હવામાન વિભાગની મોટી આગાહી: ગુજરાત માથે એકસાથે 2 સિસ્ટમ સક્રિય થતા આટલા દિવસ પડી શકે છે વરસાદ

હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે વરસાદ

પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લઈને પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી ચોમાસું નજીક છે ત્યારે તંત્રની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરાઇ છે. કેરળ બાદ હવે ચોમાસું આગળ વધી રહ્યું છે.

image source

આગામી દિવસોમાં રાજ્યામાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે પ્રિ-મોન્સુન એક્ટિવ થતા વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. મળતી વિગતો પ્રમાણે, રાજ્ય પર એકસાથે 2 સિસ્ટમ સક્રિય થઇ છે. જેને લઇ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે.

આજે સૌરાષ્ટ્રમાં વરસાદની વકી

આજે ભાવનગર, અમરેલી, રાજકોટમાં વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 8 જૂને સુરત, ભરૂચ, નવસારી, ભાવનગર, અમેરેલી, પોરબંદરમાં વરસાદની આગાહી કરાઇ છે.

image source

9 જૂને આ વિસ્તારોમાં પડી શકે વરસાદ

તો 9 જૂને સુરત, ભરૂચ, વડોદરા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જૂને ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જૂનાગઢ, ભાવનગર, રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 11 જૂને ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે પણ કરી છે

રાજ્યમાં ચોમાસાને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 29 જૂનથી સત્તાવાર ચોમાસાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે 28-29 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થેશે. 9થી 11 જૂન સુધી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે. પૂર્વ પટ્ટી, ઉત્તર ગુજરત, સૌરાષ્ટ્રમાં પ્રિ મોનસુન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે.

image source

આગામી 11 અને 12 જૂને ગાજવીજ સાથે વરસાદની વકી

અંબાલાલ પટેલે VTV સાથે વાતચીત કરતા જણાવ્ચું હતું કે, આગામી 11 અને 12 જૂને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડશે. 15થી 19 જૂને પણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થશે. જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. સત્તાવાર ચોમાસુ બેચવાના હજુ 20 દિવસની વાર છે.

કેરળ બાદ ચોમાસુ વધી રહ્યું છે આગળ

કેરળ બાદ હવે ચોમાસું આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં રાજ્યામાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે પ્રિ-મોન્સુન એક્ટિવ થતા વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

image source

પ્રિ-મોન્સુન એક્ટિવ થતા વરસાદની આગાહી

બે દિવસ પહેલા પણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો જેને લઈ હવે ચોસમાસું આગળ વધે તેવું વર્તાઈ રહ્યું છે હવામાન વિભાગ આગામી 20 જુન સુધી ચોમાસું બેસે તેવું જણાવ્યું છે એ પહેલા પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લઈને પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ પડી શકે છે. તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ત્રણ કે ચાર દિવસ સુધી વરસાદ પડે તેવું જણાવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ છવાયેલો રહે તેવું જણાવ્યું છે. સાથે જ ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, સુરત, તાપી, પંચમહાલમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!