Site icon News Gujarat

અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનુ 78 વર્ષની ઉંમરે અવસાન, મુંબઇમાં કરાશે અંતિમ સંસ્કાર

એક બાદ એક ગુજરાતી ફિલ્મના કલાકારો આપણી વચ્ચેથી વિદાય લઇ રહ્યા છે.. હજી તો અરવિંદ ત્રિવેદી અને નટુકાકાના નામથી જાણીતા થયેલા ઘનશ્યામ નાયકની વિદાય તાજી છે ત્યાં વધુ એક દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું અવસાન થયું છે. તેમનું અવસાન ટુંકી બિમારી બાદ થયું છે, તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમના અવસાનથી તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઇ છે, અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું 78 વર્ષની ઉમરે અવસાન થયું છે. તેમના અતિંમ સંસ્કાર મુંબઇ ખાતે કરાશે.

image source

અતિ પ્રસિધ્ધ રામાયણ સિરિયલમાં નિષાદ રાજના રોલથી સ્વ. ચંદ્રકાંત પંડ્યા ખૂબ જ જાણીતા થયા હતા.. રામાયણમાં લંકેશનો રોલ કરનારા અરવિંદ ત્રિવેદીના નિધન બાદ ગુજરાતી ફિલ્મોના વધુ એક જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું ટૂંકી બીમારી બાદ 78ની વયે મુંબઈમાં નિધન થયું છે. રામાયણમાં સિરિયલમાં નિષાદ રાજની ભૂમિકાથી તેઓ જાણીતા બન્યા હતા. આ સાથે તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય આપ્યો છે. ચંદ્રકાંત પંડ્યાને જુદા જુદા સાત જેટલા અવૉર્ડ પણ મેળવ્યા છે. શોલે ફિલ્મના ગબ્બર અમઝદ ખાન તેમના ગાઢ મિત્ર હતા. બન્નેએ સાથે કોલેજ કરી હતી. ઘોડે સવારીનો નાનપણથી જ શોખ હતો.

image source

ચંદ્રકાંત પંડયાનું ગુજરાતી ફિલ્મમાં યોગદાન મહત્વનું રહ્યું છે. તેમને માનવીની ભવાઇ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવાર્ડ પ્રાપ્ત થયો હતો. ગુજરાતી ફિલ્મ જગતમાં 100 થી વધુ ફિલ્મો, ગુજરાતી ટેલિવિઝનની સામાજિક, ધાર્મિક સિરિયલોમાં કામ કરતાં પીઢ અભિનેતા ચંદ્રકાન્ત પંડ્યાનો જન્મ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે 1-1-1946 ના થયો હતો.

image source

જ્યારે તેમના પિતા મગનલાલ પંડ્યા ધંધાઅર્થે મુંબઈ ખાતે સ્થાઈ થઈ ગયા હતા. ચંદ્રકાન્ત પંડ્યાને બાળપણથી જ નાટકોમાં રસ રહેલો હતો. બીએ સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ નાટકોમાં કામ કરવાની તક મલી હતી. ત્યાંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી. અને કાદુ મકરાણી ફિલ્મથી બ્રેક મળ્યા બાદ તેમને ક્યારેય અભિનયમાં પાછું વળીને જોયું નહોતું. ગુજરાતી ફિલ્મ ઉધોગના 70 થી 90 ના સમયગાળો સુવર્ણકાળ તરીકે રહ્યો હતો.

image source

તેની સાથે વિવિધ ભૂમિકાઓ ભજવી ચંદ્રકાન્ત પંડ્યાએ પોતાનો એક આગવો દર્શક વર્ગ બનાવ્યો હતો. જ્યારે ફિલ્મમાં હીરો તરીકે તો મહિયરની ચૂંદડી, શેઠ જગડુંશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઈની ચૂંદડી, પાતળી પરમાર સહિત 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેની સાથે રામાયણ સહિતની સિરિયલોમાં કામ કરી ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ચંદ્રકાન્ત પંડ્યાએ જુદા-જુદા સાત જેટલા એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

Exit mobile version