Site icon News Gujarat

ગુજરાતમાં કોરોનાની પહેલી દર્દી રીટાએ યાદ કરી આપવીતી, સાજી થઈ ત્યાં સુધી કેવી કેવી મુશ્કેલી પડી એના વિશે કરી વાત

હાલમાં જ ગુજરાતમાં કોરોનાએ એક વર્ષ પુરુ કર્યું અને લોકોએ સોશિયલ મીડિયા પર ફન્ની રીતે તેનો જન્મદિવસ પણ ઉજવ્યો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાએ માર્ચ 2020માં એન્ટ્રી લીધી હતી. 19 માર્ચના રોજ રાજકોટના નદીમની સાથે સાથે સુરતનો પણ એક પોઝિટિવ કેસ આવ્યો હતો અને એ નામ એટલે કે રીટા બચકાનીવાલાની.

સુરતના પાર્લે પોઈન્ટમાં રહેતી અને લંડનમાં અભ્યાસ કરતી રીટા બચકાનીવાલા સૌથી પહેલાં કોરોનાના ઝપેટમાં આવી હતી. આમ રીટા પણ રાજ્યની પહેલી કોરોના સંક્રમિત દર્દી બની હતી. ત્યારે હાલમાં જ કોરોનાના અનુભવો વિશે રીટા બચકાનીને પૂછવામાં આવ્યું હતું અને તેણે અવનવી વાતો કરી હતી..

રીટાના જણાવ્યા પ્રમાણે હું લંડનમાં અભ્યાસ કરતી હતી. અચાનક કોરોના આખા વિશ્વમાં તેનો પગ પેસારો કરી રહ્યો હતો અને સાથે જ ત્યારે લંડનમાં પણ કેટલાક કેસ સામે આવ્યા હતા, જેને લઈ હું 14 માર્ચ 2020ના રોજ વતન સુરત આવી ગઈ હતી કે હવે વાંધો ન આવે. અચાનક 16મી માર્ચ-2020ના રોજ મને તાવ આવ્યો અને પરિવારમાં ગભરાટ મચી ગઈ.

ફેમિલી ડૉક્ટરના સલાહ સુચન બાદ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે કરાવ્યા બાદ બે દિવસ આઇસોલેશન વોર્ડમાં રહેવાની ફરજ પડી હતી. મારો પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જો કે બીજો રિપોર્ટ પોઝિટિવ આવતા જ મને 14 દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે એવી જાણ કરવામાં આવી હતી.

રીટાએ આગળ વાત કરી કે મારો પરિવાર અને મિત્રો ચિંતામાં હતા. બીજી બાજુ મારા ફોટો વાઇરલ થઈ રહ્યા હતા. જેને લઈ માનસિક તણાવમાં પણ આવી ગઈ હતી. કારણ કે એ સવાલ મારી પ્રાઇવસીનો હતો. મને હોસ્પિટલમાં કોઈ તકલીફ ન હતી. 14 દિવસ બાદ મને રજા પણ આપવામાં આવી હતી. ત્યારે હું અશક્ત હતી. કંઈ સમજ પડતી ન હતી.

મારા ઘર બહાર પાલિકાએ ક્વોરન્ટીન વિસ્તારના બોર્ડ પણ લગાવી દીધા હતા. જેને કારણે આખો પરિવાર જાણે સમાજથી વિખૂટો પડી ગયો હોય એવી ફિલીંગ આવતી હતી. શાકભાજીની લારી હોય કે કપડાને પ્રેસ કરવાવાળા ભાઈ કે પછી ઘરકામ કરતી બહેનો, બધા જ આ ઘરને જોઈ ડરતા હોય એવો માહોલ હતો. બે મહિના તો મને માત્ર નોર્મલ થતા લાગ્યા હતા. કારણ કે આ બધી ઘટનાએ અમને અપસેટ કરી નાંખ્યા હતા.

14 દિવસમાં રીટાએ શું શું ભોગવ્યું અને ત્યારની પરિસ્થિતિ કેવી હતી એ પણ ખરેખર જાણવા જેવી વાત છે. આ વિશે રીટાએ વાત કરી કે કોરોના વોરિયર્સ તરીકેના 12 મહિનાએ મને ઘણું બધું શીખવી દીધું, સોશિયલ ડિસ્ટન્સિગનું મહત્વ સમજાયું, હવે પાર્ટી અને લગ્ન પ્રસંગોમાં ઓછી જ હાજરી આપું છું. કારણ કે એક બીક સતત રહે છે.

કોરોનાની સારવારના એ 14 દિવસ હું ક્યારેય ભૂલી શકું એમ નથી, એક તરફ એકલતા અને બીજી તરફ મોત આપતી બીમારી સાથે સતત લડવાની પ્રકિયા મારા માટે ખુબ જ અઘરી હતી. જો કે મારા મિત્રો મને સતત વીડિયો અને વોટ્સએપ કોલ કરી મારું મનોબળ મજબૂત કરતાં એ પણ હું નહીં ભૂલી શકું.

આજની પરિસ્તિતિ વિશે વાત કરું તો આજે હું યોગા અને મેડિટેશન કરી સ્વસ્થ રહેવાની કોશિશ કરું છું, બીજી એક વાત ચોક્કસ કરીશ કે, મેં જે દર્દ સહન કર્યું છે એ મારા પરિવારના કોઈ પણ સભ્ય ન કરે, એટલે મેં મારા માતા-પિતાને કોરોના વેક્સિન અપાવી છે ને હું પણ લઈશ. ત્યારે આ વાત હતી રીટાની કે ગુજરાતમાં જેને પહેલો કેસ માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version