Site icon News Gujarat

ગુજરાતમાં સ્મશાનની ભયાનક સ્થિતિ, આ દ્રશ્ય જોઈને સમજી જજો કોરોનાની ગંભીરતા, તસવીરો છે બહુ ડરામણી…

સ્મશાનમાં દેખાઈ રહ્યું છે ભયાનક દ્રશ્ય, આ દ્રશ્ય જોઈને કોરોનાની ગંભીરતા સમજી જાવ તો સારું. કોરોના દિવસેને દિવસે જાણે ભયાનક સ્વરૂપ પકડી રહ્યો છે. કેટલાય લોકો એના સંક્રમણનો ભોગ બની રહ્યા છે તો કેટલાયના આ જીવલેણ કોરોનાએ જીવ લીધા છે. એવામાં રાજકોટમાં સરકારી ચોપડે અને સ્મશાનના આંકડામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે રાજકોટમાં સ્મશાનમાં એક જ દિવસમાં 50થી વધુ અંતિમવિધિ કરાઈ છે. જ્યારે કોરોના સારવાર લેતા દર્દીઓના 31 મૃત્યુ જાહેર કરાયા છે. ડેથ ઓડિટ કમિટિના આંકડામાં રાજકોટમાં 2 મૃત્યુ દર્શાવાયા છે. જેના કારણે હવે તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે કયા કારણસર મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે.

ક્યાં કેટલા લોકોની અંતિમવિધિ

image source

પાટણના મુક્તિધામમાં સ્થિતિ છે ભયાનક

પાટણના સિદ્ધપુરનાં સરસ્વતી મુક્તિધામમાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી હતી ત્યારે સરસ્વતી મુક્તિધામનાં ટ્રસ્ટીનું નિવેદન સામે આવ્યુ હતુ.પાટણના મુક્તિધમમાં છેલ્લા 24 કલાકમાં 5 કોરોનાગ્રસ્ત મૃતદેહોનો કરાય અંતિસંસ્કાર છે. અત્યાર સુધીમાં આ મુક્તિધામમાં 550થી વધુ કોરોનાગ્રસ્ત મૃતદેહોનો અંતિસંસ્કાર કરાયો છે.

સુરતમાં કોરોનાએ ઉભી કરી છે ચિંતાજનક સ્થિતિ.

image source

સુરતમાં સ્મશાનમાં રાત્રે પણ 70 થી વધુ મૃતદેહ અંતિમવિધિ માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે ઉમરા સ્મશાનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જે ગત રાતનો હોવાનું માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સ્મશાન ગૃહમાં કલાકોનું વેઇટિંગ ચાલી રહ્યુ છે. જ્યારે સરકારી આંકડામાં ગત રોજ 14ના જ મોત બોલે છે. સુરતના ત્રણેય સ્મશાનમાં વેઇટિંગ લાઇન જોવા મળી હતી.

વધતા જતા કોરાનાગ્રસ્ત મૃતદેહના અંતિસંસ્કારને લઇ સિક્યુરીટી ગાર્ડે કહ્યું છે કે, રોજના 5 કોરોનાગ્રસ્ત મૃતદેહોનો અંતિમસંસ્કાર કરાય છે એટલું જ નહીં પણ તેઓનું કહેવુ છે કે, ચૂંટણી પહેલા કોરોનાગ્રસ્ત મૃતદેહ ન હતા આવતા પણ ચુંટણી બાદ કોરોનાગ્રસ્ત મૃતદેહો વધ્યા છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનામાં થયેલા મોતના આંકડા પ્રમાણે આજની કુલ મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે. તો સાથે કોરોનાના કેસની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4021 કેસ સામે આવ્યા છે તો એની સામે 2197 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,07,346 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 35 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.

image source

અત્યાર સુધીમાં ગુજરાતમાં 4655 લોકોના કોરોના સંક્રમણના કારણે મોત થયાં છે. ગઇકાલની સરખામણીએ આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 20473 પર પહોંચ્યો છે. જ્યારે 182 લોકો વેન્ટિલેટર પર છે.

તો બીજી બાજુ રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા ઓક્સિજનના સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. ઓક્સિજનના સિલિન્ડરની કિંમત 160 રૂપિયાથી વધીને 285 રૂપિયા થઈ છે. તો GST સાથે ઓક્સિજનના સિલિન્ડરની કિંમત 316 રૂપિયા થઈ ગઈ છે.

image source

તમને જણાવી દઈએ કે હોળાષ્ટક પહેલા રોજના 50થી 60 ઓક્સિજનના સિલિન્ડરની માગ રહેતી હતી. જ્યારે હાલ રોજના 350થી 400 સિલિન્ડર સુધી પહોંચી છે.

વેપારીઓનું માનવું છે કે જો આગામી સમયમાં હજુ પણ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થશે તો આ માગ 800 સુધી પહોંચશે. જો કે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ઓક્સિજનના સિલિન્ડરની અછત ઉભી નહી થાય તેવી બાંહેધરી આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version