ગુજરાતના આ શહેરમાં કોરોનાથી લોકોની હાલત ખરાબ: હોસ્પિટલોમાં 1-2 કલાકનું વેઈટીંગ, દર્દીઓ એમ્બ્યુલન્સમાં સારવાર લેવા મજબૂર, એમાં પણ પાછો ઓક્સિજનનો ભાવ બમણો!

રાજકોટમાં કોરીનાની સ્થિતિ ગંભીર: હોસ્પિટલોમાં 1-2 કલાકનું વેઈટીંગ, દર્દીઓ એમ્બ્યુલન્સમાં સારવાર લેવા મજબૂર અને ઓક્સિજનનો ભાવ બમણો! શહેરમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે રોજ ખુબ મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફક્ત રાજકોટ શહેર કે જિલ્લાની પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.

image source

સૌથી મોટી વાત એ છે કે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ થવા માટે ૧૦૮ અને અન્ય ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લઇ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી રહ્યા છે. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ખૂબ મોટી મોટી કતારોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે રીતે વીડિયો સામે આવ્યો છે તેના પરથી દર્દીઓની સંખ્યા ખૂબ મોટી હોવાનું પણ આપણે અનુમાન લગાવી શકાય છે.

image source

આખરે વાત એવી પણ સામે આવે છે કે, જે રીતે એમ્બ્યુલન્સ કતારોમાં ઊભેલી જોવા મળે છે ત્યારે દર્દીને હોસ્પિટલ સુધી પહોંચતાં એકથી દોઢ કલાક જેટલો સમય લાગે છે અને આ સમય દરમ્યાન દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાની પણ ફરજ પડી રહી છે. જે પણ એમ્બ્યુલન્સમાં દર્દીઓ આવે છે તેને વેઇટિંગમાં ઉભુ રહેવું પડે છે.રાજકોટમાં ઓક્સિજનનો ભાવ બમણો જોવા મળી રહ્યો છે.

image source

રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભરમાં કોરોના વાયરસના કેસ માં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓના કારણે સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ પણ ફૂલ જોવા મળી રહી છે. બીજી તરફ ઓક્સિજન નો ઉપયોગ પણ સાથોસાથ વધ્યો હોવાનું સામે આવ્યું છે. હોળાષ્ટક પહેલા જે ઓક્સિજનના સિલિન્ડરની કિંમત 160 થી 170 રૂપિયા હતી. તેની કિંમત હાલ કંપનીઓએ વધારીને 285 રૂપિયા કરી દીધી છે. જીએસટી સહિત એક ઓક્સિજનના સિલિન્ડરની કિંમત 316 સુધી પહોંચે છે. વધતા જતા સિલિન્ડર ના ભાવ પાછળ ડિમાન્ડ એન્ડ સપ્લાય નો નિયમ કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. બોલબાલા સામાજિક સંસ્થાના પ્રમુખ જયેશ ભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પહેલા તેમને ત્યાં રોજના 50 થી 60 બાટલાની માંગ રહેતી હતી. પરંતુ આજે માંગ વધી ને 350 થી 400 બાટલા સુધી ની થવા પામી છે.

ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની ઘટ્ટ પડવા દેવામાં નહિ આવે

જો આગામી સમયમાં હજુ પણ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થશે તો આ માંગ 800 સુધી પહોંચે તેવી શક્યતા તેઓ જોઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન નું કહેવું છે કે, ચોક્કસ ઑક્સિજન ના ઉપયોગમાં વધારો થયો છે. પરંતુ કોઈ પણ જગ્યાએ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન ની ઘટ્ટ પડવા દેવામાં નહિ આવે.

image source

500થી વધુ હોમ ક્વોરન્ટીન લોકો ઓક્સિજન-સિલિન્ડર માટે વલખાં મારે છે

ખાનગી અને સિવિલમાં બધાં બેડ ફુલ હોવાથી જે લોકો હોમ આઈસોલેટેડ હોય એવા દર્દીઓને ઓક્સિજન-સિલિન્ડર પૂરાં નથી પાડી શકાતાં. જે લોકો હોમ ક્વોરન્ટીન છે એવા 500 લોકો રોજ ઓક્સિજન-સિલિન્ડર મેળવવા માટે આવે છે. જો એ બધાને આપીએ તો હોસ્પિટલમાં સપ્લાઈ પૂરો ન પાડી શકીએ, તેથી એ બધાને ના પાડવી પડે છે. એક દર્દી જો તે વેન્ટિલેટર પર હોય તો તેને એક મિનિટમાં 17થી 35 લિટર ઓક્સિજનની જરૂર પડે છે અને સામાન્ય દર્દી હોય તો તેને એક મિનિટમાં 2થી 8 લિટર ઓક્સિજનની જરૂરિયાત રહેતી હોય છે.

સિવિલ બહાર લાઇનમાં ઊભેલા દર્દીનું અચાનક ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું

રાજકોટ સિવિલ અને ખાનગી તમામ હોસ્પિટલમાં બેડ હાઉસફુલ થઈ રહ્યાં છે અને સારવાર માટે દર્દીઓને 12-12 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે એવી સ્થિતિ સર્જાઈ છે. એમાં લાઇનમાં ઊભા રહેલા દર્દીને સમયસર સારવાર ન મળતાં તબિયત વધુ લથડતી જતી હોવાના કિસ્સા સામે આવ્યા છે. ગઇકાલે રાત્રે સિવિલ હોસ્પિટલ બહાર લાઇનમાં ઊભા રહેલા એક દર્દીની તબિયત અચાનક લથડી અને ઓક્સિજન લેવલ નીચું જતું રહ્યું હતું, આથી હાજર લોકોએ દર્દીને ઊંધા સુવડાવી પ્રાથમિક સારવાર આપી હતી.

દૈનિક 110 ટનની જરૂર સામે 20 ટન ઓક્સિજન ઓછો આવે છે

રાજકોટ શહેરની બે ખાનગી હોસ્પિટલમાં ગઇકાલે નિયત સમયે ઓક્સિજનનો જથ્થો ન પહોંચતાં બંને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની હાલત ગંભીર બની હતી. દર્દીઓનાં સ્વજનોએ ઓક્સિજન ઘટતાં સંચાલકો પાસે જતાં તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમણે એજન્સી પાસેથી જથ્થો મગાવ્યો હતો અને ટેન્કર આવી રહ્યું હતું એ જિલ્લા કલેક્ટરની સૂચનાથી જામનગર રવાના કરાતાં ઓક્સિજન ખૂટી ગયો છે. દર્દીઓને સાચવવા બીજાં સિલિન્ડર મગાવાયાં હતાં, પણ વેન્ટિલેટર માટે એ પૂરતાં સાબિત થયાં ન હતાં. સાંજના સમયે એનો 500 કિલો જથ્થો પહોંચાડ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!