હવે ચાર મહાનગરમાં આ સમયથી કર્ફ્યુની થશે અમલવારી

રાજ્યમાં કોરોનાના કેસમાં હવે ફરી એકવાર ઉછાળો આવવા લાગ્યો છે. થોડા સમય પહેલા કેસમાં ઘટાડો થવાથી લોકોએ અને સરકારે પણ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ હવે ફરીથી કોરોનાના કેસ વધ્યા છે. કોરોના કાબૂમાં રહે અને લોકો કારણ વિના બહાર ન નીકળે તે માટે છેલ્લા ઘણા સમયથી રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

image source

જો કે શરુઆતમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 9થી સવારે 6 કલાકથી રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ જેમ જેમ કેસમાં ઘટાડો થયો તેમ રાત્રિ કર્ફ્યુના સમયમાં થોડી થોડી રાહત આપવામાં આવી હતી. ત્યારબાદ એવું પણ અનુમાન હતું કે સ્થિતિ સુધારા પર રહી તો લોકોને કર્ફ્યુમાંથી રાહત મળશે. પરંતુ એવું થયું નહીં અને સરકારે રાત્રિ કર્ફ્યુને લઈને મોટી જાહેરાત કરી દીધી છે.

image source

રાજ્યના રાજકોટ સહિત અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં રાત્રિ કર્ફ્યુને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મનોમંથન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર રાજ્યના આ ચારેય મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ આગામી 15 દિવસ સુધી યથાવત રહેશે. આ પહેલા રાત્રિ કર્ફ્યુ 28 ફેબ્રુઆરી સુધી જ લંબાવવામાં આવ્યું હતું.

image source

પરંતુ હવે ફરી એકવાર રાજ્યમાં કેટલાક શહેરોમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો આવ્યો હોવાથી ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ આગામી 15 માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યું છે. એટલે કે હવે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઈટ કરફ્યુ યથાવત રહેશે. જો કે આ વખતે સમયમાં અગાઉની જેમ જ યથાવત રાખવામાં આવ્યો છે. એટલે કે આગામી 15 માર્ચ સુધી રાત્રે 12 કલાકથી સવારે 6 સુધી આ ચાર મહાનગરમાં કર્ફ્યૂ રહેશે.

image source

રાજ્યમાં તહેવારો બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવતાં રાજ્ય સરકાર દ્વારા 4 મેટ્રો સીટીમાં રાત્રિ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો હતો. ત્યારથી આ કર્ફ્યુ અમલમાં જ છે. રાત્રિ કર્ફ્યુના પહેલા તબક્કામાં સમયમાં છૂટછાટ આપવામાં આવી અને સમય રાત્રે દસ કલાકથી સવારે 6 કરવામાં આવ્યો. ત્યારબા બાદ રાત્રિ કર્ફ્યુના સમયમાં એક કલાક છૂટ આપવામાં આવી અને રાતના 11 વાગ્યાથી સવારે 6નો સમય કરાયો હતો. ત્યારબાદ હવેના તબક્કામાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 12 કલાકથી અમલમાં આવશે.

image source

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પછીના સમયથી રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. હવે ફરીથી રાજ્યના મહાનગરોમાં કોરોનાએ માથું ઉચક્યું છે. તેથી આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે. રાજ્યોમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે અને સાથે જ રસીકરણ પણ વધારી દેવામાં આવ્યું છે. આગામી 1 માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરુ થશે જેમાં વૃદ્ધોને રસી આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!