકી ધરાવે છે, જે મહત્તમ 5670 કિ.ગ્રા. વજન સાથે ઉડી શકે છે.

સી-પ્લેન 15.77 મીટર (51 ફુટ) લાંબુ અને 5.94 મીટર ( 19 ફુટ) ઉંચું છે.

સી પ્લેન PT6A-34 પ્રકારના સિંગલ સ્ટેજ ફ્રી ટર્બાઇનવાળા બે એન્જિન ધરાવે છે. ઉડાન વખતે સી-પ્લેનમાં પ્રતિ કલાક 272 કિ.ગ્રા. બળતણની ખપત થાય છે.

સી-પ્લેનની ડાબી બાજુ 1.27 બાય 1.45 મીટરનો દરવાજો આવેલો છે.

સી-પ્લેન 19 પેસેન્જરની ક્ષમતા ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત