હવે તમારે નેટ ખતમ થવાની ચિંતા નહીં રહે, બસ આટલાં જ રૂપિયામાં આ ટેલિકોમ કંપની આપે છે જોરદાર ઓફર

દરેક ટેલિકોમ કંપનીઓ લોકોને પોતાની તરફ આકર્ષવા માટે અલગ અલગ ઓફરો આપી રહી છે. આ મોટી ટેલિકોમ કંપનીઓનાં લિસ્ટમાં શામેલ એરટેલ પણ હવે તેના ગ્રાહકો માટે એક જોરદાર ઓફર લઈને આવી ગઈ છે. હાલમાં તો એરટેલ એક પછી એક શાનદાર ઓફર આપી રહી છે જેથી તે પોતાના ગ્રાહકોની સંખ્યામાં વધારો કરી શકે. હાલના ગ્રાહકોને જાળવી રાખવા અને નવા યુઝરોએ તેમની સાથે જોડવા માટે આ નવી ઓફરો અપાઈ રહી છે તેવું માનવામાં આવી રહ્યું છે.

image source

મળતી માહિતી મુજબ આ ઓફરોમાં ગ્રાહકોને દરરોજ 1GB ડેટા, અનલિમિટેડ કોલિંગ તેમજ મોબાઇલ એડિશન ફ્રી ટ્રાયલ અને ફ્રી હેલોટ્યુન્સ આપવામાં આવી રહ્યા છે. એરટેલના આ પ્લાનની કિંમત 200 રૂપિયાથી પણ ઓછી રાખવામાં આવી છે કે જેથી સામાન્ય ગ્રાહક પણ આ ઓફરનો ભરપૂર લાભ ઉઠાવી શકે. એરટેલનો 199 રૂપિયાવાળો આ પ્લાન 24 દિવસની ટાઈમ લિમિટમાં તમે વાપરી શકશો. આ સાથે એરલાઇલ યુઝર્સને દૈનિક 1 GB હાઈ સ્પીડ ડેટા આપવામાં આવશે.

image source

આ રિચાર્જ પેકમાં એરટેલ ગ્રાહકોની અનલિમિટેડ કોલિંગ મફત આપવામાં આવી રહી છે. આ સિવાય આ પ્લાનમાં સાથે દરરોજ 100 એસએમએસ પણ મફત આપવામાં આવે છે. આ ઉપરાંત આ પ્લાનમાં યુઝર્સને વિંક મ્યુઝિક ફ્રી, એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ સબ્સક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. તેથી તે સિવાય કોઈ પ્રીમ વીડિયો મોબાઇલ એડિશનનો 30 દિવસનો મફત ટ્રાયલ પણ ઓફર કરવામાં આવી રહ્યું છે.

image source

આ પછી વાત કરીએ એરટેલ દ્વારા આપવામાં આવી રહેલા બીજા પ્લાનની તો તે 219 રૂપિયાનો છે. એરટેલના 219 રૂપિયાવાળા પ્લાનમાં પણ ગ્રાહકો 1 GB હાઈ સ્પીડ ડેટા મળી રહ્યો છે. એરટેલનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં અનલિમિટેડ મફત કોલિંગ અને 100 એસએમએસ મફત વાપરવા મળશે. આ સાથે વધારાનો ફાયદો એ છે કે વિંક મ્યુઝિક ફ્રી, એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમની સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે.

image source

આમ જોવા જઈએ તો એરટેલનાં આપવામાં આવેલા આ બંન્ને પ્લાનમાં વધારે કઈ ફરક છે નહી. આ બંન્ને પ્લાનમાં ફક્ત એક જ વાત અલગ છે અને તે છે પ્લાનની વેલિડિટી. આ એક વાત સિવાય એરટેલનાં આ બબન્ને પ્લાનમાં એક સરખી જ સુવિધાઓ ઉપલબ્ધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!