ગુજરાતી ફિલ્મોનો દિગ્ગજ વિલન પણ નરેશ કનોડિયાના મોત પછી ઘેરા આઘાતમાં, શોક વ્યક્ત કરતાં કહ્યું કે…

ગુજરાતી ફિલ્મોના મેગા સુપરસ્ટાર અને લાખો પ્રશંસકોના દિલ પર રાજ કરનાર ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડિયાનું કોરાનાથી નિધન થયા બાદ માત્ર ગુજરાત જ નહીં પણ દેશ વિદેશમાં તેના પડઘા પડ્યા છે.

image source

નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે. નાના માટો કલાકારો પણ આ અંગે દુખ વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નરેશ કનોડિયાએ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

દિગ્ગજ વિલન ફિરોઝ ઇરાનીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું

image source

આ બધાની વચ્ચે નરેશ-મહેશના નિધનથી નરેશ કનોડિયાની મોટા ભાગની ફિલ્મોમાં તેમની સાથે કામ કરનારા અભિનેતા અને વિતેલા જમાનાનાં ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ વિલન ફિરોઝ ઇરાનીએ પણ દુ:ખ વ્યક્ત કરતા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. નરેશભાઈના નિધનના સમાચાર મળતા ફિરોઝ ઇરાઈએ દુઃખ વ્યક્ત કર્યુ હતું. અને તેમણે શઓક વ્યક્ત કરી પોતાની અને નરેશની મિત્રતાના ઉદાહરણો તાજા કર્યા હતા.

હીરો નરેશ હોય અને વિલન ફિરોઝ જ હોય

image source

ફિરોઝ ઇરાઈએ શોક સાથે જણાવ્યું હતું કે,”મારા મોટાભાઈ ગુમાવ્યા હોવાનું દુઃખ થઈ રહ્યું છે. હું અને નરેશભાઇ એક પછી એક ફિલ્મો કરતા ગયા અને ફિલ્મો હિટ થતી ગઈ. તે સમયે લોકોના માનસ પર એવી છાપ પડી ગઇ હતી કે, હીરો નરેશ હોય અને વિલન ફિરોઝ હોય તો જ ફિલ્મ જોવાની મજા પડે. જ્યારે ફિલ્મ નરેશ અને મહેશ સાથે મળતા ત્યારે રામલક્ષણ જોડી સાથે સરખાવતો આજે નરેશ અને મહેશ જોડી અમર થઈ ગઈ”

ફિરોઝના નિધનના સમાચાર પણ ફેલાયા હતા

image source

જો કે આ અગાઉ એક અફવા પણ ફેલાઈ હતી કે નરેશ કનોડિયાનું નિધન થયું હતું, જો કે તે ખોટી વાત હતી, આ જ રીતે આ અગાઉ ગુજરાતી ભાષાની ફિલ્મોમાં ખલનાયક તરીકે પ્રખ્યાત ફિરોઝ ઈરાનીનું નિધન થયું છે તેવા સમાચાર પણ ફેલાઈ ગયા હતા. જોકે, એ પણ એક અફવા નીકળી હતી. પીઢ એક્ટર ફિરોઝ ઈરાનીએ સોશિયલ મીડિયા પર આ મામલે ખુલાસો કર્યો હતો કે, તેમના નિધનના સમાચાર એક અફવા છે. તેઓ એકદમ સ્વસ્થ છે.

ગુજરાતીઓને ભારે દુખ

image source

ઉલ્લેખનીય છે કે ઢોલિવુડને જીવંત રાખવામાં ફિરોઝ ઈરાનીનો મોટો ફાળો રહ્યો છે. ગુજરાતી ફિલ્મોમાં તેઓ એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યસર, રાઈટર વગેરે રહી ચૂક્યા છે. તો વળી ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાએ 77 વર્ષીય ઉંમરે અંતિમ શ્વાસ લેતા છેલ્લા 2 દિવસમાં ‘મહેશ-નરેશ’બંધુ બેલડી ખંડિત થઈ હતી. ત્યારે ગુજરાતી પ્રશંસકો આ બંધુ બેલડીને યાદ કરી શોકમગ્ન છે. નરેશ-મહેશની જોડી ખંડિત થતા તેમના પ્રશંસકોથી લઇ દિગ્ગજ કલાકોરો અને દેશના પીએમ નરેન્દ્ર મોદી તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ બંધુ બેલડીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત