હવે કોરોના પીડિત દર્દીને મળશે મોટી રાહત, સારવારમાં થતા ખર્ચ પર નહીં લાગે ટેક્સ

કોરોના વાયરસ મહામારીના વિરોધમાં નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે મોટી જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે કોરોનાની સારવારમાં ખર્ચ કરનારા લોકોને ટેક્સમાં છૂટ અપાશે. કોરોનામાં ટેક્સપેયર્સને મોટી રાહત આપતા નાણા મંત્રાલયે શુક્રવારે અનેક મોટી જાહેરાત કરી છે. વધારે મુશ્કેલીઓ કોરોના સંકટને લઈને આવી રહેલી તકલીફોના કારણે આવી રહી છે. તો જાણો તેને વિશે વિસ્તારથી.

એમ્પલોયરથી મળેલી મદદ પણ ટેક્સ ફ્રી

image source

નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કેન્દ્ર સરકારે કોરોનાની સારવારમાં મળેલી મદદની રકમ પર કોઈ ટેક્સ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. એવામાં જો કોઈ એમ્પલોયપ કે શુભચિંતકોએ પોતાના એમ્પલોઈ માટે કોરોનાની સારવાર માટે રૂપિયા ખર્ચ કર્યા છે તો તેને ટેક્સમાં રાખવામાં આવશે નહીં. એટલે કે મદદના રીતે મળેવી રકમ પર ટેક્સમાં છૂટ મળી શકશે.

10 લાખ સુધી એક્સ ગ્રેશિયા ટેક્સ ફ્રી

image source

એટલું જ નહીં કોરોનાથી મોત બાદ પરિવારને મળેલી આર્થિક મદદ ધનરાશિને ટેક્સ ફ્રી રાખવામાં આવશે. તો એક્સ એશિયાના પેમેન્ટ માટે આ સીમા 10 લાખ રૂપિયા સુધીની નક્કી કરાઈ છે. આ છૂટ નાણાકીય વર્ષ 2019-20 અને તેના બાદના વર્ષો માટે માન્ય રહેશે. અનુરાગ ઠાકુરે કહ્યું કે અનેક કેસમાં સમય સીમા વધારીને રાહત આપવાની કોશિશ કરાઈ છે. તેના કારણે હવે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની સીમા વધારીને 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે.

મકાન ખરીદવામાં ટેક્સમાં છૂટ

image source

આ સિવાય વિવાદથી વિશ્વાસ સ્કીમના આધારે ઈન્ટરેસ્ટના વિના પેમેન્ટની ડેડલાઈનને પણ 2 મહિનાથી પણ વધારી દેવાયું છે. હાલમાં તેની ડેડલાઈન 30 જૂન હતી અને તેનાથી વધારે 31 ઓગસ્ટ કરી દેવામાં આવી છે. મકાન ખરીદવા પર પણ ટેક્સ છૂટની સીમા વધારવામાં આવી રહી છે. આ કેસમાં 3 મહિનાનો ટેક્સ ડિડક્શન વિસ્તાર કરાયો છે. હવે ઘર ખરીદદાર 30 સપ્ટેમ્બર સુધી પ્રોપર્ટીની ખરીદી કરી શકે છે. જો આમ કરાશે તો તેમને છૂટ મળશે.

તો હવેથી તમે પણ ઉપરની તમામ વાતોને જાણી લો અને સમજી લો. પછી કોઈ નિર્ણય લો અને સાથે જ તમે તમારા રૂપિયાની બચત કરી શકો છો. ટેક્સમાંથી રૂપિયા બચાવવામાં ઉપરના ઉપાયો તમારી મદદ કરી શકે છે. આ સાથે તમને તેનાથી મોટી રાહત મળવાના કારણે સંતોષ પણ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!