જાણો કેવો છે રસીકરણ માટેનો એકશન પ્લાન, સરકારે યાદી તૈયાર કરવા અધિકારીઓને કર્યું સુચન

ગુજરાતમાં કોરોનાની રસી સંદર્ભે આજે ગાંધીનગર ખાતે ખાસ બેઠક મળી હતી. આ બેઠકમાં એકશન પ્લાન નક્કી કરવામાં આવ્યો હતો. રાજ્યમાં રસીકરણ પહેલા તેના સંગ્રહ માટે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત હસ્તકના કોમ્યુનિટી હેલ્થ સેંટર અને પબ્લિક હેલ્થ સેન્ટરનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે રસીકરણ માટેની પ્રક્રિયા ઇલેક્શન પેટર્ન અનુસાર એટલે કે મતદાર યાદી અનુસાર થશે.

image source

જાણવા મળ્યાનુસાર મતદાર યાદીના આધારે 50 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓનું લીસ્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત 50 વર્ષથી ઓછી ઉંમર હોય પરંતુ કોમોર્બીડીટી હોય તો તેવા કિસ્સામાં પણ બીજા તબક્કાના રસીકરણ માટેના લિસ્ટમાં જે-તે વ્યક્તિનો સમાવેશ કરવાની સુચના આપવામાં આવી છે.

image source

ગુજરાત સરકારના આરોગ્ય કમિશનરે તમામ જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને ગઇકાલે મોડી સાંજે તાકીદનો મેસેજ પાઠવીને જણાવ્યું છે કે આ પ્રકારનું લિસ્ટ બનાવવાની કામગીરી અને સર્વેની કામગીરી તારીખ 10 થી શરૂ કરીને તારીખ 13 ડિસેમ્બર સુધીમાં પૂરી કરી દેવાની રહેશે. 1 જાન્યુઆરી 2021ના રોજ જે વ્યક્તિએ 50 વર્ષ પુરા થયા હોય અથવા તો પચાસ વર્ષ પૂરાં ન થયાં હોય પરંતુ કોમોર્બીડીટી હોય તો તેમના નામ પણ આવા લિસ્ટમાં સમાવવાના રહેશે. આ કેટેગરીમાં આવતી દરેક વ્યક્તિના નામ, સરનામાં, મોબાઈલ નંબર સાથેનો ડેટાબેઝ તૈયાર કરવાનો રહેશે અને આ માટે ઇલેક્શન પેટર્ન અપનાવવાનું નક્કી કરાયું છે.

image source

મતદાર યાદીના આધારે સર્વે અને લિસ્ટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથોસાથ બુથવાઈઝ એટલે કે પ્રત્યેક મતદાન મથક દીઠ એક ટીમની રચના કરવામાં આવશે અને આવી ટીમ જે તે મતદાન મથકમાં નોંધાયેલાં લોકોના ઘરનો સંપર્ક સાધીને બુથ વાઇઝ ડેટા તૈયાર કરશે.

image source

રાજ્ય સરકારના આરોગ્ય કમિશનરે પરિપત્રમાં જણાવ્યું છે કે તારીખ 13 ના સાંજે 6 વાગ્યા સુધીમાં આ પ્રકારનો ડેટા તમામ જિલ્લા મથકોએથી અને મહાનગરપાલિકા વિસ્તારમાંથી સરકારને મળી જવો જોઈએ. તારીખ 14 થી તારીખ 16 દરમિયાન આવેલા ડેટા પરથી યાદી બનાવાશે. રસીકરણના આ કાર્યક્રમ સંદર્ભે આજે ગાંધીનગર ખાતે હાઇ લેવલ કમિટીની બેઠક મળી છે અને તેમાં આ તમામ કામગીરીની સમીક્ષા કરવાની સાથોસાથ બુથવાઈઝ ટીમની રચના,ટ્રેનિંગ,ઓરિએન્ટેશન વગેરે મુદ્દાઓ તેમાં આવરી લેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત