કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં રેકૉર્ડબ્રેક, 1 હજારથી વધુ નવા કેસ સાથે કુલ આંક 50 હજારને પાર

છેલ્લા 24 કલાકમાં નવા કોરોના કેસે 1000 હજારનો આંકડો ક્રોસ કર્યો – ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 50,000ને પાર કરી ગયો

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. ગુજરાત ભારતનું તે રાજ્યોમાંનું એક રાજ્ય છે જે કોરોનાથી સૌથી વધારે અસર પામ્યું છે. હાલ રાજ્યમા સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ સુરતની છે. માત્ર સુરત, અમદાવાદ અને ગાંધીનગરમાં જ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 900 કેસ નોંધાયા છે. અને સમગ્ર રાજ્યોનો આંકડો જોવા જઈએ તો છેલ્લા 24 કલાકમાં નવા 1026 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

image source

ગયા છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના નવા આંકડાએ અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. અને આ આંકડા સાથે જ સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50,465 પર પહોંચી ગઈ છે. જોકે છેલ્લા ચોવીસ કલાકમાં 744 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થતા મેળવી છે. અને આમ અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોમાંથી 33,403 લોકોને કોરનાના સંક્રમણમાંથી મુક્તિ મળી છે. પણ દુઃખદ વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 34 લોકોના મૃત્યુ થયા છે. આમ અત્યાર સુધીના ગુજરાત રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુનો આંકડો જોવા જઈએ તો તે 2001 સુધી પહોંચી ગઈ છે.

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે રાજ્યમાં અનલોક થયુ ત્યાર બાદ સંક્રમીતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. રાજ્યને અનલોક કર્યા બાદ 13મી જુલાઈથી અત્યાર સુધીનાં આંકડા પર નજર નાખવા જઈએ તો એકધારો રોજનો આંકડો 900 કેસનો રહ્યો છે. અને આજે આ આંકડો વધીને 1000ને વટી ગયો છે. અત્યાર સુધીમા પ્રથમવાર ગુજરાતમાં 1000 કરતાં વધારે કોરોના સંક્રમિતો ફક્ત છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. જે એક ચિંતાનો વિષય છે.

અમદાવાદની સ્થિતિ પર એનક નજર કરીએ

image source

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના નવા 190 કેસ નોંદાયા છે. જેમાંથી અમદાવાદ શહેરની વાત કરીએ તો 178 કેસ છે અને અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 12 નવા કેસ નોંધાયા છે. આમ આજના આંકડાને ગણીને અત્યાર સુધીમા અમદાવાદમાં કોરોના સંક્રમિતોનો આંકડો 24,758 પર પહોંચ્યો છે. અમદાવાદ માટે હકારાત્મક વાત એ છે કે આજે 205 લોકો કોરોનાના સંક્રમણથી મુક્ત થયા છે અને તેમને રજા આપી દેવામા આવી છે. જો કે આમ અત્યાર સુધીમાં કોરોનાથી મુક્તિ પામીને સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 19429 સુધી પહોંચી છે. પણ દુઃખની વાત એ છે કે 6 લોકોના મૃત્યુ પણ થયા છે. આમ અમદાવાદનો કુલ મૃત્યુઆંક 1559 સુધી પહોંચી ગયો છે. અને હાલ અમદાવાદના એક્ટિવ કેસની વાત કરીએ તો 3779 કેસ એક્ટિવ છે.

સુરત શહેર છે સૌથી વધારે પ્રભાવિત

image source

અમદાવાદ બાદ સુરતે જાણે કોરોના સંક્રમણની આગેવાની લીધી હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે સુરતમાં દિવસેને દિવસે સંક્રમિતોના આંકડા વધારે અને વધારે નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 298 નવા કેસ નોંધાયા છે જેમાંથી સુરત કોર્પોરેશનમાં 225 અને સુરત જિલ્લામાં 73 કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં સુરતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10,276 સુધી પહોંચી ગઈ છે. જો કે છેલ્લા 24 કલાકમાં સુરતમાં 173 દર્દીઓ કોરોનાના સંક્રમણથી મુક્ત થયા છે. આમ સ્વસ્થ થયેલા દર્દીઓના આંકડા પર એક નજર નાખીએ તો સુરતમાં 7063 લોકો સ્વસ્થ થયા છે. પણ દુઃખની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં સુરતમાં 21 લોકોના મૃત્યુ કોરોનાના સંક્રમણના કારણે થયા છે. આમ અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો 292 થયો છે. હાલ જો એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ સુરતમાં 2920 કેસ એક્ટિવ છે.

રાજ્યમાં જિલ્લાવાર કોરોના સંક્રમણના આંકડા પર એક નજર

21- જુલાઈ-2020 – પોઝિટિવ કેસ

  • અમદાવાદ 199
  • સુરત 298
  • વડોદરા 75
  • ગાંધીનગર 31
  • રાજકોટ 58
  • ભાવનગર 38
  • પાટણ 20
  • મહેસાણા 18
  • સાબરકાંઠા 5
  • દેવભૂમિ દ્વારકા 1
  • પોરબંદર 2
  • અમરેલી 7
  • જૂનાગઢ 2
  • ડાંગ 1
  • નવસારી 17
  • તાપી 4
  • મોરબી 6
  • સુરેન્દ્રનગર 21
  • છોડા ઉદેપુર 0
  • વલસાડ 13
  • નર્મદા 19
  • કચ્છ 9
  • જામનગર 20
  • દાહોદ 39
  • ગીર સોમનાથ 18
  • ભરૂચ 16
  • મહિસાગર 6
  • બોટાદ 8
  • ખેડા 14
  • બનાસકાંઠા 25
  • પંચ મહાલ 17
  • અરવલ્લી 1
  • આણંદ 8
  • અન્ય રાજ્ય 0

કોરોના અત્યાર સુધી જિલ્લાવાર નોંધાયેલા કેસ પર એક નજર

image source

જિલ્લા -કુલ કેસ -ડિસ્ચાર્જ -મૃત્યુ -એક્ટિવ કેસ

અમદાવાદ- 24767 -19429- 1559 -3779

સુરત -10276- 7063 – 293 – 2920

વડોદરા- 3740 – 3100- 59 – 581

ગાંધીનગર- 1142 – 829 -37 – 276

રાજકોટ- 1096 – 431 -19 -646

ભાવનગર -993 – 479 – 19 – 495

બનાસકાંઠા -485 -368 -16 – 101

અરવલ્લી- 316 -262 – 26 – 28

આણંદ -371 – 333 -13 – 25

મહેસાણા -316 -262 -26 – 28

મહીસાગર- 229 – 144 -2 – 83

બોટાદ -165 – 87 – 3 – 75

દાહોદ – 294 -58 – 4 – 232

image source

ગીર સોમનાથ- 215- 59 – 4 – 152

છોડા ઉદેપુર -100 – 68 – 2 – 30

સાબરકાંઠા- 328 – 206 – 8 -114

પંચમહાલ- 335 -224 – 16 – 95

વલસાડ -429 – 183 -5 – 241

ભરૂચ – 617 – 385 – 11 – 221

નવસારી- 383 -238 – 6 – 139

તાપી -92 -60 -0 -32

અમરેલી -246 – 135- 8 – 103

દેવભૂમિ દ્વારકા- 34 – 27 – 2 – 5

ડાંગ -9 – 7 – 0 – 2

મોરબી -152 – 101 – 3 – 48

સુરેન્દ્રનગર- 484- 197 – 8 – 279

image source

પોરબંદર -34 – 26 – 1 – 6

જૂનાગઢ -584 – 407 – 7 -170

નર્મદા -157 -103 – 0 – 54

કચ્છ -353- 213 -10- 130

ખેડા – 426 – 302- 14 – 146

જામનગર -483 – 256 -9- 218

પાટણ -393 -285 – 21 – 87

અન્ય રાજ્ય -88 -82 – 1 – 5

કુલ આંકડો- 50465 -36403 -2201 -11861

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત