Site icon News Gujarat

લોકડાઉન પછી ગુજરાત આજથી ફરી ધમધમશે: જાણો છૂટછાટ મળતા આજથી શું રહેશે ખુલ્લુ અને શું રહેશે બંધ

આજથી અમદાવાદમાં છૂટછાટ: 82 દિવસ પછી AMTS-BRTS, 14 મહિના પછી કોર્ટો, સ્કૂલ-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થશે

ગુજરાત ફરી એકવખત SOP (Standard Operating Procedure) સાથે આજથી એટલે કે 7મી જૂનથી ધમધમશે. કોરોના વાયરસના લીધે લાદેલા આંશિક લોકડાઉનમાં થોડીક વધુ છૂટછાટો આપવામાં આવી છે. ગુજરાતીઓ કોઇ એવી ગફલતમાં ના રહેતા કોરોના સાવ જતો રહ્યો છે. કારણ કે થોડીક પણ બેદરકારી મોટી મુશ્કેલીમાં ફેરવાઇ શકે છે. આથી સરકારી SOPનું પાલન કરવું આપણા બધા માટે હિતાવહ રહેશે.

image source

આજથી રાજ્યની શાળા-કોલેજોમાં 1.27 કરોડ વિદ્યાર્થીનું નવું શૈક્ષણિક સત્ર શરૂ. શિક્ષકોએ 100 ટકા હાજરી સાથે શાળા-કોલેજમાં આવવાનું રહેશે તો વિદ્યાર્થીઓને ઘરે જ રહીંને ઓનલાઇન શિક્ષણ મેળવવાનું રહેશે. સાથો સાથ આજથી સરકારી-ખાનગી કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે ખૂલશે. વેપાર-ધંધા રાબેતા મુજબ સવારે 9 થી સાંજે 6 કલાક સુધી ચાલુ રહેશે. આજથી અમદાવાદમાં AMTS અને BRTS 50% મુસાફરો સાથે ફરી દોડતી થઇ ગઇ. સાથો સાથ રાજ્યની તમામ જિલ્લા કોર્ટને આજથી શરૂ કરાઇ છે.

36 શહેરોમાં 11 જૂન સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત

રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કર્ફ્યુ નો અમલ કરવાનો રહેશે.

image source

AMTS-BRTS આજથી દોડી

ગત માર્ચ મહિનામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો હતો અને આ સંક્રમણને અટકાવવા માટે AMC દ્વારા AMTS અને BRTS બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. જો કે હાલ કોરોના કેસમાં સતત ઘટાડો થતા આજથી અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 મહિનાથી બંધ બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી. AMTS અને BRTS બસો સવારે 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલશે. પ્રવાસીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજિયાત રહેશે. ડ્રાઇવર અને કંડકટર માસ્ક નહીં પહેરે તો દંડ ફટકારવામાં આવશે. 50 ટકા ક્ષમતા સાથે બસોને દોડાવામાં આવશે.

image source

શિક્ષણ ઓનલાઇન શરૂ

રાજયમાં ધો. 1થી12ની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા આશરે 1.27 કરોડ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય આરંભાશે. આ સાથે આર્ટસ, કોર્મસ, સાયન્સ, ડીગ્રી-ડીપ્લોમાં ઇજનેરી સહિતના ટેકનિકલ અભ્યાસક્રમના આશરે 7 લાખ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય હાથ ધરાશે. વિદ્યાર્થીઓએ સ્કૂલે આવવાનું રહેશે નહીં, શિક્ષણ ઓનલાઇન હાથ ધરાશે. શિક્ષકો-બિનશૈક્ષણિક કર્મચારીઓએ સ્કૂલે આવવાનું રહેશે.

image source

હજુ આ બધું તો બંધ જ રહેશે

આ છૂટછાટમાં હજી મંદિરોમાં ભક્તોને આવવાની મંજૂરી આપવામાં આવી નથી. મંદિર સહિતના ધાર્મિક સ્થાનો બંધ રહેશે. મંદિરમાં માત્ર પૂજારી પૂજાવિધિ કરી શકશે. સ્વિમીંગ પુલ,જિમ, કોચિંગ કલાસ (ઓનલાઇન શિક્ષણ), સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, વોટર પાર્ક, બાગ-બગીચા,મનોરંજક સ્થળો, સ્પા બંધ રહેશે. કોઇપણ પ્રકારના રાજકીય-સામાજિક કાર્યક્રમો કે મેળાવડા કરવાની મંજૂરી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version