ફરીવાર હાર્દિક પંડ્યાએ સ્વિમિંગ પૂલમાં દીકરા અગસ્ત્ય સાથે મોજ-મજા કરી, લીધો અ’વાદના વાતાવરણનો આનંદ

હાર્દિક પંડ્યા અને તેમની વાઈફ નતાશા જ્યારથી માતા પિતા બન્યા છે ત્યારથી જ સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહેવા લાગ્યા છે અને અવારનવાર દીકરાને લઈને નવી નવી તસવીરો અને વીડિયો મૂકતા રહે છે. ત્યારે હાલમાં બન્ને ગુજરાતમાં છે અને મેચની પ્રેક્ટિસ ચાલી રહી છે. ત્યારે આ મોકા પર પણ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરવાનો સિલસિલો યથાવત રાખ્યો છે. હાર્દિક તેમના 5 મહિનાના દીકરા અગસ્ત્ય સાથે સ્વિમિંગ પૂલમાં ફરી એકવાર મસ્તી કરતો જોવા મળ્યો છે અને હવે તે વાયરલ કરવામાં આવી રહી છે.

image source

જો આ તસવીરો વિશે વાત કરીએ તો હાર્દિક પંડ્યાએ ખુબ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તેની તસવીરો શેર કરી છે. આ વખતે ટ્વિટર પર હાર્દિકે અગસ્ત્ય સાથે બે ફોટા શેર કર્યા છે. એમાં હાર્દિક તેના દીકરાને ઉપરની તરફ ઉપાડી રહ્યો છે. અગસ્ત્ય પણ તેના પિતા સાથે પૂલમાં મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. તેના દીકરાની સ્માઈલ પર લોકો ફિદા થઈ ગયા છે અને તસવીરો વાયરલ કરી રહ્યા છે. લોકોને પણ આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે. જો કે આવું પહેલી વખત નથી બન્યું, જ્યારે હાર્દિકે અગસ્ત્ય સાથે પૂલની કોઈ તસવીર શેર કરી હોય.

જો વાત કરીએ કેટલાક સમય પહેલાંની તો હાર્દિક અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકે અમુક પૂલ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને એમાં કેપ્શનમાં નતાશાએ લખ્યું હતું કે ‘અમારા દીકરાનો પૂલમાં પહેલો દિવસ. ત્યારે તે પહેલી જ વખત પૂલમાં ઉતર્યો હતો. આ સાથે જ જણાવી દઈએ કે હાલમાં હાર્દિક અત્યારે ભારતીય ટીમ સાથે અમદાવાદમાં છે અને તે ટેસ્ટ ટીમનો જ ભાગછે. હાર્દિક તે ખેલાડીઓમાંનો એક છે, જે ટેસ્ટ સિરીઝ દરમિયાન પોતાના પરિવાર સાથે ટ્રાવેલ કરી રહ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવનારી ચાર ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ રમવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ બોલિવૂડની અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચની સાથે સગાઇ કરી હતી. અને તે પછી પંડ્યાએ ફેન્સને નતાશાની પ્રેગનેન્સીની ખુશખબરી આપી હતી. જે પછી હવે ટીમ ઇન્ડિયાના આ ઓલરાઉન્ડર અને ગુજરાતા વડોદરા નિવાસી તેવા હાર્દિક પંડ્યાના ઘરે પુત્રના વધામણાં થયા છે. જાહેરાતના થોડા સમય પહેલાં જ હાર્દિક પંડ્યા અને નતાશાના બેબી સાવરની રસમ કરવામાં આવી હતી. જે સમયે પહેલીવાર માતા-પિતા બનેલા હાર્દિક અને નતાશાના ચહેરો પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી.

જો કે ત્યારે અવાર નવાર હાર્દિક અને નતાશાની તસવીરો ખૂબ વાયરસ થઇ હતી. કારણ કે આ પહેલા હાર્દિક પંડ્યાનું નામ અનેક જાણીતી અભિનેત્રીઓ અને મોડેલ સાથે જોડાઇ ચૂક્યું છે. તે અને નતાશા પણ લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હતા. પણ મીડિયોમાં આ ખબર ત્યારે પાક્કી થઇ જ્યારે હાર્દિકે નતાશાને પ્રપોઝની તસવીરો શેર કરી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!